એપશહેર

મધર્સ ડે: શિલ્પાએ મમ્મી-સાસુને ગણાવ્યા માર્ગદર્શક, કરીનાએ કહ્યું-'દીકરાઓ મને આપે છે આશા'

મે મહિનાના બીજા રવિવારે મધર્સ ડેની ઉજવણી કરવામાં આવે છે. બોલિવુડ અને ટેલિવુડના કલાકારોએ પોતાના સોશિયલ મીડિયા અકાઉન્ટ પર આજના દિવસની ખાસ પોસ્ટ મૂકી છે.

I am Gujarat 9 May 2021, 2:27 pm

હાઈલાઈટ્સ:

  • કરીના કપૂરે મધર્સ ડે પર પોતાના બંને દીકરાઓની તસવીર પોસ્ટ કરી છે.
  • રિદ્ધિમા કપૂરે મધર્સ ડે પર મમ્મી નીતૂ કપૂર માટે ખાસ ભેટ મોકલાવી છે.
  • શિલ્પા શેટ્ટીએ પણ પોતાની મમ્મી-સાસુ અને દીકરા-દીકરી સાથેની તસવીર શેર કરી છે.
હાઈલાઈટ ટેક્સ્ટ
I am Gujarat mothers day bollywood
મે મહિનાના બીજા રવિવારે વિશ્વભરમાં મધર્સ ડેની ઉજવણી કરવામાં આવે છે. આમ તો આપણે માના ઉપકાર માનીએ તેટલા ઓછા છે પરંતુ એક ખાસ દિવસે તેને પંપાળીને, વહાલ કરીને, હૂંફ આપીને અને આરામ આપીને તેનો દિવસ ખાસ બનાવી શકીએ છીએ. આજકાલ સોશિયલ મીડિયાના જમાનામાં લોકો મા પ્રત્યેનો પ્રેમ પોતાના ઈન્સ્ટાગ્રામ કે ફેસબુક અકાઉન્ટ પર મા સાથેની ખાસ તસવીરો મૂકીને વ્યક્ત કરે છે. ત્યારે મનોરંજન ઈન્ડસ્ટ્રીના સેલેબ્સે પણ કંઈક આવી જ ખાસ પોસ્ટ મૂકીને માતૃત્વની અને માતૃત્વ દિવસની ઉજવણી કરી છે.
View this post on Instagram A post shared by Kareena Kapoor Khan (@kareenakapoorkhan)
સૌથી પહેલા વાત બોલિવુડના સ્ટાર મૉમ કરીના કપૂર ખાનની. એક્ટ્રેસ મધર્સ ડે પર પોતાના બંને દીકરાઓ સાથેની તસવીર શેર કરી છે. કરીનાના મોટા દીકરા તૈમૂરના ખોળામાં તેનો નાનોભાઈ ઊંઘી રહ્યો છે. કરીનાએ બંને દીકરાઓની તસવીર શેર કરી છે પરંતુ આ વખતે પણ તેના નાના દીકરાનો ચહેરો સ્પષ્ટ દેખાતો નથી. કરીનાએ આ તસવીર શેર કરતાં લખ્યું, "આજે આખી દુનિયા આશા પર ટકેલી છે. અને આ બંને મને આશા આપે છે...સારા ભવિષ્યની આશા આપે છે. તમામ સુંદર, મજબૂત માતાઓને મધર્સ ડેની શુભકામનાઓ. શ્રદ્ધા રાખજો."
View this post on Instagram A post shared by Karisma Kapoor (@therealkarismakapoor)


કરીના ઉપરાંત તેની બહેન કરિશ્માએ પણ મમ્મી બબીતા કપૂર અને કરીના સાથે તસવીર શેર કરતાં લખ્યું, "હું ઓળખું છું તેવી મજબૂત મમ્મીઓ. બધી જ અદ્ભૂત માતાઓને હેપી મધર્સ ડે. વર્ચ્યુઅલ હગ."
View this post on Instagram A post shared by Riddhima Kapoor Sahni (RKS) (@riddhimakapoorsahniofficial)


ઋષિ કપૂર અને નીતૂ કપૂરની દીકરી રિદ્ધિમા કપૂર સહાનીએ પણ પોતાની મમ્મી સાથેની ખાસ તસવીર શેર કરીને સૌને મધર્સ ડેની શુભકામના પાઠવી છે. રિદ્ધિમાએ લખ્યું, "હું મજબૂત મહિલા છું કારણકે મને એક સશક્ત મહિલાએ ઉછેરી છે. હેપી મધર્સ ડે મારી લોખંડી મહિલા. તને સૌથી વધુ પ્રેમ કરું છું."


રિદ્ધિમા હાલ તો દિલ્હીમાં છે. ત્યારે તેણે અને તેના પતિ ભરત સહાનીએ નીતૂ કપૂરનો આજનો દિવસ ખાસ બનાવાનો પ્રયાસ કર્યો હતો. રિદ્ધિમા અને ભરતે મુંબઈમાં રહેતા નીતૂ કપૂર માટે ખાસ ફૂલો અમે બલૂન્સ મોકલ્યા હતા. નીતૂએ દીકરી અને જમાઈનો આભાર માનતા લખ્યું, "રિદ્ધિમા અને ભરત આટલા પ્રેમ માટે ખૂબ ખૂબ આભાર. તમે મને રોજ ખાસ હોવાની અનુભૂતિ કરાવો છો. તમને બંનેને ખૂબ પ્રેમ કરું છું."
View this post on Instagram A post shared by Sara Ali Khan (@saraalikhan95)


બોલિવુડ એક્ટ્રેસ સારા અલી ખાને પણ મમ્મી સાથેની કાશ્મીર ટ્રીપની તસવીર શેર કરતાં લખ્યું, "બેબી બૅર, મમ્મા બૅર. આપણે સાથે પર્ફેક્ટ પેર છીએ. મારા તેના માટેના પ્રેમની ક્યારેય તુલના કોઈ કાળજી કે પ્રેમ સાથે નહીં થઈ શકે, માટે જ હું આજે આ આલિંગન શેર કરું છું. હેપી મધર્સ ડે."
View this post on Instagram A post shared by Soha (@sakpataudi)


સોહા અલી ખાને પણ પોતાના મમ્મી શર્મિલા ટાગોર સાથેની તસવીર શેર કરી છે. સોહાએ લખ્યું, "ક્યારેય આલિંગનને હળવાશમાં નહીં લઉં. મારી અમ્માને હેપી મધર્સ ડે અને મારા સહિતની તમામ મમ્મીઓ કે જેઓ રોજેરોજ સૌથી જરૂરી ફરજ નિભાવે છે તેમને પણ આજના દિવસની શુભકામના."
View this post on Instagram A post shared by Shilpa Shetty Kundra (@theshilpashetty)


બોલિવુડ એક્ટ્રેસ શિલ્પા શેટ્ટીએ પણ પોતાના મમ્મી-સાસુ અને બંને બાળકો સાથેની તસવીર શેર કરીને મધર્સ ડેની શુભેચ્છા પાઠવી છે. શિલ્પાએ લખ્યું, "જિંદગી પાસેથી મારે બસ એટલું જ જોઈએ છે કે મારી મમ્મીઓ મને માર્ગદર્શન આપતી રહે અને મારા બાળકો મને આગળ વધવાની હિંમત આપતા રહે. તેમના માટે કૃતજ્ઞ છું. તમામ મજબૂત અને અદ્ભૂત મહિલાઓને હેપી મધર્સ ડે."

શિલ્પા શેટ્ટીનો આખો પરિવાર બન્યો કોરોનાનો શિકાર, એક્ટ્રેસનો રિપોર્ટ નેગેટિવ

View this post on Instagram A post shared by Dia Mirza (@diamirzaofficial)

એક્ટ્રેસ દિયા મિર્ઝાએ પણ મધર્સ ડે પર પોતાના સાસુ અને મમ્મીની તસવીર શેર કરીને ખાસ સંદેશ લખ્યો છે. ટૂંક સમયમાં જ મમ્મી બનનારી દિયાએ લખ્યું, "અમારી કિંમતી મમ્મીઓને મધર્સ ડેની શુભકામના. અમારા ઉછેરકર્તા, અમર્યાદિત અને પક્ષપાત વિનાનો પ્રેમ આપનારા, અમારી પીડા અને દુઃખને હરનારા, આપણા બેસ્ટ ચીયકલીડર, અમારા ગાઈડિંગ એન્જલ અને એ બધું જ જે બીજું કોઈ ના બની શકે. થેન્ક્યૂ. આજે અને હંમેશા અમે તમારા માટે કૃતજ્ઞ છીએ. અમે તમને પ્રેમ કરીએ છીએ અને આશા છે કે તમે જે કંઈ શીખવ્યું છે તેનું સન્માન કરી શકીશું. મધર્સ ડે દરરોજ હોય છે. ઉછેર કરનારા તમામને મધર્સ ડેની શુભકામના."

View this post on Instagram A post shared by Sushmita Sen (@sushmitasen47)


સુષ્મિતા સેને પણ પોતાની મમ્મી અને દીકરીઓ સાથેની તસવીર શેર કરીને સૌને મધર્સ ડેની શુભેચ્છા આપી છે. સુષ્મિતાએ પોતાની મમ્મીને રોકસ્ટાર ગણાવી છે.
View this post on Instagram A post shared by Madhuri Dixit (@madhuridixitnene)


માધુરી દીક્ષિતે પણ પોતાના મમ્મી સાથે તસવીર શેર કરતાં લખ્યું, "હું આઈ પાસેથી ઘણું શીખી છું અને આજે પણ રોજ કંઈક શીખું છું. #mothresday"
View this post on Instagram A post shared by Malaika Arora (@malaikaaroraofficial)


મલાઈકા અરોરાએ પણ મધર્સ ડે પર પોતાની મમ્મી અને બહેન સાથે તસવીરો શેર કરી છે. આ ઉપરાંત પોતાના દીકરા અને બહેન અમૃતાના બંને દીકરાઓની પણ તસવીરો શેર કરી છે. મલાઈકાએ તસવીરો શેર કરતાં લખ્યું- 'મમ્માઝ.'
View this post on Instagram A post shared by Neha Kakkar (Mrs. Singh) (@nehakakkar)


સિંગર નેહા કક્કડે પણ મધર્સ ડે પર પોતાની મમ્મી, બહેન અને સાસુ સાથેની તસવીરો શેર કરીને લખ્યું, "મને હંમેશા નાની છોકરી છું તેવો અનુભવ કરાવનારી દરેક મહિલાઓને હેપી મધર્સ ડે. લવ યુ મા. દુનિયાની તમામ મમ્મીઓને હેપી મધર્સ ડે."

View this post on Instagram A post shared by Shahid Kapoor (@shahidkapoor)


એક્ટર શાહિદ કપૂરે પોતાની મમ્મી નીલિમા આઝમીની જૂની તસવીર શેર કરવાની સાથે એક લાંબી નોટ લખી છે. શાહિદે લખ્યું, "હેપી મધર્સ ડે. તેઓ હંમેશા આપણી પાંખ નીચેની હવા હોય છે. તેમની એક દ્રષ્ટિમાં પ્રેમ અને ક્ષમા હોય છે. તેઓ હંમેશા આપણને આપણું શ્રેષ્ઠ સ્વરૂપ બતાવે છે. તેમણે અમને એટલા પ્રેમ સાથે ઉછેર્યા છે કે આપણે તે દુનિયામાં વહેંચી શકીએ છીએ. હું 14 વર્ષ મોટો છું (નાના ભાઈ ઈશાન કરતાં) માટે મા સાથેનું મારું બોન્ડ યૂનિક, ફ્રેન્ડ જેવું રહ્યું છે. અમારી જર્ની શબ્દોમાં વર્ણવી શકાય તેવી નથી. મા તમારું સ્થાન લઈ શકે તેવું કોઈ નથી." આ સાથે જ શાહિદે ધરતી માતાને પણ પ્રેમ આપવાની અને ભાવિ પેઢી માટે તેને સુરક્ષિત રાખવાની વાત કરી છે.
View this post on Instagram A post shared by Anupam Kher (@anupampkher)


અનુપમ ખેરે પણ પોતાની મા અને ભાઈ સાથેની વિવિધ તસવીરો શેર કરીને મધર્સ ડેની શુભકામના પાઠવી છે.
View this post on Instagram A post shared by karan singh grover (@iamksgofficial)


એક્ટર કરણ સિંહ ગ્રોવરે પણ પોતાની મમ્મી સાથેની વિવિધ તસવીરો શેર કરીને મધર્સ ડેની શુભકામના પાઠવી છે.
View this post on Instagram A post shared by Rups (@rupaliganguly)


'અનુપમા' સીરિયલ ફેમ એક્ટ્રેસ રૂપાલી ગાંગુલીએ પણ દીકરા સાથેની તસવીર મધર્સ ડે પર શેર કરતાં લખ્યું, "સૌ સ્પેશિયલ મમ્મીઓને મધર્સ ડેની શુભકામના. આ ખાસ દિવસે મારી મમ્મી અને મારા દીકરાથી દૂર છું તેવું પહેલીવાર બન્યું છે. જ્યારે દીકરો તેના પપ્પાનું ઈન્સ્ટાગ્રામ અકાઉન્ટ મમ્મી માટે પોસ્ટ કરવા વાપરે છે." રૂપાલીના દીકરાએ તેને બેસ્ટ મમ્મી ગણાવી છે. જણાવી દઈએ કે, રૂપાલી હાલ શોના શૂટિંગ માટે સેલવાસમાં છે.

'આતી ક્યા ખંડાલા' ગીત પર 'અનુપમા-વનરાજે' કર્યો ડાન્સ, ટ્વિસ્ટ જોઈને હસી પડશો

View this post on Instagram A post shared by Ambika👩‍🏫👩‍⚕️🧚‍♀️📿👑 (@hasmukhi)


સીરિયલ 'તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા'માં કોમલ હાથીનો રોલ કરતી એક્ટ્રેસ અંબિકાએ મધર્સ ડે પર લખ્યું, "જે તમામ સુંદર આત્માઓ જેમણે હંમેશા બીજાની ખુશીઓ, તેમના સ્વાસ્થ્યની ચિંતા કરી, પ્રાર્થના કરી..હેપી મધર્સ ડે."
View this post on Instagram A post shared by Karan Kundrra (@kkundrra)


હાલ સીરિયલ 'યે રિશ્તા ક્યા કહેલાતા હૈ'માં જોવા મળતા એક્ટર કરણ કુંદ્રાએ પણ પોતાની મમ્મી સાથેની તસવીરો શેર કરીને મધર્સ ડેની શુભકામના આપી છે.
View this post on Instagram A post shared by Rhea Chakraborty (@rhea_chakraborty)


એક્ટ્રેસ રિયા ચક્રવર્તીએ પણ મધર્સ ડે પર પોતાની મમ્મી સાથેની બાળપણની તસવીર શેર કરી છે. રિયાએ લખ્યું, "મારી સુંદર મા, મને યાદ છે હું નાની હતી ત્યારે તેં મને કહ્યું હતું- 'ખુશીઓ તારી અંદર છે, તેને બહાર ના શોધીશ. પ્રેમ તારા દિલમાં શોધજે અને તું દુનિયાની સૌથી ખુશ છોકરી હોઈશ.' આ મેં જીવનભર યાદ રાખ્યું છે. તને વચન આપું છું કે હું મારું શ્રેષ્ઠ આપી રહી છું. હેપી મધર્સ ડે તમામ મમ્મીઓને. અમે તને પ્રેમ કરીએ છીએ."

Read Next Story

Gujarati News - I am Gujarat: ગુજરાત, દેશ, વિદેશ, શિક્ષણ, બિઝનેસ, મૂવી, જ્યોતિષ, ધર્મ, સ્પોર્ટ્સના લેટેસ્ટ સમાચાર ઉપરાંત વાયરલ ન્યૂઝ મેળવવા માટે ડાઉનલોડ કરો IamGujaratની એપ
તમામ તાજી ખબરો માટે I am Gujarat ફેસબૂકપેજને લાઈક કરો