એપશહેર

બોલિવૂડ ડ્રગ્સ ઈન્વેસ્ટિગેશન : NCBના 25 અધિકારીઓ કોરોનાની ઝપેટમાં

બોલિવૂડ ડ્રગ્સ રેકેટની તપાસમાં જોડાયેલા NCBના 25 અધિકારીઓના કોરોના ટેસ્ટ પોઝિટિવ આવતા ચકચાર, 20 હોમ ક્વૉરન્ટાઈન, 5 હોસ્પિટલમાં

I am Gujarat 30 Sep 2020, 7:47 pm
મુંબઈ નાર્કોટિક્સ ઈન્વેસ્ટિગેશન બ્યૂરો (NCB)ના 25 અધિકારીઓ કોરોનાની ઝપેટમાં આવી ગયા છે આમાંથી 20 લોકોને હાલ હોમ ક્વૉરન્ટાઈન કરાયા હોવાનું અધિકારીઓ તરફથી જાણવા મળ્યું છે. હવે બેંગલુરુ, મુંબઈ અને અમદાવાદથી એડિશનલ ઑફિશિયલ્સને ઈન્વેસ્ટિગેશનમાં જોડાવા માટે કહેવામાં આવ્યું છે.
I am Gujarat bollywood drugs investigation 25 ncb officials test positive for covid 19
બોલિવૂડ ડ્રગ્સ ઈન્વેસ્ટિગેશન : NCBના 25 અધિકારીઓ કોરોનાની ઝપેટમાં


કેસ સાથે જોડાયેલી મહત્વપૂર્ણ માહિતીને નેશનલ ટેલિવિઝન ન્યૂઝ ચેનલમાં લીક કરવામાં એક અધિકારીની સંડોવણી હોવાનું જાણવા મળ્યા NCBના અધિકારીઓએ તેમને આ કેસમાંથી સાઈડલાઈન કરી દીધા છે.

NCBના એક અધિકારી દ્વારા જણાવવામાં આવ્યું કે, 'NCBની ટીમના સભ્યોમાં કોરોનાના કેટલાક લક્ષણો દેખાયા બાદ તેમના ટેસ્ટ કરવામાં આવ્યા હતા. આમાંથી 25 લોકોનો કોરોના ટેસ્ટ પોઝિટિવ આવ્યો હતો, જેમાંથી 20 લોકોને હોમ ક્વૉરન્ટાઈન કરાયા છે જ્યારે 5 લોકોને સેવન હિલ્સ હોસ્પિટલમાં એડમિટ કરવામાં આવ્યા છે. ગોવા, અમદાવાદ, ઈન્દોર, બેંગાલુરુ અને ચેન્નઈથી હાલ ચાલી રહેલા કેસમાં મદદ માટે 50 NCB કર્મચારીઓને બોલાવવામાં આવ્યા છે. '

16 સપ્ટેમ્બરના રોજ દિવંગત એક્ટર સુશાંત સિંહ રાજપૂતની પૂર્વ બિઝનેસ મેનેજર શ્રુતિ મોદીની NCB દ્વારા ડ્રગ કનેક્શન મામલે પૂછપરછ કરવામાં આવી હતી, તેને સ્પેશિયલ ઈન્વેસ્ટિગેશન ટીમ (SIT)ના એક સભ્યને કોરોના પોઝિટિવ આવ્યા બાદ પાછી મોકલવામાં આવી હતી.

આ દરમિયાન ચાલી રહેલા કેસમાં જોડાયેલા એક ઈન્ટેલિજન્સ ઑફિસરને સાઈડ લાઈન કરી દેવામાં આવ્યા છે. જાણવા મળ્યું છે કે, તેમણે નેશનન ટીવી ન્યૂઝ ચેનલમાં એક્ટ્રેસ રિયા ચક્રવર્તી અને અન્ય લોકો સાથે જોડાયેલી કેટલીક મહત્વની માહિતી લીક કરી દીધી હતી. સીનિયર ઑફિસર્સને આ અંગે ખબર પડતા તેમણે પગલાં ભર્યા હતા.

એક અધિકારીએ જણાવ્યું કે, 'રિયાના સ્ટેટમેન્ટનો એક ભાગ એક ટીવી ચેનલના જર્નાલિસ્ટને લીક કરવામાં આવ્યો હતો. ત્યારબાદ અમે ટીમના મોબાઈલ રેકોર્ડ્ઝ ચેક કર્યા હતા અને ઈન્ટેલિજન્સ ઑફિસરની સંડોવણી સામે આવી હતી. અમે આ બાબતે પત્ર દ્વારા હેડક્વાર્ટરમાં જાણ કરી છે અને અધિકારી ડિપાર્ટમેન્ટલ ઈન્ક્વાયરીનો સામનો કરવો પડી શકે છે.'

Read Next Story