એપશહેર

Vikram Vedha Teaser: શું થશે જ્યારે ટકરાશે વિક્રમ અને વેધા? હૃતિક અને સૈફની ફિલ્મનું ધમાકેદાર ટીઝર સામે આવ્યું

સૈફ અલી ખાન અને હૃતિક રોશન સ્ટારર ફિલ્મ વિક્રમ વેધાનું ટીઝર રીલિઝ થઈ ગયું છે. આ જ નામ સાથે રીલિઝ થયેલી તમિલ ફિલ્મની આ હિન્દી રીમેક છે. તમિલ ફિલ્મમાં વિજય સેતુપતિ અને આર માધવન લીડ રોલમાં હતા. આ ફિલ્મ 30 સપ્ટેમ્બરના રોજ સિનેમાઘરોમાં રીલિઝ થવાની છે. ફિલ્મમાં રાધિકા આપ્ટે પણ જોવા મળશે.

Edited byZakiya Vaniya | TNN 24 Aug 2022, 12:58 pm

હાઈલાઈટ્સ:

  • સૈફ અલી ખાન-હૃતિક રોશનની ફિલ્મનું ટ્રેલર રીલિઝ થયું.
  • તમિલ ફિલ્મ વિક્રમ વેધાની ઓફિશિયલ રીમેક છે આ ફિલ્મ.
  • 30 સપ્ટેમ્બરના રોજ રીલિઝ થવાની છે આ થ્રિલર ફિલ્મ.
હાઈલાઈટ ટેક્સ્ટ
I am Gujarat vikram vedha
સૈફ-હૃતિકની ફિલ્મનું ટીઝર રીલિઝ થયું.
બોલિવૂડ પર અત્યારે બોયકોટ અને કેન્સલ કલ્ચરનું ગ્રહણ લાગ્યું છે, મોટી મોટી ફિલ્મો ફ્લોપ થઈ રહી છે, તેવામાં સૈફ અલી ખાન(Saif Ali Khan) અને હૃતિક રોશનની(Hrithik Roshan) ફિલ્મ વિક્રમ વેધાનું ટીઝર(Vikram Vedha Teaser) રીલિઝ થઈ ગયું છે. ટીઝર જોઈને જ લાગી રહ્યું છે કે ફિલ્મમાં જબરદસ્ત એક્શન સીન્સ હશે. અમુક સીન જોઈને તમારા રુવાંડા ઉભા થઈ જશે. ટીઝરમાં જ તમને દમદાર ડાયલોગ્સ અને અભિનયની ઝલક જોવા મળી શકે છે. ટીઝર રીલિઝ થતાની સાથે જ સોશિયલ મીડિયા પર છવાઈ ગયું છે.
ફિલ્મનું 1 મિનિટ 46 સેકન્ડનું ટીઝર વિક્રમ વેધાની દુનિયાને સારી રીતે દર્શાવે છે. ફિલ્મમાં મોટા પ્રમાણમાં એક્શન સિક્વન્સ હશે, અને બેકગ્રાઉન્ડ મ્યુઝિક પણ રસપ્રદ જણાઈ રહ્યું છે. એક્શન અને થ્રિલર ફિલ્મોના ફેન્સ ફિલ્મ જોવા માટે આતુર છે. ફિલ્મમાં હૃતિક અને સૈફની સાથે અભિનેત્રી રાધિકા આપ્ટે, રોહિત સરાફ, યોગિતા બિહાની, શારિબ હાશમી પણ જોવા મળશે. ટીઝર જોયા પછી સોશિયલ મીડિયા પર લોકો પોતાની પ્રતિક્રિયા શેર કરી રહ્યા છે. એક યુઝરે લખ્યું છે કે, આશા છે કે આ ફિલ્મ બોલિવૂડને પુનર્જીવન આપે.


ઉલ્લેખનીય છે કે વિક્રમ વેધા પુષ્કર-ગાયત્રી દ્વારા લખવામાં આવેલી અને ડાઈરેક્ટ કરવામાં આવેલી એક્શન-થ્રિલર ફિલ્મ છે. ફિલ્મની સ્ટોરી ટ્વિસ્ટ અને ટર્નથી ભરપૂર છે. એક સ્ટ્રિક્ટ પોલીસકર્મી વિક્રમ(સૈફ અલી ખાન) ખતરનાક ગેંગસ્ટર વેધા(હૃતિક રોશન)ને ટ્રેક કરવા અને તેનો પીછો કરવા માટે નીકળે છે. આ એક ટોમ એન્ટ જેરીની ગેમ સમાન હશે. અહીં માસ્ટર સ્ટોરીટેલર વેધા વિક્રમને વાર્તાઓની એક એક સીરિઝના માધ્યમથી રહસ્ય ઉજાગર કરવામાં મદદ કરે છે, પરંતુ અસલમાં તે વિક્રમને વધારે મૂંઝવણમાં મૂકે છે.

બોક્સઓફિસ પર ઉંધા માથે પછડાઈ તો પણ ‘ભૂલ ભુલૈયા 2’ કરતા આગળ નીકળી ગઈ ‘લાલ સિંહ ચઢ્ઢા’, કેવી રીતે?
વિક્રમ વેધાને ગુલશન કુમાર, ટી-સીરિઝ ફિલ્મ્સ અને રિલાયન્સ એન્ટરટેઈનમેન્ટ દ્વારા ફ્રાઈડે ફિલ્મવર્કર્સ અને YNOT સ્ટુડિયોઝના સહયોગથી પ્રેઝન્ટ કરવામાં આવશે. ફિલ્મ 30 સપ્ટેમ્બર, 2022ના રોજ રીલિઝ થવા માટે તૈયાર છે. 2017માં આ જ નામ સાથે રીલિઝ થયેલી તમિલ ફિલ્મની રિમેક ફિલ્મ છે. તમિલ ફિલ્મમાં આર માધવન અને વિજય સેતુપતિ મુખ્ય ભૂમિકામાં હતા.

Read Next Story