એપશહેર

દેશ-દુનિયાના કયા શહેરોમાં શૂટિંગ કરી રહ્યા છે બોલિવૂડ સેલેબ્સ?

બોલિવૂડ સેલેબ્સ હવે ફિલ્મના શૂટિંગ માટે વિદેશ ટ્રાવેલ કરી રહ્યા છે, હવે બોલિવૂડ સેલેબ્સ ધીરે-ધીરે કામમાં વ્યસ્ત થઈ રહ્યા છે.

I am Gujarat 15 Sep 2020, 6:42 pm
કોરોના વાયરસની મહામારી દરમિયાન લાંબા સમય પછી બોલિવૂડ ઈન્ડસ્ટ્રીનું કામ શરૂ થયું છે. બોલિવૂડ સેલેબ્સ હવે ફિલ્મના શૂટિંગ માટે વિદેશ ટ્રાવેલ કરી રહ્યા છે, ફિલ્મ્સ સિવાય કોમર્શિયલ શૂટ પણ શરૂ થઈ ગયા છે. આ સિવાય જે ફિલ્મનું શૂટિંગ પૂરું થઈ ગયું હોય તેના ડબિંગનું કામ પણ શરૂ થઈ ગયું છે. ટૂંકમાં હવે બોલિવૂડ સેલેબ્સ ધીરે-ધીરે કામમાં વ્યસ્ત થઈ રહ્યા છે. બોલિવૂડ એક્ટર આમિર ખાન તુર્કી ટ્રાવેલિંગ કરી રહ્યો છે જ્યારે અક્ષય કુમાર ફિલ્મ 'બેલ બોટમ'ના શૂટિંગ માટે સ્કોટલેન્ડમાં છે. તો ચાલો જાણીએ હાલ બોલિવૂડ સેલેબ્સ ક્યાં શૂટિંગ કરી રહ્યા છે.
I am Gujarat deepika padukone in goa to akshay kumar in scotland heres where bollywood celebrities are shooting their films
દેશ-દુનિયાના કયા શહેરોમાં શૂટિંગ કરી રહ્યા છે બોલિવૂડ સેલેબ્સ?



અક્ષય કુમાર - સ્કોટલેન્ડ

ફિલ્મ 'બેલ બોટમ'ની ટીમ અને અક્ષય કુમાર શૂટિંગ માટે ઓગસ્ટમાં સ્કોટલેન્ડ રવાના થયા અને આ ફિલ્મની લીડ એક્ટ્રેસ વાણી કપૂર સપ્ટેમ્બરમાં ત્યાં આવી પહોંચી છે. 'બેલ બોટમ' ફિલ્મના શૂટિંગનું અહીં લાંબુ શેડ્યુલ હોવાનું જાણવા મળ્યું છે. આ એક જાસૂસી થ્રિલર ફિલ્મ છે અને તે રણજીત એમ તેવારી ડિરેક્ટ કરશે. તારીખ 2 એપ્રિલ, 2021ના રોજ આ ફિલ્મ રિલીઝ થશે તેવું કહેવાઈ રહ્યું છે.

દિપીકા પાદુકોણ - ગોવા

બોલિવૂડ ડિરેક્ટર શકુન બત્રાની આગામી ફિલ્મના શૂટિંગ માટે એક્ટ્રેસ દિપીકા પાદુકોણ ગોવા પહોંચી છે. તેઓ અગાઉ આ ફિલ્મનું શૂટિંગ શ્રીલંકામાં કરવાના હતા પણ હવે કોરોના વાયરસની મહામારીના કારણે શ્રીલંકામાં શૂટિંગ શેડ્યુલ કેન્સલ કરવામાં આવ્યું છે અને હવે ગોવામાં ફિલ્મનું શૂટિંગ થશે. કારણકે ગોવામાં પણ દરિયાઈ બીચ અને જૂના ચર્ચ આવેલા છે. તેઓ લગભગ એક મહિના સુધી ગોવામાં શૂટિંગ કરશે અને તમામ રિયલ લોકેશન પર આ ફિલ્મનું શૂટિંગ કરવામાં આવશે.

આમિર ખાન - તુર્કી

આમિર ખાન તેની આગામી ફિલ્મ 'લાલ સિંહ ચઢ્ઢા'ના શૂટિંગ માટે તુર્કી રવાના થયો હતો. 'લાલ સિંહ ચઢ્ઢા' ફિલ્મનું શૂટિંગ લોકડાઉનના કારણે અટકી ગયુ હતું. આ ફિલ્મમાં આમિર ખાનની સાથે-સાથે કરીના કપૂર ખાન પણ જોવા મળશે. ભારતના વિવિધ ભાગોમાં 'લાલ સિંહ ચઢ્ઢા' ફિલ્મનું શૂટિંગ કરવામાં આવ્યું છે. 'લાલ સિંહ ચઢ્ઢા' ફિલ્મ, હોલિવૂડ ફિલ્મ 'ફોરેસ્ટ ગમ્પ'ની ઓફિશિયલ રિમેક છે. ઓસ્કર વિજેતા ફિલ્મ 'ફોરેસ્ટ ગમ્પ'માં હોલિવૂડ એક્ટર ટોમ હેન્ક્સે મુખ્ય ભૂમિકા ભજવી હતી.

મૌની રોય - લંડન

મૌની રોય લગભગ 4 મહિના સુધી UAEમાં હતી, તે ત્યાં શૂટિંગ માટે ગઈ હતી પણ લોકડાઉનના કારણે ત્યાં રોકાઈ ગઈ હતી. મૌની રોય બાદમાં ભારત પરત આવી અને ફિલ્મના શૂટિંગ માટે જુલાઈમાં લંડન જવા માટે રવાના થઈ હતી. મૌની રોય એક્ટર પૂરબ કોહલીની સાથે ત્યાં લંડનમાં ફિલ્મનું શૂટિંગ કરી રહી છે. એક્ટ્રેસ ટેલિવિઝનનો પણ જાણીતો ચહેરો છે અને ગત વર્ષે મૌની રોય ફિલ્મ 'રોમિયો અકબર વોલ્ટર' અને 'મેડ ઈન ચાઈના'માં જોવા મળી હતી.

Read Next Story