એપશહેર

Urvashi Rautelaને પરિણીત સિંગરે કર્યું પ્રપોઝ, 2 લગ્ન થઈ ચૂક્યા છે અને ચાર બાળકોનો છે પિતા

અભિનેત્રી અને મોડલ ઉર્વશી રૌતેલાએ તાજેતરમાં એક વાતચીત દરમિયાન પોતાને મળતા પ્રપોઝલ વિશે વાતચીત કરી હતી. ઉર્વશી રૌતેલાએ જણાવ્યું કે, ઈજિપ્તના એક સિંગરે તેને લગ્ન માટે પ્રપોઝ કર્યુ હતું. તે સિંગરના બે લગ્ન થઈ ગયા છે અને તે ચાર બાળકોના પિતા છે. ઉર્વશીએ જણાવ્યું કે તેણે આ પ્રપોઝલનો ઈનકામ કેમ કર્યો હતો.

Edited byZakiya Vaniya | TNN 10 Aug 2022, 1:32 pm
બોલિવૂડ ડીવા ઉર્વશી રૌતેલા હંમેશા ગ્લેમરને કારણે ચર્ચામાં રહેતી હોય છે. અને તાજેતરમાં જ ઉર્વશીએ ખુલાસો કર્યો છે કે તેને અલગ અલગ જગ્યાઓથી લગ્ન માટે પ્રપોઝલ પળ મળી રહ્યા છે. એક વાતચીત દરમિયાન જ્યારે ઉર્વશીને પૂછવામાં આવ્યું કે, શું તેને અત્યાર સુધી લગ્નનું કોઈ અજીબોગરીબ પ્રપોઝલ મળ્યું છે? તો તેના જવાબમાં ઉર્વશીએ જણાવ્યું કે એક સિંગરે તેને પ્રપોઝ કર્યુ હતું. જો કે ઉર્વશીએ તે ઓફર ફગાવી દીધી હતી, કારણકે તે સિંગરના પહેલા પણ બે લગ્ન થઈ ચૂક્યા હતા અને તે ચાર બાળકોનો પિતા હતો.
I am Gujarat urvashi rautela
ઉર્વશી રૌતેલાએ શેર કર્યો અનુભવ.


Vijay Deverakondaને ડેટ કરી રહી હોવા અંગે પૂછતાં જ Rashmika Mandannaએ ગુસ્સો કરતાં કહ્યું,'લોકો એક જ સવાલ કેમ કરી રહ્યા છે?'
ઉર્વશીએ એક મનોરંજનને લગતા પોર્ટલ સાથેની વાતચીતમાં આ બાબતે ખુલીને વાત કરી હતી. તેણે કહ્યું કે, મને ઘણાં પ્રપોઝલ મળી રહ્યા છે. એક પ્રપોઝલ એવો પણ હતો કે જેમાં બે સંસ્કૃતિઓ વચ્ચે ઘણો તફાવત હતો. દરેક વ્યક્તિએ પોતાના પરિવાર વિશે પણ વિચારવાનું હોય છે, ખાસકરીને મહિલાઓએ આ બાબતોનું ધ્યાન રાખવું પડે છે, કારણકે તેમનું જીવન એટલું સરળ નથી હોતુ.

ઉર્વશીએ જણાવ્યું કે પ્રપોઝ કરનારા ઈજિપ્તના સિંગર સાથે તેની મુલાકાત દુબઈમાં થઈ હતી. ઉર્વશીએ કહ્યું કે, તે ઈજિપ્તના એક સિંગર હતા અને તેમની પહેલાથી બે પત્નીઓ અને બાળકો છે. હું એવો કોઈ નિર્ણય લેવા નહોતી માંગતી જેનાથી લગ્ન કરીને મારે આટલુ દૂર રહેવુ પડે. ઉલ્લેખનીય છે કે ઉર્વશીએ વાતચીત દરમિયાન આ સિંગરનું નામ નથી જણાવ્યું. પરંતુ તેના ઈન્ટર્વ્યુના આ વીડિયો પર કમેન્ટ કરીને સંભાવના વ્યક્ત કરી છે કે તે સિંગર મોહમ્મદ રમઝાન હોઈ શકે છે. આ સિંગર સાથે ઉર્વશીનો એક મ્યુઝિક વીડિયો પણ રીલિઝ થયો હતો.

શું Sara Ali Khanને ડેટ કરવા માગે છે Vijay Deverakonda? જવાબ સાંભળીને પડી જશે એક્ટ્રેસનું મોં
વર્ક ફ્રંટની વાત કરીએ તો ઉર્વશી રોતૈલાએ વર્ષ 2013માં ફિલ્મ સિંહ સાહબ ધ ગ્રેટથી એક્ટિંગ ડેબ્યુ કર્યુ હતું. આ ફિલ્મમાં તેની સાથે સની દેઓલ અને અમૃતા રાવ લીડ રોલમાં હતા. ઉર્વશી ટૂંક સમયમાં એક વેબ સીરિઝમાં રણદીપ હુડ્ડા સાથે જોવા મળશે. આ સિવાય તે બ્લેક રોઝ નામની ફિલ્મમાં પણ કામ કરી રહી છે, જે શેક્સપિયરના નાટક મર્ચન્ટ ઓફ વેનિસ પર આધારિત છે.

Read Next Story