એપશહેર

NCBએ પ્રોડ્યૂસર ફિરોઝ નડિયાદવાલાના ઘરેથી જપ્ત કર્યું ડ્રગ્સ, પત્ની શબાનાની ધરપકડ

એનસીબીની ટીમે આ ફિલ્મ પ્રોડ્યુસરના ઘરે રેડ પાડીને ડ્રગ્સ જપ્ત કર્યું અને 5 લોકોની ધરપકડ કરી છે.

I am Gujarat 8 Nov 2020, 9:22 pm
બોલિવૂડ ફિલ્મ પ્રોડ્યુસર ફિરોઝ નડિયાદવાલાના પત્ની શબાના સઈદની ડ્રગ્સના મામલે નારકોટિક્સ કંટ્રોલ બ્યુરો (એનસીબી)એ રવિવારે ધરપકડ કરી છે. એનસીબીની ટીમે આ ફિલ્મ પ્રોડ્યુસરના ઘરે રેડ પાડીને ડ્રગ્સ જપ્ત કર્યું અને 5 લોકોની ધરપકડ કરી છે. એનસીબીના અધિકારીઓએ જણાવ્યું કે જે 5 લોકોની ધરપકડ કરવામાં આવી છે તેમાં પ્રોડ્યુસર ફિરોઝ નડિયાદવાલાના પત્ની શબાના સઈદ પણ સામેલ છે. આ પહેલા એનસીબીની ટીમે તેમની પૂછપરછ કરી હતી જ્યારે એનસીબીએ પ્રોડ્યુસર ફિરોઝ નડિયાદવાલાને સમન મોકલ્યુ હતું.
I am Gujarat w3


એનસીબી, મુંબઈના ઝોનલ ડાયરેક્ટર સમીર વાનખેડેએ મીડિયા સાથેની વાતચીતમાં જણાવ્યું કે ફિલ્મ પ્રોડ્યુસર ફિરોઝ નડિયાદવાલાના પત્નીની ડ્રગ્સના મામલે રવિવારે ધરપકડ કરવામાં આવી છે.

એવું પણ જાણવા મળી રહ્યું છે કે બે સ્વતંત્ર સાક્ષીઓની હાજરીમાં ફિરોઝ નડિયાદવાલાના ઘરની તપાસ કરવામાં આવી હતી. તેમના ઘરની તપાસ બાદ શબાના સઈદને નોટિસ જાહેર કરવામાં આવી. ત્યારબાદ તેમનું નિવેદન નોંધીને તેમની ધરપકડ કરવામાં આવી.

મીડિયા રિપોર્ટ્સ અનુસાર, એનસીબીની ટીમે રવિવારે મુંબઈના મલાડ, અંધેરી, લોખંડવાલા, ખારઘર અને કોપરખેરમાં દરોડા પાડ્યા હતા. અહીં નોંધનીય છે કે બોલિવૂડના પ્રોડ્યુસર ફિરોઝ નડિયાદવાલાએ 'ફિર હેરાફેરી', 'આવારા પાગલ દીવાના', 'વેલકમ', 'આન: મેન એટ વર્ક', 'ફુલ એન્ડ ફાઈનલ' જેવી ઘણી ફિલ્મો પ્રોડ્યુસ કરી છે.

Read Next Story