એપશહેર

કરીનાની પ્રેગ્નન્સી પર 'બધાઈ હો'ના એક્ટર ગજરાવ રાવે મસ્તી ભર્યા અંદાજમાં આપ્યા અભિનંદન

કરીના કપૂર ફરી વખત મા બનવાની હોવાના સમાચાર આવ્યા બાદ સોશિયલ મીડિયા પર ઘણા મજેદાર મીમ્સ શેર કરવામાં આવી રહ્યા છે. આ દરમિયાન ગજરાજ રાવે પોતાની ફિલ્મ 'બધાઈ હો' પર બનેલું એક મજેદાર મીમ શેર કર્યું છે, જેને જોઈને તમે હસી હસીને લોટપોટ થઈ જશો.

I am Gujarat 18 Aug 2020, 7:07 pm
ગત દિવસોમાં સૈફ અલી ખાન અને કરીના કપૂરે એ વાતને કન્ફર્મ કરી હતી કે, તેઓ બીજા બાળકની રાહ જોઈ રહ્યા છે. કરીનાની પ્રેગ્નન્સીના સમચાર બાદ સોશિયલ મીડિયા પર મજેદાર મીમ્સ શેર કરવામાં આવી રહ્યા છે. તમે પણ ઘણા મીમ્સ જોયા હશે, પરંતુ આ સમાચાર પર ફિલ્મ 'બધાઈ હો'ના એક્ટર ગજરાવ રાવે સૈફ-કરીનાને અભિનંદન આપવાની સાથે જે મીમ બનાવ્યું છે, તે જોઈને તમે હસી હસીન લોટ પોટ થઈ જશો!
I am Gujarat Gajaraj Rao and Saif and Kareena


ગજરાજ રાવે પોતાના સોશિયલ મીડિયા હેન્ડલ પર આ મજેદાર મીમ શેર કર્યું છે. આ મીમ તેની પોપ્યુલર ફિલ્મ 'બધાઈ હો'ના સીન પર બનાવાયું છે, જેમાં ગજરાજ રાવની સાથે આયુષ્યમાન ખુરાના, નીના ગુપ્તા અને શાર્દુલ પણ છે. સૌથી મજેદાર વાત એ છે કે, ગજરાજ રાવે આ મીમની સાથે સૈફ અલી ખાન અને કરીના કપૂરને પણ ટેગ કર્યા છે.

જુઓ આ મજેદાર મીમ:
View this post on Instagram #Repost @jainn1 • • • • • • #BadhaaiHo @kareenakapoorkhan @iakpataudi @gajrajrao @neena_gupta @ayushmannk @iamitrsharma @pictureschrome #saifalikhan #saraalikhan #taimuralikhan #taimur #happybirthdaysaifalikhan A post shared by Gajraj Rao (@gajrajrao) on Aug 16, 2020 at 11:26pm PDT

કરીનાની પ્રેગ્નન્સીના અહેવાલ સામે આવ્યા બાદ બોલિવુડના લોકોની સાથે-સાથે ફેન્સ પણ સૈફ-કરીનાને અભિનંદન આપી રહ્યા છે. ઉલ્લેખનીય છે કે, ફિલ્મ 'બધાઈ હો' વર્ષ 2018માં સૌથી વધુ પોપ્યુલર ફિલ્મોમાંથી એક હતી. ફિલ્મમાં ગજરાજ રાવ, આયુષ્યમાન ખુરાના, નીના ગુપ્તા, સુરેખા સીકરી અને સાન્યા મલ્હોત્રાએ મુખ્ય ભૂમિકાઓ નિભાવી હતી.

Read Next Story