એપશહેર

ચોથીવાર પિતા બનશે સૈફ અલી ખાન, મોટા દીકરા ઈબ્રાહિમે 'અબ્બા' વિશે કહી આ વાત

સૈૈફ અલી ખાન અને કરીના કપૂર ખાન બીજીવાર પેરેન્ટ્સ બનાવા છે. સૈફ અલી ખાનના પહેલી પત્ની અમૃતા સિંહ દ્વારા બે બાળકો છે સારા અને ઈબ્રાહિમ. કરીના સાથેે લગ્ન બાદ તેમના દીકરા તૈમૂરનો જન્મ થયો. હવે સૈફ ચોથીવાર પિતા બનવાનો છે ત્યારે મોટા દીકરા ઈબ્રાહિમે આ રીતે પ્રતિક્રિયા આપી છે.

TIMESOFINDIA.COM 13 Aug 2020, 1:03 pm
પાવર કપલ કરીના કપૂર ખાન અને સૈફ અલી ખાને બુધવારે જાહેર કર્યું કે તેઓ બીજીવાર પેરેન્ટ્સ બનવાના છે. છેલ્લા થોડા દિવસથી કરીના બીજી વખત પ્રેગ્નેન્ટ હોવાની ખબરો ચાલી રહી હતી જેની પુષ્ટિ હવે કપલે કરી દીધી છે. કરીના અને સેફે કહ્યું, "અમારો પરિવાર મોટો થઈ રહ્યો છે તે જણાવતા ખુશી થાય છે. તમારા સહુની શુભકામના અને પ્રેમ બદલ આભાર."
I am Gujarat ibrahim bebo

View this post on Instagram Coming soon!! Couldn’t resist! Congratulations @kareenakapoorkhan be safe and healthy - and radiant as ever ! ❤️ A post shared by Soha (@sakpataudi) on Aug 12, 2020 at 4:20am PDT


કરીના અને સૈફ ફરીથી પેરેન્ટ્સ બનવાના સમાચાર મળતાં જ કપલના ફેન્સ અને ફ્રેન્ડ્સ શુભેચ્છાઓ વરસાવી રહ્યા છે. સૈફની બહેન સોહા અલી ખાને પણ ભાઈની તસવીર શેર કરીને ખાસ અંદાજમાં શુભેચ્છા આપી હતી. સૈફને ક્વોડફાધર (ચોથા બાળકના પિતા) ગણાવીને લખ્યું, "કમિંગ સૂન! રાહ નથી જોઈ શકતી. અભિનંદન કરીના કપૂર ખાન. સુરક્ષિત અને હેલ્ધી રહેજે."

ઈબ્રાહિમે કરેલી કોમેન્ટ



સોહાની આ પોસ્ટ પર સૈફ અલી ખાનના દીકરા ઈબ્રાહિમે કોમેન્ટ કરી છે. ફરી એકવાર ભાઈ બનવા જઈ રહેલા ઈબ્રાહિમે લખ્યું, “Abba🔥”. મતલબ કે અબ્બા ઓન ફાયર.

પિતા અને પતિ સાથે કરીના



કરીનાની બીજી પ્રેગ્નેન્સીની જાહેરાત થતાં જ તેના પિતા રણધીર કપૂરે પણ ખુશી વ્યક્ત કરી છે. અમારા સહયોગી મુંબઈ મિરર સાથે વાત કરતાં રણધીર કપૂરે કહ્યું, "હું આ સમાચારથી ખૂબ ખુશ છું. હું કરીનાને ઘણા સમયથી કહેતો હતો કે તૈમૂરને રમવા માટે નાના ભાઈ કે બહેનની જરૂર છે. અમારો પરિવાર પ્રાર્થના કરી રહ્યો છે કે, આવનારું બાળક તંદુરસ્ત હોય." તૈમૂર મોટો ભાઈ બનવાનો છે ત્યારે મમ્મી કરીના હાલ તો સોશિયલ મીડિયા પર શુભેચ્છા પાઠવનારા ફ્રેન્ડ્સ અને પરિવારના સભ્યોનો આભાર માનવામાં વ્યસ્ત છે.

Read Next Story

Gujarati News - I am Gujarat: ગુજરાત, દેશ, વિદેશ, શિક્ષણ, બિઝનેસ, મૂવી, જ્યોતિષ, ધર્મ, સ્પોર્ટ્સના લેટેસ્ટ સમાચાર ઉપરાંત વાયરલ ન્યૂઝ મેળવવા માટે ડાઉનલોડ કરો IamGujaratની એપ
તમામ તાજી ખબરો માટે I am Gujarat ફેસબૂકપેજને લાઈક કરો