એપશહેર

બોલિવૂડમાં યૂઝ થતા કોડ વર્ડ્સ વિશે દીપિકાએ આપી માહિતી, જણાવ્યો 'પનીર'નો મતલબ

દીપિકા પાદુકોણે ખુલાસો કરતા કહ્યું છે કે, બોલિવૂડમાં ઘણી બધી બાબતો માટેના કોડ વર્ડ્ઝ યુઝ કરવામાં આવે છે, હવે તેણે 'પનીર' અને 'ક્વિકી એન્ડ મેરી'ના મતલબ જણાવ્યા છે

I am Gujarat 30 Sep 2020, 8:07 pm
સુશાંત સિંહ રાજપૂતના મોત કેસમાં ડ્રગ એંગલ સામે આવ્યા બાદ બોલિવૂડ અને તેની સાથે જોડાયેલા તમામ લોકો ઈન્વેસ્ટિગેશન એજન્સીઓના ટાર્ગેટ પર છે. સુશાંતની ખાસ દોસ્ત રિયા ચક્રવર્તી જેલમાં છે જ્યાં અત્યાર સુધી દીપિકા પાદુકોણ, સારા અલી ખાન, શ્રદ્ધા કપૂર સહિત ઘણા મોટા નામોની પૂછપરછ થઈ ચૂકી છે.
I am Gujarat deepika padukone opens up on code words used in film industry during interrogation by the ncb
બોલિવૂડમાં યૂઝ થતા કોડ વર્ડ્સ વિશે દીપિકાએ આપી માહિતી, જણાવ્યો 'પનીર'નો મતલબ


આ લોકોના નામ સામે આવ્યા બાદ આ પ્રકરણ મીડિયા અને સોશિયલ મીડિયા પર ખૂબ ટ્રેન્ડમાં છે. તાજેતરમાં જ જે વ્હોટ્સએપ ચેટ્સ સામે આવી હતી તેનાથી અનુમાન લગાવવામાં આવ્યું છે કે, દીપિકા પણ ડ્રગ્સ લે છે અને આના માટે કોડ વર્ડ્ઝનો ઉપયોગ કરે છે. જોકે, જ્યારે નાર્કોટિક્સ કન્ટ્રોલ બ્યૂરો (NCB)એ તેને આ અંગે સવાલ કર્યા અને હકીકત જાણવાના પ્રયત્નો કર્યા ત્યારે એક્ટ્રેસના જવાબથી NCBના અધિકારીઓ પણ વિચાર કરતા રહી ગયા.

દીપિકાએ પૂછ્યું હતું - માલ છે?

અસલમાં, પૂછપરછ દરમિયાન દીપિકાએ જણાવ્યું કે, તેણે ડ્રગ્સનો યુઝ કર્યો નથી. તેણે જણાવ્યું કે જે ચેટમાં 'માલ' શબ્દનો યૂઝ થયો છે તે સિગરેટ માટે હતો. જણાવી દઈએ કે, દીપિકાની 2017ની તે ચેટ અંગે ઘણી ચર્ચા થઈ જેમાં તેણે પોતાની મેનેજર કરિશ્માને પૂછ્યું હતું કે, માલ છે?

પાતળી સિગારેટને કહે છે હેશ

જ્યારે દીપિકાને પૂછવામાં આવ્યું કે, હેશ અને વીડનો મતલબ શું છે તો તેણે કહ્યુ કે, હેશ અને વીડ ટાઈપ ઑફ સિગરેટ (જુદી-જુદી બ્રાન્ડ)ને કહેવામાં આવે છે. એક્ટ્રેસે જણાવ્યું કે, અમે પાતળી સિગરેટને વીડ અને મોટી સિગરેટને હેશ કહીએ છીએ.

ઘણા બધા કોડ વર્ડ્ઝનો ઉપયોગ

દીપિકાએ આગળ જણાવ્યું કે, ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં પરસ્પર વાતચીત દરમિયાન ઘણા બધા કોડવર્ડ્ઝનો ઉપયોગ કરવામાં આવે છે. તેણે આવા જ ઘણા કોડ વર્ડ્ઝ જણાવ્યા જેમાંથી બે ખાસ છે. આ બે કોડ વર્ડ્ઝ છે 'પનીર' અને 'ક્વિકી એન્ડ મેરેજ'

શું છે ક્વિકી એન્ડ મેરેજ?

દીપિકાના જણાવ્યા અનુસાર તે 'પનીર' શબ્દનો ઉપયોગ એવા લોકો માટે કરે છે ખૂબ જ દુબળા-પાતળા હોય છે. દુબળા-પાતળા લોકોને જોઈને બધા તેને પનીર કહીને બોલાવે છે. 'ક્વિકી એન્ડ મેરેજ' અંગે તેણે જણાવ્યું કે, આ શબ્દનો ઉપયોગ લૉન્ગ અને શોર્ટ ટર્મ રિલેશનશિપ માટે કરવામાં આવે છે. ક્વિકીનો મતલબ શોર્ટ ટર્મ રિલેશનશિપ અને મેરેજનો મતલબ લૉન્ગ રિલેશનશિપ થાય છે.

જણાવી દઈએ કે, NCB દ્વારા તાજેતરમાં જ ડ્રગ્સ કનેક્શન બાબતે દીપિકાની સાથે-સાથે તેની મેનેજર કરિશ્મા પ્રકાશ, સારા અલી ખાન અને શ્રદ્ધા કપૂરની પૂછપરછ કરવામાં આવી હતી. ચોંકાવનારી વાત એ રહી કે, આમાં બધાએ NCBના મોટાભાગના સવાલોના જવાબ એક જેવા જ આપ્યા. આનાથી NCBની શંકા વધુ મજબૂત બની છે.

Read Next Story

Gujarati News - I am Gujarat: ગુજરાત, દેશ, વિદેશ, શિક્ષણ, બિઝનેસ, મૂવી, જ્યોતિષ, ધર્મ, સ્પોર્ટ્સના લેટેસ્ટ સમાચાર ઉપરાંત વાયરલ ન્યૂઝ મેળવવા માટે ડાઉનલોડ કરો IamGujaratની એપ
તમામ તાજી ખબરો માટે I am Gujarat ફેસબૂકપેજને લાઈક કરો