એપશહેર

મેટરનિટી ફેશન ગોલ્સ આપી રહી છે અનુષ્કા શર્મા, પ્રેગ્નેન્સીમાં પણ મસ્ત છે સ્ટાઈલ

બોલિવુડ એક્ટ્રેસ અનુષ્કા શર્માની સ્ટાઈલ પ્રેગ્નેન્સીમાં પણ નંબર 1 છે. હાલમાં તે શૂટિંગ દરમિયાન સફેદ કલરના શોર્ટ ડ્રેસ અને જેકેટમાં જોવા મળી હતી.

TIMESOFINDIA.COM 24 Nov 2020, 1:46 pm
દુબઈમાં પતિ વિરાટ કોહલી સાથે સમય પસાર કર્યા બાદ, અનુષ્કા શર્મા મુંબઈ પાછી આવી ગઈ છે. ત્યારથી તે શહેરમાં જોવા મળી રહી છે કારણ કે, તે બાળકના આગમન પહેલા પોતાનું બાકી રહેલું કામ ખતમ કરવા લાગી છે.
I am Gujarat heavily pregnant anushka sharma looks radiant in white dress
મેટરનિટી ફેશન ગોલ્સ આપી રહી છે અનુષ્કા શર્મા, પ્રેગ્નેન્સીમાં પણ મસ્ત છે સ્ટાઈલ



આજે (24 નવેમ્બર) એટલે કે સતત ત્રીજા દિવસે તે કામ કરતાં સ્પોટ થઈ. આ દરમિયાન પ્રેગ્નેન્ટ અનુષ્કાએ સફેદ શોર્ટ ડ્રેસની સાથે ઓલિવ ગ્રીન જેકેટ પહેર્યું હતું. વાળ તેણે ખુલ્લા રાખ્યા હતા. લૂકનો પૂરો કરવા માટે એક્ટ્રેસે સફેદ સ્નીકર્સ, માસ્ક અને સનગ્લાસિસ પણ પહેર્યા હતા. આ તસવીરો પરથી તે પોતાની ફિમેલ ફેનને મેટરનિટી ફેશન ગોલ્સ આપી રહી છે તેવું ચોક્કસથી કહી શકાય.


થોડા દિવસ પહેલા, અનુષ્કા શર્મા કોઈ એન્ડોર્સમેન્ટના શૂટિંગ વખતે ગ્રીન ગાઉનમાં જોવા મળી હતી. તે વખતે સેટ પર હાજર એક વ્યક્તિએ અમારા સહયોગી ટાઈમ્સ ઓફ ઈન્ડિયા સાથે વાતચીત કરતાં જણાવ્યું હતું કે, 'અનુષ્કા સેટ પર સુપર ચીયરફુલ લાગી રહી હતી. હકીકતમાં તો તે સેટ પર પાછી ફરીને ખુશી અનુભવી રહી હતી. ડિલિવરીને આડે બે મહિના કરતાં પણ ઓછા સમયથી વાર છે છતાં તે તણાવમાં તેમજ સેટ પર આસપાસ લોકોને જોઈને પણ ચિંતિત લાગતી નહોતી'. રિપોર્ટ્સ પ્રમાણે, અનુષ્કા મુંબઈની આસપાસ આવેલા અલગ-અલગ સ્ટુડિયોમાં બેક-ટુ-બેક સાત શૂટ કરવાની છે.

View this post on Instagram A post shared by AnushkaSharma1588 (@anushkasharma)

અનુષ્કા શર્મા અને વિરાટ કોહલીને ત્યાં વર્ષ 2021ના જાન્યુઆરી મહિનામાં બાળકનો જન્મ થવાનો છે. બંનેએ એક સુંદર પોસ્ટથી ઓગસ્ટ મહિનામાં આ ગુડ ન્યૂઝ ફેન્સ સાથે શેર કર્યા હતા. જેમાં અનુષ્કા બેબી બમ્પ સાથે જોવા મળી હતી. આ સાથે કપલે લખ્યું હતું કે, 'અને પછી અમે ત્રણ થયા...જાન્યુઆરી 2021માં આગમન થઈ રહ્યું છે'.

જ્યારથી પ્રેગ્નેન્સીની જાહેરાત કરી છે ત્યારથી અનુષ્કા સોશિયલ મીડિયા પર બેબી બમ્પ સાથેની તસવીરો શેર કરી રહી છે. બીજી તરફ પહેલા સંતાનના જન્મને લઈને વિરાટ કોહલી પણ ખૂબ જ ઉત્સુક જણાવી રહ્યો છે. તેણે BCCI સાથે વાત કરીને પેટરનિટી લીવ લઈ લીધી છે. ઓસ્ટ્રેલિયા સામેની ટેસ્ટ શ્રેણીની પ્રથમ મેચ રમ્યા પછી ભારત પરત ફરવાનો છે. વિરાટ ઈચ્છે છે કે, અનુષ્કાની ડિલિવરી દરમિયાન તે તેની સાથે હોય.

Read Next Story

Gujarati News - I am Gujarat: ગુજરાત, દેશ, વિદેશ, શિક્ષણ, બિઝનેસ, મૂવી, જ્યોતિષ, ધર્મ, સ્પોર્ટ્સના લેટેસ્ટ સમાચાર ઉપરાંત વાયરલ ન્યૂઝ મેળવવા માટે ડાઉનલોડ કરો IamGujaratની એપ
તમામ તાજી ખબરો માટે I am Gujarat ફેસબૂકપેજને લાઈક કરો