એપશહેર

ચંકી પાંડેની 'અનોખી જિદ', થિએટર્સ નહીં ખુલે તો આ ફિલ્મ માટે બુક કરી લેશે પ્રાઈવેટ થિએટર

કોરોનાકાળમાં હજુ દેશમાં થિએટર્સ ખોલવાની મંજૂરી મળી નથી અને જો આ ફિલ્મ રિલીઝ થાય ત્યારે પણ સ્થિતિ આવી જ રહેશે તો ચંકી પ્રાઈવેટ થિએટર બુક કરાવશે

I am Gujarat 2 Sep 2020, 6:34 pm
'અનલૉક 4'ની નવી ગાઈડલાઈન્સમાં સરકારે કેટલીક વસ્તુઓ પર રાહત આપી છે. ટ્રાવેલ્સ અને હોટલ બિઝનેસ માટે રસ્તો સરળ થયો છે તો બીજી તરફ થિએટર્સ હજુ પણ બંધ રહેશે. ફિલ્મોનું શૂટિંગ ભલે શરૂ થઈ ગયું હોય પણ થિએટર્સ હજુ પણ નહીં ખુલે.
I am Gujarat chunky panday is ready to book a private theatre to watch this film if theatres do not open
ચંકી પાંડેની 'અનોખી જિદ', થિએટર્સ નહીં ખુલે તો આ ફિલ્મ માટે બુક કરી લેશે પ્રાઈવેટ થિએટર


ફિલ્મોના રસિક તમામ લોકોની જેમ એક્ટર ચંકી પાંડે પણ થિએટર્સ ખુલે તેની રાહ જોઈ રહ્યો છે. તે જેમ્સ બૉન્ડની ફિલ્મોનો ફેન છે અને તેણે અત્યાર સુધી જેમ્સ બૉન્ડની આખી સીરિઝ જોઈ છે. હવે તે 'નો ટાઈમ ટૂ ડાઈ'ની આતુરતાથી રાહ જોઈ રહ્યો છે પણ માત્ર થિએટર્સમાં જ.

બુક કરીશ પ્રાઈવેટ થિએટર

જેમ્સ બોન્ડ સીરિઝની 25મી ફિલ્મ નવેમ્બરમાં રિલીઝ થઈ શકે છે


જેમ્સ બૉન્ડની નવી ફિલ્મ 11 ડિસેમ્બર 2020ના રોજ રિલીઝ થઈ શકે છે. આ અંગે વાત કરતા બૉન્ડના ફેન ચંકીએ કહ્યું કે, 'જેમ્સ બૉન્ડની ફિલ્મ આવી રહી છે. હું ફિલ્મને થિએટરમાં જઈને જોવા માટે આતુર છું જે કદાચ 20 નવેમ્બરના રોજ રિલીઝ થઈ રહી છે.' તેણે હસીને કહ્યું કે, 'જો થિએટર્સ નહીં ખુલે તો હું પ્રાઈવેટ થિએટર બુક કરાવીશ અને ફિલ્મ જોઈએ.'

નાના પડદા પર જોવા તૈયાર નથી ચંકી

જ્યારે તેને પૂછવામાં આવ્યું કે, ફિલ્મ જોવા માટે તે પ્રાઈવેટ થિએટર બુક કરાવવા જેવું પગલું ભરવા કેમ વિચારી રહ્યો છે ત્યારે તેણે કહ્યું કે, 'હું જેમ્સ બૉન્ડ ફિલ્મ નાના પડદે નહીં જોઉં.' જણાવી દઈએ કે, 'નો ટાઈમ ટૂ ડાઈ'નું ટ્રેલર 3 સપ્ટેમ્બર 2020ના રોજ રિલીઝ થઈ શકે છે.

જેમ્સ બૉન્ડ સીરિઝની 25મી ઈન્સ્ટૉલમેન્ટ

તાજેતરમાં જ 'નો ટાઈમ ટૂ ડાઈ'નું પોસ્ટર પણ રિલીઝ થયું હતું. આ જેમ્સ બોન્ડ સીરિઝની 25મી ફિલ્મ છે. વર્ક ફ્રન્ટની વાત કરીએ તો ચંકી છેલ્લે પ્રભાસ અને શ્રદ્ધા કપૂર સ્ટારર ફિલ્મ 'સાહો'માં જોવા મળ્યો હતો. આમાં તે વિલનના રૂપમાં લોકોને ખૂબ પસંદ આવ્યો હતો.

Read Next Story

Gujarati News - I am Gujarat: ગુજરાત, દેશ, વિદેશ, શિક્ષણ, બિઝનેસ, મૂવી, જ્યોતિષ, ધર્મ, સ્પોર્ટ્સના લેટેસ્ટ સમાચાર ઉપરાંત વાયરલ ન્યૂઝ મેળવવા માટે ડાઉનલોડ કરો IamGujaratની એપ
તમામ તાજી ખબરો માટે I am Gujarat ફેસબૂકપેજને લાઈક કરો