એપશહેર

પોલીસ પૂછપરછના બીજા દિવસે 'દિલ બેચારા'ની એક્ટ્રેસ સંજનાએ છોડ્યું મુંબઈ

શિવાની જોષી | TNN 2 Jul 2020, 10:44 am
I am Gujarat dil bechara actress sanjana sanghi bids adieu to mumbai
પોલીસ પૂછપરછના બીજા દિવસે 'દિલ બેચારા'ની એક્ટ્રેસ સંજનાએ છોડ્યું મુંબઈ


મુંબઈ પોલીસે નોંધ્યું સંજનાનું નિવેદન

રેણુકા વ્યવહારે: મુંબઈ પોલીસ હાલ સુશાંત સિંહ રાજપૂતના આત્મહત્યા કેસની તપાસ કરી રહી છે. પોલીસે સુશાંતના પરિવાર, મિત્રો અને ફિલ્મ ઈન્ડસ્ટ્રીના લોકોની પૂછપરછ કરી છે. રવિવારે મુંબઈ પોલીસના ડીસીપી અભિષેક ત્રિમુખેએ જણાવ્યું હતું કે, તેઓ દરેક એંગલથી કેસની તપાસ કરી રહ્યા છે. મંગળવારે સુશાંતની છેલ્લી ફિલ્મ ‘દિલ બેચારા’ની એક્ટ્રેસ સંજના સાંઘીને પણ પોલીસે પૂછપરછ માટે બોલાવી હતી. પોલીસે લગભગ 7 કલાક સુધી સંજનાની પૂછપરછ કરી હતી.હવે ટેલિગ્રામ પર મેળવો દરેક મહત્વના સમાચાર, અમારી ચેનલ સબસ્ક્રાઈબ કરવા ક્લિક કરો

પૂછપરછ પછી દિલ્હી જતી રહી સંજના

પોલીસ પૂછપરછના એક દિવસ બાદ એટલે કે બુધવારે સંજના સાંઘી દિલ્હી જવા રવાના થઈ હતી. મૂળ દિલ્હીની રહેવાસી સંજના મુંબઈ છોડીને પરિવાર પાસે પરત ફરી છે. જો કે, મુંબઈ છોડતાં પહેલા સંજનાએ ગૂઢાર્થવાળી પોસ્ટ મૂકી હતી. સંજનાએ ઈન્સ્ટાગ્રામ સ્ટોરીમાં પોતાની તસવીર શેર કરીને મુંબઈને અલવિદા કહ્યું હતું.

ગૂઢાર્થવાળી પોસ્ટ મૂકી

દિલ્હી જતી વખતે મૂકેલી પોસ્ટસંજનાએ લખ્યું, “ખુદા હાફિઝ મુંબઈ…4 મહિના પછી તમારા દર્શન થયા. હું દિલ્હી પાછી જઉં છું. તમારા રસ્તા થોડા અલગ લાગ્યા, સૂમસામ હતા, કદાચ મારા દિલમાં જે દુઃખ્યું છે તે મારો દ્રષ્ટિકોણ બદલી રહ્યું છે. અથવા કદાચ તમે પણ થોડા દુઃખી છો. મળીશું? જલદી અથવા કદાચ નહીં.”

સંજનાએ છેડછાડના આરોપોને પાયાવિહોણા ગણાવ્યા હતા

દિલ બેચારામાં સંજના-સુશાંતઅહેવાલો પ્રમાણે, સંજનાએ મુંબઈ પોલીસને આપેલા નિવેદનમાં સુશાંત પર લાગેલા કથિત છેડછાડના આરોપોને ફગાવ્યા છે. 2018માં અફવા ઉડી હતી કે સુશાંત તેની ફિલ્મ કિઝ્ઝી ઔર મન્ની (‘દિલ બેચારા’નું અગાઉનું નામ)ની એક્ટ્રેસ સંજનાને ઓવર-ફ્રેન્ડલી વર્તનથી વ્યથિત કરી રહ્યો છે. એવી અફવા હતી કે સંજનાએ સુશાંત પર શારીરિક છેડતીના આરોપ લગાવ્યા છે.

ઈન્સ્ટાગ્રામ પર કરી હતી સ્પષ્ટતા

સંજનાએ ઈન્સ્ટાગ્રામ પર મૂકેલી પોસ્ટ19 ઓક્ટોબર 2018ના રોજ અમારા સહયોગી TOIએ આ મામલે સુશાંત સાથે વાત કરી હતી ત્યારે એક્ટરે કહ્યું હતું કે, ‘મને ફસાવાઈ રહ્યો છે.’ ખોટા આરોપો લાગ્યા બાદ સુશાંતે સંજના સાથેની ચેટના સ્ક્રીનશોટ પણ શેર કર્યા હતા. જે બાદ 23 ઓક્ટોબર 2018ના રોજ સંજનાએ આરોપોને ખોટા ગણાવતાં ઈન્સ્ટાગ્રામ પર સ્પષ્ટતા કરતી પોસ્ટ પણ મૂકી હતી. આરોપોની અફવા ઉડી ત્યારે સંજના તેની મમ્મી સાથે યુએસમાં હતી અને પરત ફર્યા પછી તેને આ વાતની જાણ થઈ હતી.

સંજનાનો સંપર્ક ના થઈ શક્યો

સંજનાએ એકાએક મુંબઈ છોડી દેતાં અમારા સહયોગીએ ‘દિલ બેચારા’ના ડિરેક્ટર મુકેશ છાબડા અને એક્ટ્રેસનો સંપર્ક કરવાનો પ્રયાસ કર્યો હતો. પરંતુ તેઓ સાથે વાત થઈ શકી નહોતી.
લેખક વિશે
શિવાની જોષી
શિવાની જોષી છેલ્લા સાત વર્ષથી વધુ સમય કરતાં પત્રકારત્વના ક્ષેત્રમાં છે. કારકિર્દીની શરૂઆતથી જ તેઓ ન્યૂઝ એડિટિંગના કામનો અનુભવ ધરાવે છે. તેમણે ગુજરાત યુનિવર્સિટી સંલગ્ન કોલેજમાંથી ગ્રેજ્યુએશન (બીકોમ) કર્યું છે. ત્યારબાદ ગુજરાત યુનિવર્સિટીના જ માસ કમ્યુનિકેશન, જર્નાલિઝમ એન્ડ પબ્લિક રિલેશન ડિપાર્ટમેન્ટમાંથી પોસ્ટ ગ્રેજ્યુએશનની ડિગ્રી મેળવી અને પત્રકારત્વના ક્ષેત્રે જોડાયા. તેઓ વીટીવી ન્યૂઝ, એબીપી અસ્મિતા જેવી ન્યૂઝ ચેનલ સાથે કામ કરી ચૂક્યા છે.... વધુ વાંચો

Read Next Story

Gujarati News - I am Gujarat: ગુજરાત, દેશ, વિદેશ, શિક્ષણ, બિઝનેસ, મૂવી, જ્યોતિષ, ધર્મ, સ્પોર્ટ્સના લેટેસ્ટ સમાચાર ઉપરાંત વાયરલ ન્યૂઝ મેળવવા માટે ડાઉનલોડ કરો IamGujaratની એપ
તમામ તાજી ખબરો માટે I am Gujarat ફેસબૂકપેજને લાઈક કરો