એપશહેર

દીપિકા સવારે ઉઠીને સૌથી પહેલા શું કરે છે? મળ્યો મજેદાર જવાબ

દીપિકાએ પદુકોણે પોતાની ઈન્સ્ટાગ્રામ સ્ટોરી પર 'Ask me anything' નામનું એક સેશન રાખ્યું હતું, જેમાં તેણે પોતાના ફેન્સના સવાલનો જવાબ આપ્યા હતા.

I am Gujarat 19 Jan 2021, 10:22 pm
બોલિવુડ એક્ટ્રેસ દીપિકા પદુકોણ સોશિયલ મીડિયા પર ઘણી એક્ટિવ રહે છે. તેણે વર્ષ 2021ની શરૂઆતમાં પોતાની બધી સોશિયલ મીડિયા પોસ્ટ ડિલીટ કરી દઈ લોકોને આશ્ચર્યમાં મૂકી દીધા હતા. જોકે, દીપિકા પદુકોણે ફરી એકવખત સોશિયલ મીડિયા પર પોસ્ટ કરવાનું શરૂ કરી દીધું છે.
I am Gujarat Deepika Padukone post


દીપિકા પદુકોણ પોતાના ફેન્સ માટે પોતાના અપડેટ્સ શેર કરતી રહે છે. તાજેતરમાં જ એક્ટેસે પોતાની ઈન્સ્ટાગ્રામ સ્ટોરી પર 'Ask me anything' નામનું એક સેશન રાખ્યું હતું. આ દરમિયાન તેણે પોતાના ફેન્સ દ્વારા પૂછાયેલા સવાલોના જવાબ આપ્યા હતા.
View this post on Instagram A post shared by Bombay Times (@bombaytimes)

દીપિકાને એક ફેને તેના ફેવરિટ ફૂડ વિશે પૂછ્યું હતું, જે તે પોતે ઘરે બનાવવું પસંદ કરતી હોય. તેના જવાબમાં દીપિકાએ જણાવ્યું કે, તે પોતાના માટે જે ફેવરિટ ખાવાનું ઘરે બનાવે છે, તે કુકીઝ છે. તેણે કહ્યું કે, 'મને જમવાનું બનાવવા કરતા બેકિંગ કરવાનો વધુ શોખ છે. એટલે હું કહી શકું છું કે કુકીઝ મારી તાકાત છે.'

એક અન્ય ફેને તેને પૂછ્યું કે, જ્યારે તે સવારે ઉઠે છે તો સૌથી પહેલા શું કરે છે? તેના પર દીપિકાએ મજેદાર જવાબ આપતા કહ્યું કે, તે પોતાનું એલાર્મ ઓફ કરે છે.

વર્કફ્રન્ટની વાત કરીએ તો દીપિકા પદુકોણ રણવીર સિંહની સાથે ફિલ્મ '83'માં દેખાશે. તેણે તાજેતરમાં જ રિતિક રોશનની સાથે ફિલ્મ 'ફાઈટર'ની જાહેરાત કરી હતી. તે ઉપરાંત દીપિકા પદુકોણની પાસે 'ધ ઈન્ટર્ન'ની હિંદી રીમેક છે. તેમજ તે શકુન બત્રાની એક ફિલ્મ અને પ્રભાસની સાથે એક ફિલ્મ કરી રહી છે.

દીપિકાએ તાજેતરમાં જ ફેમિનાને ઈન્ટર્વ્યુ આપ્યો હતો, જેમાં તેણે પોતાની અપકમિંગ પ્રોજેક્ટને લઈને વાત કરી અને એ પણ કન્ફર્મ કર્યું કે, તે શાહરૂખ ખાન સાથે ફિલ્મ પઠાનમાં કામ કરી રહી છે. દીપિકાએ કહ્યું કે, 'મેં તરત શકુન બત્રાની ફિલ્મ શરૂ કરી દીધી. આ એક એવી રિલેશનશિપ સ્ટોર છે, જેને આપણે ઈન્ડિયન સિનેમામાં અત્યાર સુધી જોઈ નથી. તે પછી એક્શન ફિલ્મ પઠાણ અને પછી પ્રભાસ સાથે નાગ અશ્વિવીની મલ્ટિ લેગ્વેન્જ ફિલ્મમાં પણ કામ કરી રહી છું.' દીપિકાએ જણાવ્યું કે, 'હું એની હેથવેની ફિલ્મ ધ ઈન્ટર્નમાં કામ કરી રહી છું, જે હાલની પરિસ્થિતિ મુજબ પ્રાસંગિક છે, જ્યારે નવી અને જૂની જનરેશન સાથે આવી રહી છે.'

Read Next Story

Gujarati News - I am Gujarat: ગુજરાત, દેશ, વિદેશ, શિક્ષણ, બિઝનેસ, મૂવી, જ્યોતિષ, ધર્મ, સ્પોર્ટ્સના લેટેસ્ટ સમાચાર ઉપરાંત વાયરલ ન્યૂઝ મેળવવા માટે ડાઉનલોડ કરો IamGujaratની એપ
તમામ તાજી ખબરો માટે I am Gujarat ફેસબૂકપેજને લાઈક કરો