એપશહેર

બાહુબલીનો ક્રેઝ પ્રભાસના વિશાળ પોસ્ટર પર દૂધનો અભિષેક

Hitesh Mori | I am Gujarat 28 Apr 2017, 7:45 pm
I am Gujarat baahubali 2 theater coverage at rtc x roads
બાહુબલીનો ક્રેઝ પ્રભાસના વિશાળ પોસ્ટર પર દૂધનો અભિષેક


દૂધનો અભિષેક

છેલ્લા દોઢ વર્ષથી રાહ જોવાઈ રહી હતી તે ફિલ્મ બાહુબલી-2 આખરે થિયેટર્સમાં આવી પહોંચી છે. દક્ષિણ ભારતના થિયેટર્સમાં તેનો એટલો ક્રેઝ છે કે બાહુબલી પ્રભાસના વિશાળ પોસ્ટરો અને કટિંગ લગાવ્યા છે. એક થિયેટરની બહાર ફેન્સે આ પોસ્ટર પર દૂધનો અભિષેક કર્યો.

ઢોલ નગારા સાથે શરૂઆત

થિયેટર્સની બહાર ફેન્સની મોટી સંખ્યામાં ભીડ. પહેલા દિવસે ફિલ્મ જોવા માટે પહોંચેલા કેટલાક ફેન્સ તો ઢોલ નગારા સાથે આવી પહોંચ્યા હતા. થિયેટર્સની બહાર ખુબ ડાન્સ કરી ઉજવણી કરતા જોવા મળ્યાં.

જ્યાં જુઓ ત્યાં બાહુબલીના પોસ્ટરો

થિયેટર્સની બહાર જ્યાં જુઓ ત્યાં માત્ર બાહુબલીના પોસ્ટરો જોવા મળી રહ્યા છે. આ સાથે સુદર્શન થિયેટર્સની બહાર બાહુબલીના પ્રસંશકો માટે ખાસ વિશાળ પોસ્ટર મૂકવામાં આવ્યું છે.

બાહુબલીના નામની ટીશર્ટમાં

બાહુબલીના ચાહકો એટલા બધા હતા. જેમાંથી કેટલીક યુવતીઓ તો બાહુબલી પ્રભાસના નામની ટીશર્ટ પહેરીને આવી હતી.

બાઈક પર બાહુબલી

બાહુબલીનો ક્રેઝ પર એટલો બધો જોવા મળી રહ્યો છે કે એક ફેન પોતાની બાઈકને બાહુબલીના પોસ્ટરો ચિતરાવીને પહોંચ્યો હતો.

કાર પર પણ બાહુબલી

બાઈક જ નહીં ઘણા લોકો તો કાર ઉપર પણ બાહુબલીના ફોટો ચોટાડીને આવ્યા હતા. આમ બાહુબલી 2 માટે થિયેટર્સની બહાર ટિકિટ માટે પણ લાંબી લાંબી લાઈનો જોવા મળી રહી છે.

Read Next Story

Gujarati News - I am Gujarat: ગુજરાત, દેશ, વિદેશ, શિક્ષણ, બિઝનેસ, મૂવી, જ્યોતિષ, ધર્મ, સ્પોર્ટ્સના લેટેસ્ટ સમાચાર ઉપરાંત વાયરલ ન્યૂઝ મેળવવા માટે ડાઉનલોડ કરો IamGujaratની એપ
તમામ તાજી ખબરો માટે I am Gujarat ફેસબૂકપેજને લાઈક કરો