એપશહેર

Malika Arora નહોતી 'છૈયા છૈયા' ગીત માટે પહેલી પસંદ, આ અભિનેત્રીને લેવા માગતી હતી કોરિયોગ્રાફર ફરાહ ખાન

Malaika Arora Was not First Choice for Chaiyya Chaiyya Song: શાહરૂખ ખાનની ફિલ્મ 'દિલ સે'ના ગીત 'છૈયા છેયા' તમને યાદ જ હશે. આ ગીતમાં મલાઈકા અરોરાએ જોરદાર ડાન્સ કર્યો હતો અને તે જોઈને આજે પણ થિરકવાનું મન થઈ જાય છે. હાલમાં જ ફરાહ ખાને જણાવ્યું કે, આ ગીત માટે મલાઈકા અરોરા તેની પહેલી પસંદ નહોતી. મલાઈકાના સ્થાને કોને લેવાની હતી તેનો પણ ખુલાસો થયો છે.

Authored byશિવાની જોષી | I am Gujarat 5 Dec 2022, 3:39 pm

હાઈલાઈટ્સ:

  • 1998માં રિલીઝ થઈ હતી મણિરત્નમની ફિલ્મ 'દિલ સે'.
  • 'છૈયા છૈયા' ગીતમાં ચાલતી ટ્રેનની ઉપર ડાન્સ કરવાનો હતો.
  • મલાઈકા અરોરા નહીં શિલ્પા શેટ્ટી હતી આ ગીત માટે પહેલી પસંદ.
હાઈલાઈટ ટેક્સ્ટ
I am Gujarat chaiyya chaiyya 1200
મણિરત્નમે બોલિવુડને એકથી એક ચઢિયાતી ફિલ્મો આપી છે. જેમાં 'દિલ સે', 'રોઝા', 'ગુરુ' અને 'પોન્નિયન સેલ્વન'નો સમાવેશ થાય છે. 'દિલ સે' ફિલ્મનું ગીત 'છૈયા છૈયા' આજે પણ એટલું જ લોકપ્રિય છે. ગીતની કોરિયોગ્રાફર ફરાહ ખાને હાલમાં જ આ ગીત સાથે જોડાયેલો એક મોટો ખુલાસો કર્યો છે. ફરાહ ખાને જણાવ્યું કે, 1998માં આવેલી આ ફિલ્મના ગીત માટે મલાઈકા અરોરા તેની પહેલી પસંદ નહોતી.
નાની બહેનનું અત્યારથી જ ધ્યાન રાખે છે લિયાના! દેબિના બેનર્જીએ શેર કરી દીકરીઓની ક્યૂટ તસવીર

શિલ્પા શેટ્ટી હતી પહેલી પસંદ

ફરાહ અલી ખાન ટૂંક સમયમાં જ મલાઈકા અરોરાના શો 'મૂવિંગ ઈન વિધ મલાઈકા'માં ગેસ્ટ તરીકે જોવા મળવાની છે. શોમાં તે નેવુંના દશકાના ગીતો અંગે કેટલાય રહસ્યો છતાં કરશે. રિપોર્ટ્સ પ્રામણે, ફરાહ ખાને ખુલાસો કર્યો છે કે, 'છૈયા છૈયા' ગીત માટે તેમની પહેલી પસંદ શિલ્પા શેટ્ટી હતી. પરંતુ શિલ્પા શેટ્ટીને ટ્રેન પર ચડતાં બીક લાગતી હતી. જે બાદ શિલ્પા શિરોડકર અને અન્ય 2-3 અભિનેત્રીઓને ગીતની ઓફર આપી હતી. પરંતુ કોઈએ ટ્રેન પર ચડીને ડાન્સ કરવાની તૈયારી ના દર્શાવી.

કઈ રીતે થઈ મલાઈકાની પસંદગી?

ફરાહ ખાને જણાવ્યું કે, જ્યારે તે આ ગીત માટે હીરોઈન શોધી રહી હતી ત્યારે તેના મેકઅપમેને યાદ અપાવ્યું કે, મલાઈકા ખૂબ સારો ડાન્સ કરે છે. મલાઈકાને ગીતની ઓફર આપવામાં આવી પરંતુ તે ટ્રેન પર ચડી ત્યારે ફરાહ ખાન ડરી ગઈ હતી. તેને થતું હતું કે, તે સરખી રીતે સ્ટેપ્સ કરી શકશે કે નહીં. જોકે, મલાઈકાએ જે રીતે શોટ પૂરો કર્યો તેની ચર્ચા આજે પણ થાય છે.

જયપુરમાં થયા હંસિકા મોટવાણીના ગ્રાન્ડ વેડિંગ, સોહેલે માંગમાં સિંદૂર ભરતાં હરખાઈ

મલાઈકાનો નવો શો

મલાઈકા અરોરાનો નવો શો 5 ડિસેમ્બરથી ઓટીટી પ્લેટફોર્મ પર પ્રસારિત થયો છે. 'મૂવિંગ ઈન વિથ મલાઈકા'માં તે ખુલીને સામે આવશે. ફેન્સથી લઈને હેટર્સ બધા જ સામે મલાઈકા પોતાની જિંદગીના વિવિધ પાસા મૂકવા માગે છે. આ શોમાં ફરાહ ખાન, કરીના કપૂર વગેરે જેવા તેના મિત્રો મહેમાન બનીને આવશે. જોકે, આ અંગેની કોઈ ઓફિશિયલ જાણકારી હજી સુધી સામે નથી આવી.
લેખક વિશે
શિવાની જોષી
શિવાની જોષી છેલ્લા સાત વર્ષથી વધુ સમય કરતાં પત્રકારત્વના ક્ષેત્રમાં છે. કારકિર્દીની શરૂઆતથી જ તેઓ ન્યૂઝ એડિટિંગના કામનો અનુભવ ધરાવે છે. તેમણે ગુજરાત યુનિવર્સિટી સંલગ્ન કોલેજમાંથી ગ્રેજ્યુએશન (બીકોમ) કર્યું છે. ત્યારબાદ ગુજરાત યુનિવર્સિટીના જ માસ કમ્યુનિકેશન, જર્નાલિઝમ એન્ડ પબ્લિક રિલેશન ડિપાર્ટમેન્ટમાંથી પોસ્ટ ગ્રેજ્યુએશનની ડિગ્રી મેળવી અને પત્રકારત્વના ક્ષેત્રે જોડાયા. તેઓ વીટીવી ન્યૂઝ, એબીપી અસ્મિતા જેવી ન્યૂઝ ચેનલ સાથે કામ કરી ચૂક્યા છે.... વધુ વાંચો

Read Next Story