એપશહેર

દીકરી ઈશાના બર્થડે પર હેમા માલિનીએ રાખી ખાસ પૂજા, ઓનલાઈન કરાવ્યો હવન

પૂજારીની ઓનલાઇન સૂચના અનુસાર પૂજા-અર્ચના કરી

I am Gujarat 3 Nov 2020, 5:15 pm
બોલિવૂડ એક્ટર ધર્મેન્દ્ર અને હેમા માલિનીની પુત્રી ઈશા દેઓલે આજે પોતાનો 39 મો જન્મદિવસ 02 નવેમ્બર 2020 માં ઉજવ્યો હતો. પુત્રી ઇશા દેઓલના જન્મદિવસ પર હેમા માલિનીએ ઓનલાઇન ઘરમાં હવન કરાવ્યો હતો. અને તેના સુખી જીવન માટે ભગવાન પાસેથી આશીર્વાદ માંગ્યા હતા. આ હવનમાં ઇશા અને તેની માતા હેમા માલિનીનો જોવા મળી રહ્યા છે.
I am Gujarat hema malini conducts online havan on 39th birthday of daughter isha deol
દીકરી ઈશાના બર્થડે પર હેમા માલિનીએ રાખી ખાસ પૂજા, ઓનલાઈન કરાવ્યો હવન


માતા હેમા માલિનીએ કર્યો ઓનલાઈન હવન

02 નવેમ્બર 2020 ના રોજ ઇશા દેઓલે તેના જીવનનો બીજો એક સીમાચિહ્ન પાર કર્યો છે. આ પ્રસંગે હેમા માલિનીએ તેના ઘરે એક નાનકડો ઓનલાઇન હવન કર્યો છે. હેમા માલિનીએ હવનની કેટલીક તસવીરો તેના ટ્વિટર એકાઉન્ટ પર શેર કરી છે અને ઇશાએ તેના ઇન્સ્ટાગ્રામ પર હવનની કેટલીક તસવીરો શેર કરી છે. ઈશા અને હેમા માલિનીના ચાહકો આ ફોટા પરની કોમેન્ટ્સ અને લાઈક્સ દ્વારા પ્રેમ બતાવી રહ્યા છે.

સોશિયલ મીડિયા પર શેર કર્યા ફોટોગ્રાફ

ઇશા દેઓલના જન્મદિવસ પર ઇશાના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર એક કેક પણ જોવા મળી હતી. જેમાં લખ્યું હતું કે 'હેપ્પી બર્થડે ઇશા, વી લવ યુ' ટ્વિટર પર શેર કરેલી આ તસવીરોની સાથે હેમા માલિનીએ એક ક્યૂટ નોંધ પણ લખી હતી, 'ઇશાનો આજે જન્મદિવસ. હું ભગવાનને પ્રાર્થના કરું છું કે તે હંમેશા ખુશ રહે. હંમેશની જેમ આ વર્ષે પણ અમે ઘરે એક નાનો હવન કર્યો અને અમારા પૂજારીની ઓનલાઇન સૂચના અનુસાર અમે બંનેએ પૂજા-અર્ચના કરી. મારી બાળકી ઈશા તમે ખૂબ જ પ્રેમ.

ઈશાએ 2002માં બોલિવૂડમાં એન્ટ્રી કરી

આ ખુશ પ્રસંગે ઇશા દેઓલે પિંક રંગની લહેંગા ચોલી અને દુપટ્ટો પહેર્યો હતો. જેમાં તે ખૂબ જ સરળ અને સુંદર લાગી રહી હતી. તે જ સમયે, હેમા માલિનીએ પુત્રી ઇશાના જન્મદિવસ પર વાદળી સલવાર કમીઝ પહેર્યું હતું. ઇશાએ 2002 માં બોલીવુડમાં તેની કારકિર્દીની શરૂઆત કરી હતી અને ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં પ્રવેશતાની સાથે જ તેણે ધૂમ મચાવી હતી.

ઈશાએ 2012માં કર્યા લગ્ન

ફિલ્મની દુનિયા છોડતાની સાથે જ 2012 માં ઇશાના લગ્ન ઉદ્યોગપતિ ભરત તખ્તાની સાથે થયા. તેમને બે પુત્રી પણ છે. ઇશાને લગ્નના લગભગ 6 વર્ષ પછી 2018 માં શોર્ટ ફિલ્મ કેકવોકમાં જોવા મળી હતી. મુખ્ય અભિનેત્રી તરીકે ઈશાની છેલ્લી ફિલ્મ 'ટેલ મી ઓ ખુદા હૈ' હતી. જેનું દિગ્દર્શન હેમા માલિનીએ કર્યું હતું, જ્યારે ધર્મેન્દ્ર, ઋષિ કપૂર અને વિનોદ ખન્ના મુખ્ય ભૂમિકામાં હતા.

Read Next Story

Gujarati News - I am Gujarat: ગુજરાત, દેશ, વિદેશ, શિક્ષણ, બિઝનેસ, મૂવી, જ્યોતિષ, ધર્મ, સ્પોર્ટ્સના લેટેસ્ટ સમાચાર ઉપરાંત વાયરલ ન્યૂઝ મેળવવા માટે ડાઉનલોડ કરો IamGujaratની એપ
તમામ તાજી ખબરો માટે I am Gujarat ફેસબૂકપેજને લાઈક કરો