એપશહેર

53 વર્ષે પણ સલમાન સિંગલ હોવાથી ભાઈ અરબાઝે આ વ્યક્તિને આપી દીધી લગ્નની ઓફર

મિત્તલ ઘડિયા | I am Gujarat 24 Oct 2019, 1:35 pm
દબંગ સીરિઝની ત્રીજી ફિલ્મ દબંગ 3નું ગઈકાલે ટ્રેલર લોન્ચ થયું, ટ્રેલરના લોન્ચિંગ સમયે સલમાન ખાન, સોનાક્ષી સિન્હા, આ ફિલ્મથી ડેબ્યૂ કરનારી એક્ટ્રેસ સાઈ માંજરેકર સહિત આખી ટીમ ઉપસ્થિત રહી. જ્યાં સલમાન ખાન મસ્તીના મૂડમાં જોવા મળ્યો સાથે તેવો પણ ઈશારો કરી દીધો કે તે સિંગલ છે.હવે ટેલિગ્રામ પર મેળવો દરેક મહત્વના સમાચાર, અમારી ચેનલ સબસ્ક્રાઈબ કરવા ક્લિક કરો:લોન્ચિંગ ઈવેન્ટમાં જ્યારે ચુલબુલ પાંડેના લગ્નને લઈને સવાલ કરવામાં આવ્યો તો સલમાને હસીને કહ્યું કે ચુલબુલ પાંડેના લગ્નનો તો થઈ ચૂક્યા છે અને સોનાક્ષી તરફ ઈશારો કરતાં કહ્યું કે જુઓ તેની વાઈફ પણ કેટલી સેક્સી છે.જેણે સવાલ પૂછ્યો હતો કે રિપોર્ટરની મજાક ઉડાવતા સલમાને કહ્યું કે, ‘હું તમને આનાથી સારો સવાલ કહું છું જે ઘણા સમયથી સાંભળતો આવ્યો છું. તમે મને એમ પૂછો કે હું લગ્ન ક્યારે કરીશ’. તો સલમાનની વાત અધવચ્ચેથી કાપતાં અરબાઝે કહ્યું કે, ‘સલમાન અવેલેબલ છે તો તમે જ કરી લો લગ્ન. તમે એમ પૂછી લો કે મુજસે શાદી કરોગે ક્યાં?’જ્યારે ફિલમની વાત થઈ તો અરબાઝે જણાવ્યું કે આ વખતે સલમાને ‘દબંગ 3’માં વધારે રસ લીધો છે. અરબાઝના આ સવાલ પર મજાક કરતાં સલમાને કહ્યું કે, ‘અરબાઝે ક્લીયર કરી દીધું છે કે ભાઈની ફિલ્મ ઊંધા માથે પછડાઈ તો તે સલમાનના કારણે જ થશે’.કરીનાથી આલિયા સુધી, બ્રેકફાસ્ટમાં આ ફૂડ્સ ખાય છે બોલિવૂડ એક્ટ્રેસ
લેખક વિશે
મિત્તલ ઘડિયા
મિતલ ગઢીયા છેલ્લા સાત વર્ષ કરતાં વધુ સમયથી પત્રકારત્વ ક્ષેત્ર સાથે જોડાયેલા છે. શરૂઆતથી જ તેઓ ન્યૂઝ એડિટર તરીકે કામ કરી રહ્યા છે. તેમણે ગુજરાત યુનિવર્સિટીમાંથી B.Com અને માસ્ટર ઈન માસ કોમ્યુનિકેશન એન્ડ જર્નાલિઝન ડિપાર્ટમેન્ટમાંથી પોસ્ટ ગ્રેજ્યુશનની ડિગ્રી મેળવી છે. તેઓ વીટીવી ન્યૂઝ, એબીપી અસ્મિતા અને ટીવી 9 જેવી ન્યૂઝ ચેનલ સાથે કામ કરી ચૂક્યા છે.... વધુ વાંચો

Read Next Story

Gujarati News - I am Gujarat: ગુજરાત, દેશ, વિદેશ, શિક્ષણ, બિઝનેસ, મૂવી, જ્યોતિષ, ધર્મ, સ્પોર્ટ્સના લેટેસ્ટ સમાચાર ઉપરાંત વાયરલ ન્યૂઝ મેળવવા માટે ડાઉનલોડ કરો IamGujaratની એપ
તમામ તાજી ખબરો માટે I am Gujarat ફેસબૂકપેજને લાઈક કરો