એપશહેર

આગામી વીકથી શરૂ થશે સંજય દત્તની કિમોથેરાપીની બીજી સાઈકલ

ફેફસાંના કેન્સરથી ઝઝૂમી રહેલા સંજય દત્તે ખૂબ જ સારી રીતે કિમોથેરાપીની પ્રથમ સાઈકલ પૂરી કરી લીધી છે

I am Gujarat 6 Sep 2020, 12:10 am
બોલિવૂડનો દિગ્ગજ અભિનેતા સંજય દત્ત ફેફસાંના કેન્સરથી ઝઝૂમી રહ્યો છે અને તેની કિમોથેરાપીની પ્રથમ સાઈકલ પૂરી થઈ ગઈ છે. બીજી સાઈકલ આવતા સપ્તાહે શરૂ થશે. શક્યતા છે કે, તે 7 અથવા 8 સપ્ટેમ્બરે શરૂ થશે. સંજય દત્તે પ્રથમ સાઈકલને સારી રીતે પૂરી કરી છે અને બીજી પર સારી રહેશે તેવી આશા છે. હજુ સુધી એ ખબર પડી શકી નથી કે, કેટલી સાઈકલની જરૂરિયાત રહેશે. કિમોથેરાપી લેવી સરળ નથી.
I am Gujarat dutt second chemotherapy cycle to begin next week
આગામી વીકથી શરૂ થશે સંજય દત્તની કિમોથેરાપીની બીજી સાઈકલ


ભારતમાં જ ટ્રિટમેન્ટનો વિકલ્પ પસંદ કર્યો

સંજય દત્તે લંગ કેન્સરની સારવાર માટે અમેરિકા જવાનો વિચાર કર્યો હતો. એ પણ કહેવામાં આવી રહ્યું હતું કે, આના માટે તેણે વીઝા લઈ લીધા હતા પણ બાદમાં ન જવાનો નિર્ણય કર્યો અને મુંબઈની એક હોસ્પિટલમાં સારવારનો વિકલ્પ પસંદ કર્યો. હજુ સંજય દત્તના ઈલાજ માટે વિદેશ જવા અંગે કહી શકાય તેમ નથી. કદાચ તે કોવિડ-19ના ગ્રાફ પર નિર્ભર કરશે. દત સપ્તાહે સંજય દત્તને શ્વાસ લેવામાં તકલીફ બાદ હોસ્પિટલમાં એડમિટ કરાયો હતો જ્યાં તેને કેન્સરની જાણ થઈ હતી.

સંજય દત્તના અપકમિંગ પ્રોજેક્ટ્સ

સંજય દત્ત પાસે 'સમશેરા', 'RRR' અને 'પૃથ્વીરાજ' જેવી મોટી ફિલ્મો છે અને એ મેકર્સ માટે સરળ નહીં રહે જેમનો પ્રોજેક્ટ તમામ રીતે પૂરો ન થાય. સંજયે ઘોષણા કરી હતી કે, તે એક બ્રેક લઈ રહ્યો છે અને એ સ્પષ્ટ છે કે, જ્યાં સુધી ફિટ નહીં થઈ જાય તે કમબેક નહીં કરે. જે ફિલ્મો ચાલુ છે તેના માટે કોઈ નિર્ણય લેવા પડશે. ઘણા બધા મેકર્સ પોતાની ફિલ્મોને લઈને ચિંતામાં આવી ગયા છે.

Read Next Story

Gujarati News - I am Gujarat: ગુજરાત, દેશ, વિદેશ, શિક્ષણ, બિઝનેસ, મૂવી, જ્યોતિષ, ધર્મ, સ્પોર્ટ્સના લેટેસ્ટ સમાચાર ઉપરાંત વાયરલ ન્યૂઝ મેળવવા માટે ડાઉનલોડ કરો IamGujaratની એપ
તમામ તાજી ખબરો માટે I am Gujarat ફેસબૂકપેજને લાઈક કરો