એપશહેર

કેમ અરબાઝ ખાન, સોહેલ ખાન અને તેના દીકરા નિર્વાન ખાન સામે નોંધાઈ FIR?

આ બોલિવૂડ એક્ટર અરબાઝ ખાન, સોહેલ ખાન અને તેનો દીકરો નિર્વાન ખાન હોટેલમાં ક્વોરન્ટિન થવાના બદલે સીધા ઘરે જતા રહ્યા હતા.

I am Gujarat 4 Jan 2021, 11:13 pm
બોલિવૂડ એક્ટર અરબાઝ ખાન, સોહેલ ખાન અને તેનો દીકરો નિર્વાન ખાનની સામે બીએમસી (BMC)એ FIR નોંધાવી છે. આ લોકોએ મુંબઈ એરપોર્ટ પર કોરોના ગાઈડલાઈન્સનું ઉલ્લંઘન કર્યું હોવાનું જાણવા મળ્યું છે. ખાન પરિવારે એરપોર્ટ પર કોરોના ગાઈડલાઈન્સનું ઉલ્લંઘન કરવાની સાથે-સાથે તેઓ એરપોર્ટથી ભાગી ગયા હતા.
I am Gujarat w2


બીએમસી અનુસાર, બોલિવૂડ એક્ટર અરબાઝ ખાન, સોહેલ ખાન અને તેનો દીકરો નિર્વાન ખાન તારીખ 25 ડિસેમ્બરે દુબઈથી મુંબઈ આવ્યા હતા. એરપોર્ટથી હોટેલ તાજ લેન્ડ્સ એન્ડનું બુકિંગ હોવાની વાત જણાવીને તેઓ ત્રણેય ત્યાંથી બહાર નીકળી ગયા હતા. પરંતુ, આ બોલિવૂડ એક્ટર અરબાઝ ખાન, સોહેલ ખાન અને તેનો દીકરો નિર્વાન ખાન હોટેલમાં ક્વોરન્ટિન થવાના બદલે સીધા ઘરે જતા રહ્યા હતા.

રિપોર્ટ્સ મુજબ, સેક્શન 188 અને 269 હેઠળ આ કેસ દાખલ કરવામાં આવ્યો છે. લગભગ એક અઠવાડિયા સુધી તપાસ ચાલી અને ત્રણેયના નિવેદન પછી બેદરકારી જાણવા મળતા પોલીસે કેસ નોંધ્યો છે.

Read Next Story

Gujarati News - I am Gujarat: ગુજરાત, દેશ, વિદેશ, શિક્ષણ, બિઝનેસ, મૂવી, જ્યોતિષ, ધર્મ, સ્પોર્ટ્સના લેટેસ્ટ સમાચાર ઉપરાંત વાયરલ ન્યૂઝ મેળવવા માટે ડાઉનલોડ કરો IamGujaratની એપ
તમામ તાજી ખબરો માટે I am Gujarat ફેસબૂકપેજને લાઈક કરો