એપશહેર

ફેન્સે યામી ગૌતમને પૂછ્યુ- ડ્રગ્સ લો છો તમે? એક્ટ્રેસે આપ્યો વળતો જવાબ

બોલિવૂડમાં છેલ્લા કેટલાક દિવસોથી ડ્રગ્સના ઉપયોગને લઈને ઘણી ચર્ચાઓ ચાલી રહી છે. લોકો માને છે કે બોલીવૂડની ઘણી હસ્તીઓ કથિત રીતે ડ્રગ્સનો ઉપયોગ કરે છે

I am Gujarat 11 Oct 2020, 5:11 pm
તાજેતરમાં યામી ગૌતમની ફિલ્મ ગિન્ની વેડ્સ સની રિલીઝ થઈ છે. આ ફિલ્મને મિશ્ર પ્રતિસાદ મળી રહ્યો છે પરંતુ યામી ગૌતમના અભિનયની ખૂબ પ્રશંસા થઈ રહી છે. આ વચ્ચે યામીએ તેની ફિલ્મ રિલીઝ થયા બાદ ટ્વિટર પર ચાહકો માટે એક Ask Me Anything સેશન કર્યું હતું. આ સેશનમાં, ચાહકોએ યામી ગૌતમને ઘણા રસપ્રદ પ્રશ્નો પૂછ્યા અને યામીએ બધાને જવાબ આપ્યા.
I am Gujarat fan asked her whether she do drugs yami gautam response
ફેન્સે યામી ગૌતમને પૂછ્યુ- ડ્રગ્સ લો છો તમે? એક્ટ્રેસે આપ્યો વળતો જવાબ


ફેન્સે પુછ્યુ- ડ્રગ્સ લો છો તમે?
બોલિવૂડમાં છેલ્લા કેટલાક દિવસોથી ડ્રગ્સના ઉપયોગને લઈને ઘણી ચર્ચાઓ ચાલી રહી છે. લોકો માને છે કે બોલીવૂડની ઘણી હસ્તીઓ કથિત રીતે ડ્રગ્સનો ઉપયોગ કરે છે. યામી ગૌતમના આ સેશનમાં, તેના એક પ્રશંસકે યામીને પૂછ્યું કે શું તે ડ્રગ્સનો ઉપયોગ કરે છે. ફેને યામીને પૂછ્યું, 'યામી ગૌતમ, ડ્રગ્સ લો છો તમે? હું જાણું છું કે ઓપન પ્લેટફોર્મ પર આવો પ્રશ્ન પૂછવું એ ખૂબ મૂર્ખામી ભર્યું છે, પરંતુ જો તમે હા પડશો, તો તે મારું હૃદય તોડી નાખશે. તમારા ચાહકોને કહો કે તમે ડ્ર્ગ્સ લેતા નથી. તેના જવાબમાં યામીએ લખ્યું, 'ના, હું ડ્રગ્સ લેતી નથી અને તેની વિરુધ્ધમાં છું. ડ્રગ્સને કહો ના.'


ફેન્સે પુછ્યા અવનવા સવાલો
આ સેશનમાં, ચાહકોએ યામી ગૌતમને હજી વધુ રસપ્રદ પ્રશ્નો પૂછ્યા, જેના જવાબમાં યામીએ સીધા જવાબ આપ્યા. ઘણા ચાહકોએ યામીને તેના માટે ખાસ ફિલ્મ માટે પૂછ્યું, અને તેના જવાબમાં તેણે 'ઉરી: ધ સર્જિકલ સ્ટ્રાઈક' નું નામ લીધું. યામીએ તેના પ્રિય ક્રિકેટર તરીકે એમએસ ધોની અને રાહુલ દ્રવિડ હોવાનું જણાવ્યું અને મનપસંદ સ્ટ્રીટ ફૂડમાં પાપડી ચાટનું નામ લીધું. બીજા પ્રશ્નના જવાબમાં યામીએ કહ્યું કે જો તે અભિનેતા ન બની હોય તો તે કદાચ IAS બનવા માંગતી હતી.

Read Next Story