એપશહેર

20 લાખની છેતરપિંડીના કેસમાં પોલીસે Rajpal Yadavને નોટિસ ફટકારી, આપ્યો 15 દિવસનો સમય

અભિનેતા રાજપાલ યાદવ અત્યારે કાયદાકીય મુશ્કેલીમાં મૂકાયો છે. એક બિલ્ડરે અભિનેતા વિરુદ્ધ છેતરપિંડીની ફરિયાદ નોંધાવી છે. બિલ્ડરનો આરોપ છે કે દીકરાને લોન્ચ કરવાનુ કહીને રાજપાલ યાદવે 20 લાખ રુપિયા લીધા હતા પરંતુ મદદ પણ નહોતી કરી અને પૈસા પણ પાછા નથી આપી રહ્યો. ઈન્દોર પોલીસે તેમને નોટિસ પાઠવી છે અને હાજર થવાનો આદેશ આપ્યો છે.

Edited byZakiya Vaniya | TNN 2 Jul 2022, 12:31 pm
બોલિવૂડ અભિનેતા રાજપાલ યાદવને કોઈ ઓળખની જરૂર નથી. પોતાના હ્યુમરસ અંદાજ અને અભિનયને કારણે તે વખણાય છે. અત્યાર સુધી તે અનેક ફિલ્મોમાં કોમિક રોલ કરી ચૂક્યો છે. તાજેતરમાં જ રીલિઝ થયેલી ફિલ્મ ભૂલ ભુલૈયા 2માં તેણે છોટે પંડિતનું પાત્ર ભજવ્યુ હતું. ફિલ્મમાં તેના પાત્રના લોકોએ ખૂબ વખાણ કર્યા હતા. પરંતુ હવે આ અભિનેતા કાયદાકીય મુશ્કેલીમાં મૂકાયો છે. અભિનેતા પર 20 લાખ રુપિયાની છેતરપિંડીનો આરોપ મૂકવામાં આવ્યો છે. ઈન્દોર પોલીસે અભિનેતા વિરુદ્ધ નોટિસ જાહેર કરી છે. આ સિવાય 15 દિવસમાં પોલીસની સામે હાજર થવાનો આદેશ પણ આપવામાં આવ્યો છે.
I am Gujarat Rajpal yadav


કોર્ટે હાજર થવાની નોટિસ પાઠવી

મીડિયા રિપોર્ટ્સ અનુસાર, સુરિંદર સિંહ નામના એક બિલ્ડરે અભિનેતા રાજપાલ યાદવ વિરુદ્ધ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. તેમણે ફરિયાદમાં જણાવ્યું કે, અભિનેતાએ બિલ્ડરના દીકરાને ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં સપોર્ટ કરવા અને આગળ વધારવા માટે 20 લાખ રુપિયા લીધા હતા. પરંતુ તેમણે કોઈ જ મદદ નહોતી કરી. જ્યારે સુરિંદર પૈસા માંગવા તેમની પાસે ગયા તો રાજપાલ યાદવ ગાયબ થઈ ગયા. આટલુ જ નહીં, તેમણે ફોન પણ ઉપાડવાનો બંધ કરી દીધો. પૈસા પાછા ન મળ્યા તો બિલ્ડરે એક્ટર વિરુદ્ધ કેસ દાખલ કર્યો છે. તુકોગંજ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધવામાં આવી છે. પોલીસે પણ આ બાબતની ગંભીરતાને ધ્યાનમાં રાખીને તરત કાર્યવાહી શરુ કરી છે.15 દિવસમાં રાજપાલ યાદવને કોર્ટમાં હાજર થવા માટે કહેવામાં આવ્યું છે.

એક્ટ્રેસ દિશા પટણીના ચહેરાને આ શું થયું? યૂઝર્સે કહ્યું- 'પ્લાસ્ટિક સર્જરીની દુકાન'
2010માં પણ કરોડોના કેસમાં ફસાયો હતો

ઉલ્લેખનીય છે કે આ પહેલી વાર નથી જ્યારે અભિનેતાનું નામ પોલીસ કેસમાં સંડોવાયુ હોય. વર્ષ 2010માં રાજપાલ યાદવ એક ફિલ્મ ડાઈરેક્ટ કરવા જઈ રહ્યા હતા. આ ફિલ્મનું નામ અતા-પતા લાપતા હતું. આ માટે તેમણે લોન તરીકે 5 કરોડ રુપિયા લીધા હતા. આ પૈસા વહેલી તકે ચૂકવવાનું વચન તેમણે આપ્યુ હતું. પરંતુ જ્યારે અભિનેતાએ આટલી મોટી રકમ ના ચૂકવી તો લોન આપનાર વ્યક્તિએ કોર્ટના દરવાજા ખખડાવ્યા હતા. રાજપાલ યાદવને 10 કરોડ 40 લાખ વ્યાજ સહિત ચૂકવવાનો આદેશ આપવામાં આવ્યો હતો. કોર્ટની ફટકાર પછી પણ રાજપાલ યાદવે પૈસા ન ચૂકવતા, કોર્ટે જેલમાં મોકલ્યો હતો. જો કે પછી તેને જામીન મળી ગયા હતા.

આર્યન ખાનની કોર્ટમાં અરજી, કહ્યું- 'મને ડ્રગ્સ કેસમાં ક્લીન ચીટ મળી છે, મારો પાસપોર્ટ આપો'
તાજેતરમાં રીલિઝ થઈ બે ફિલ્મો

વર્ક ફ્રટની વાત કરીએ તો તાજેતરમાં જ ઓટીટી પ્લેટફોર્મ Zee5 પર રાજપાલ યાદવની ફિલ્મ અર્ધ રીલિઝ થઈ છે. આ ફિલ્મમાં રુબિના દિલૈકે તેની પત્નીનો રોલ કર્યો છે. આ સિવાય ફિલ્મમાં હિતેન તેજવાની પણ હતો. આ પહેલા ભૂલ ભુલૈયા 2માં પણ તેની મહત્વની ભૂમિકા હતી.

Read Next Story