એપશહેર

Engineer's Day: બોલીવુડના આ એક્ટર્સ ક્યારેક હતાં એન્જિનિયરિંગનાં સ્ટૂડન્ટ્સ

એન્જિનિયરિંગ અને આર્ટનો આ એક્ટર્સે સાધ્યો છે અનોખો સમન્વય

I am Gujarat 15 Sep 2020, 12:16 pm
એન્જિનિયરિંગ અને એક્ટિંગને આમ તો ન્હાવા-નીચોડવાનો પણ સંબંધ નથી. જોકે, જેના દિલમાં એક્ટિંગનું ઝનૂન હોય તે વ્યક્તિ ગમે તે ફિલ્ડમાં કેમ ના હોય, તે કોઈકને કોઈક રીતે તો ગ્લેમર વર્લ્ડમાં ખેંચાઈ જ આવે છે. એક તરફ, બોલીવુડમાં એવા કેટલાય એક્ટર્સ છે કે જેમણે કોલેજ તો ક્યારેય જોઈ નથી, તો કેટલાકે ભણવાનું અધવચ્ચે જ છોડી દીધું હતું. તો બીજી તરફ, કેટલાક એક્ટર્સ એવા પણ છે કે જે એન્જિનિયરિંગના સ્ટૂડન્ટ હતા. જોકે, આજે એન્જિનિયર્સ ડે છે, ત્યારે વાત કરીએ કેટલાક એવા એક્ટર્સની જે એન્જિનિયરિંગની ડિગ્રી ધરાવતા હોવા છતાંય આજે ગ્લેમર વર્લ્ડમાં પોતાનું નામ જમાવીને બેઠા છે.
I am Gujarat engineers day 2020 do you know how many bollywood actors were engineering students
Engineer's Day: બોલીવુડના આ એક્ટર્સ ક્યારેક હતાં એન્જિનિયરિંગનાં સ્ટૂડન્ટ્સ


સુશાંત સિંહ રાજપૂત

આ યાદીમાં પહેલું નામ સુશાંતનું લેવું પડે. આજે તે આપણી વચ્ચે નથી, પરંતુ સુશાંત પોતાના ભણતરના દિવસોમાં જિનિયસ સ્ટૂડન્ટ હતો. એક્ટર બનતા પહેલા તેનું સપનું એન્જિનિયર બનવાનું હતું. તે દિલ્હી કોલેજ ઓફ એન્જિનિયરિંગ એન્ટ્રન્સ એક્ઝામિનેશન 2003માં આખા દેશમાં સાતમા નંબરે આવ્યો હતો. તેણે મિકેનિકલ એન્જિનિયરિંગનો અભ્યાસ પણ શરુ કર્યો હતો, પરંતુ પોતાના એક્ટિંગના ઝનૂનને પૂરું કરવા તેણે છેક ત્રીજા વર્ષમાં અભ્યાસ છોડી દીધો હતો.

તાપસી પન્નુ

તાપસી પન્નુ બ્યૂટી અને બ્રેઈનનું પર્ફેક્ટ ઉદાહરણ છે. તે નવી દિલ્હીની જીટીબી ઈન્સ્ટિટ્યૂટ ઓફ ટેક્નોલોજીમાંથી કમ્પ્યુટર સાયન્સ એન્જિનિયરિંગની ડિગ્રી ધરાવે છે. તેણે પોતાના ફ્રેન્ડ્સ સાથે મળીને એક મોબાઈલ એપ પણ બનાવી હતી. જોકે, તેણે ગ્લેમર વર્લ્ડમાં આવવા માટે પોતાનો ટેક્નોલોજી પ્રત્યેનો પ્રેમ પડતો મૂક્યો હતો. તાપસીએ પોતાની કરિયરની શરુઆત સાઉથ ઈન્ડિયન ફિલ્મોથી કરી હતી. જોકે, તેની ટેલેન્ટને જોતા તેને બોલીવુડમાં પણ જલ્દી બ્રેક મળી ગયો હતો.

કાર્તિક આર્યન

કાર્તિક બાયોટેક્નોલોજીમાં બી.ટેક કરી રહ્યો હતો, અને તે જ વખતે તેને ફિલ્મ પણ મળી ગઈ હતી. પાછળથી તેણે એવું પણ સ્વીકાર્યું હતું કે તેનું એક્ટિંગનું સપનું પૂરું થઈ શકે તે માટે જ તેણે એન્જિનિયરિંગનો અભ્યાસ કર્યો હતો. તેને ડર હતો કે જો તે ભણવામાં ધ્યાન નહીં આપે તો તેને ગ્વાલિયરમાંથી તેના માતા-પિતા બહાર નહીં નીકળવા દે. આખરે તે મુંબઈમાં એન્જિનિયરિંગનું ભણવા જવાનું કહી હોમટાઉનમાંથી નીકળ્યો હતો.

ક્રિતી સેનન

પોતાની સ્ટૂડન્ટ લાઈફના દિવસોમાં ક્રિતી ભણેશરી છોકરી હતી. તે ઈલેક્ટ્રોનિક્સ એન્ડ કોમ્યુનિકેશન એન્જિનિયરિંગમાં બીટેકની ડિગ્રી ધરાવે છે. કોલેજના બીજા વર્ષ સુધી તે આખો દિવસ પુસ્તકોમાં જ ઘૂસેલી રહેતી. જ્યાં સુધી નક્કી કર્યા પ્રમાણેનો અભ્યાસ ના થઈ જાય ત્યાં સુધી તે ના તો સૂઈ શકતી, કે ના સરખું જમી શકતી. તે ચાલતા-ચાલતા વાંચવાની આદત ધરાવતી હતી. જોકે, તેણે 2014માં હીરોપંતી ફિલ્મથી બોલીવુડમાં એન્ટ્રી કરતાં જ એન્જિનિયરિંગને બાય-બાય કહી દીધું હતું.

વિકી કૌશલ

વિકી મુંબઈની રાજીવ ગાંધી ઈન્સ્ટિટ્યૂટ ઓફ ટેક્નોલોજીમાં ટેલીકોમ્યુનિકેશનનો સ્ટૂડન્ટ હતો. જોકે, ગ્રેજ્યુએશન પૂરું કરતાં જ તેણે પોતાનું સંપૂર્ણ ધ્યાન એક્ટિંગ પર ફોકસ કર્યું હતું. તે સ્ટ્રગલ કરી રહ્યો હતો ત્યારે પણ તેને કદીય એવો અહેસાસ નહોતો થયો કે આના કરતા એન્જિનિયરિંગ સારું હતું. વિકી જણાવે છે કે તેને ખબર હતી કે એન્જિનિયરિંગ તેની લાઈફ ક્યારેય નહીં બની શકે.

Read Next Story

Gujarati News - I am Gujarat: ગુજરાત, દેશ, વિદેશ, શિક્ષણ, બિઝનેસ, મૂવી, જ્યોતિષ, ધર્મ, સ્પોર્ટ્સના લેટેસ્ટ સમાચાર ઉપરાંત વાયરલ ન્યૂઝ મેળવવા માટે ડાઉનલોડ કરો IamGujaratની એપ
તમામ તાજી ખબરો માટે I am Gujarat ફેસબૂકપેજને લાઈક કરો