એપશહેર

દીપિકા પાદુકોણ માટે ખાસ છે દિવાળીનું પર્વ, ઉજવણીની તૈયારીઓ વિશે જણાવ્યું

દર વર્ષે દીપિકા પાદુકોણ માટે દિવાળીનો તહેવાર ખાસ હોય છે અને તે શા માટે તેના વિશે એક્ટ્રેસે વાત કરી છે.

TIMESOFINDIA.COM 13 Nov 2020, 3:20 pm
ઘણાંની જેમ આ વખતે બોલિવુડ એક્ટ્રેસ દીપિકા પાદુકોણ માટે પણ દિવાળી ખાસ રહેશે. બેંગાલુરુમાં ઉછરેલી દીપિકાની આ શહેર સાથે દિવાળીની ઘણી યાદો જોડાયેલી છે. જો કે, આ વર્ષે મહામારીના કારણે દીપિકા પાદુકોણે દિવાળી સેલિબ્રેશન ધામધૂમથી ના કરવાનો નિર્ણય કર્યો છે.
I am Gujarat deepika diwali


એક ન્યૂઝ પોર્ટલ સાથેની વાતચીતમાં દીપિકા પાદુકોણે પોતાનો દિવાળી પ્લાન જણાવ્યો છે. પર્યાવરણ અને આસપાસના લોકોની સ્થિતિને ધ્યાનમાં રાખીને દીપિકા અને તેનો પરિવાર ખૂબ સાદગીથી પ્રકાશ પર્વ દિવાળીની ઉજવણી કરશે. દીપિકાના મતે, કોરોના મહામારીના કારણે આ વર્ષ લોકો માટે વિવિધ પ્રકારે મુશ્કેલ રહ્યું છે. માટે આ વખતે દીપિકા અને તેનો પરિવાર ઘરે જ રહેશે અને નાનકડી પૂજાનું આયોજન કરશે તેમજ એકબીજા સાથે સમય વિતાવશે.

પરિસ્થિતિ કેવી રીતે બદલાઈ ગઈ છે તેના વિશે વિગતવાર વાત કરતાં દીપિકાએ જણાવ્યું કે, લોકો ઉત્સાહથી તહેવારોની રાહ જોતા હોય છે. પરંતુ આ વખતે મહામારીના કારણે લોકોની જિંદગીમાં વિવિધ પ્રકારે ઘણું બદલાયું છે. જો કે, અંતે તહેવારો એક નવી આશા આપે છે. આ વખતે દીપિકા માટે આ તહેવારોનો સમય મિશ્ર લાગણી લઈને આવ્યો છે.

દીપિકા માટે દિવાળી એટલે શું એ વિશે વાત કરતાં કહ્યું, દિવાળી એટલે દીવા કારણે આ શબ્દ તેના જીવન સાથે વણાયેલો છે. દીપિકાએ આ વાત પર પ્રકાશ પાડતાં કહ્યું કે, તેના પરિવારમાં બધાનું નામ દીવા સાથે જોડાયેલું છે. દીપિકા, તેના માતા-પિતા અને બહેનના નામ દીવાના વિવિધ સમાનાર્થી છે. માટે જ દિવાળી તેમના માટે વધુ ખાસ છે. દિવાળીમાં દીપિકાને દિવેટ બનાવવી, દીવામાં ઘી પૂરવું અને પૂજા દરમિયાન તેને પેટાવવા ખૂબ પસંદ છે, તેમ તેણે જણાવ્યું.

વર્કફ્રંટની વાત કરીએ તો, દીપિકા પાદુકોણ હાલ શકુન બત્રાની આગામી ફિલ્મનું શૂટિંગ કરી રહી છે. આ ફિલ્મમાં દીપિકા ઉપરાંત સિદ્ધાંત ચતુર્વેદી અને અનન્યા પાંડે છે. આ ફિલ્મ ઉપરાંત દીપિકા પતિ રણવીર સાથે કબીર ખાનની ફિલ્મ '83'માં જોવા મળશે. આ ફિલ્મમાં દીપિકાએ એક્ટિંગ તો કરી જ છે સાથે તે પ્રોડ્યુસરની ભૂમિકામાં પણ છે. રણવીર સિંહ આ ફિલ્મમાં કપિલ દેવના રોલમાં છે જ્યારે દીપિકા તેમનાં પત્ની રોમી દેવની ભૂમિકામાં જોવા મળશે.

Read Next Story

Gujarati News - I am Gujarat: ગુજરાત, દેશ, વિદેશ, શિક્ષણ, બિઝનેસ, મૂવી, જ્યોતિષ, ધર્મ, સ્પોર્ટ્સના લેટેસ્ટ સમાચાર ઉપરાંત વાયરલ ન્યૂઝ મેળવવા માટે ડાઉનલોડ કરો IamGujaratની એપ
તમામ તાજી ખબરો માટે I am Gujarat ફેસબૂકપેજને લાઈક કરો