એપશહેર

'દોસ્તાના 2'માં કાર્તિક આર્યનની લવર નહીં, બહેન બનશે જાહ્નવી કપૂર

Shailesh Thakkar | I am Gujarat 7 Jul 2019, 4:46 pm
જ્યારથી કરણ જોહરે પોતાની સુપરહિટ ફિલ્મ ‘દોસ્તાના’ની સીક્વલની ઘોષણા કરી છે ત્યારથી તેના ઘણી ચર્ચા થઈ રહી છે. કરણે જણાવ્યું હતું કે. આ ફિલ્મમાં કાર્તિક આર્યન અને જાહ્નવી કપૂર લીડ રોલમાં હશ અને ત્યારથી લોકો આ બંનેની ઑનસ્ક્રીન કેમિસ્ટ્રી જોવા માટે આતુર હતા. જોકે, તાજેતરમાં આવેલા રિપોર્ટ્સનું માનીએ તો કાર્તિક અને જાહ્નવી ફિલ્મમાં એકબીજા સાથે રોમાન્સ કરતા જોવા નહીં મળે. કારણ કે, ફિલ્મમાં તે ભાઈ-બહેનના રોલમાં જોવા મળશે. ફિલ્મ સાથે જોડાયેલા એક નજીકના સૂત્રે જણાવ્યું કે, કાર્તિક અને જાહ્નવી મોટા પડદા પર સગા ભાઈ-બહેનના રૂપમાં જોવા મળશે. જો એવું છે તો બધાના મનમાં એ સવાલ જરૂર આવશે કે, આખરે જાહ્નવીના ઑપોઝિટ દેખાશે? જણાવવામાં આવી રહ્યું છે કે, ફિલ્મમાં થર્ડ લીડ તરીકે કોઈ ફ્રેશ ફેસને લેવામાં આવી શકે છે. કહેવામાં આવી રહ્યું છે કે, આ ફિલ્મ દ્વારા કરણ એક વધુ નવા ચહેરાને બોલિવૂડમાં ઈન્ટ્રોડ્યૂસ કરશે. રિપોર્ટ્સનું માનીએ તો આ થર્ડ લીડનું કેરેક્ટર ફિલ્મમાં કાર્તિક અને જાહ્નવી બંનેનો લવ ઈન્ટરેસ્ટ હશે. હવે, ફિલ્મ સાથે જોડાયેલી અન્ય કેટલીક રસપ્રદ વાતો વિશે રાહ જોવાની રહી.

Read Next Story

Gujarati News - I am Gujarat: ગુજરાત, દેશ, વિદેશ, શિક્ષણ, બિઝનેસ, મૂવી, જ્યોતિષ, ધર્મ, સ્પોર્ટ્સના લેટેસ્ટ સમાચાર ઉપરાંત વાયરલ ન્યૂઝ મેળવવા માટે ડાઉનલોડ કરો IamGujaratની એપ
તમામ તાજી ખબરો માટે I am Gujarat ફેસબૂકપેજને લાઈક કરો