એપશહેર

...તો પહેલી ઓગસ્ટથી ખુલી શકે છે થિએટર! દર્શકો માટે હશે આવી વ્યવસ્થા

માર્ચ મહિનાથી જ સમગ્ર દેશના થિએટરને બંધ કરવામાં આવ્યા હતાં અને ત્યારથી જ થિએટર બંધ છે.

I am Gujarat 25 Jul 2020, 5:07 pm
નવી દિલ્હીઃ ભારત સરકારના સૂચના અને પ્રસારણ મંત્રાલયે કેન્દ્રિય ગૃહ મંત્રાલયને સૂચન કર્યું છે કે સમગ્ર દેશમાં ઓગસ્ટથી થિએટરને ફરી ઓપરેટ કરવાની પરવાનગી આપવામાં આવે. મંત્રાલયના સચિવ અમિત ખરેએ આ વાત સીઆઈઆઈ મીડિયા કમિટિને શુક્રવારે જણાવી છે. તેમણે કહ્યું કે, તેણે ગૃહ સચિવ અજય ભલ્લાને આ વિશે વાત કરી છે અને તેઓ જ આ મામલે છેલ્લો નિર્ણય લઈ શકે છે.
I am Gujarat information and broadcasting ministry recommends cinema halls should be allowed to reopen in august
...તો પહેલી ઓગસ્ટથી ખુલી શકે છે થિએટર! દર્શકો માટે હશે આવી વ્યવસ્થા


ગૃહ મંત્રાલયને આપ્યું આવું સૂચન
ખરેએ જણાવ્યું કે તેમણે સૂચન આપ્યું છે કે, જલદીથી જલદી ઓછામાં ઓછું પહેલી ઓગસ્ટથી સમગ્ર દેશના થિએટરને ઓપરેટ કરવાની પરવાનગી આપવામાં આવે, નહીં તો 31 ઓગસ્ટ સુધીમાં આ વિશે પરવાનગી આપવામાં આવે. આ માટે મંત્રાલયે એક સીટ અને એક રૉ ખાલી છોડીને દર્શકોને બેસાડવાનું સૂચન કર્યું છે.

મનોરંજન ઈન્ડસ્ટ્રીને આર્થિક ફટકો
સમગ્ર દેશના થિએટરમાં આ કાયદો સખ્તાઈથી લાગુ કરવા માટેનું પણ જણાવાયું છે. નોંધનીય છે કે, કોરોના વાયરસના પ્રસરણના કારણે માર્ચ મહિનાથી જ સમગ્ર દેશના થિએટરને બંધ કરવામાં આવ્યા હતાં અને ત્યારથી જ થિએટર બંધ છે. થિએટર બંધ હોવાના કારણે બોલિવૂડ સહિત મનોરંજન ઈન્ડસ્ટ્રીને પણ મોટો આર્થિક ફટકો પડ્યો છે, તેમજ કેટલાય સિંગલ સ્ક્રિન થિએટરના પાટિયા પડી ગયા છે.

થિએટર માલિકોનો વિરોધ
અમિત ખરેએ જણાવ્યું કે,'સૂચના અને પ્રસારણ મંત્રાલય સૂચનો પર ગંભીરતાથી વિચાર કરવામાં આવી રહ્યો છે.' જોકે, ગૃહ મંત્રાલય તરફથી હાલ તો આ વિશે કોઈ જવાબ આવ્યો નથી. આ મિટિંગમાં થિએટરના માલિકો પણ હાજર રહ્યા હતાં અને તેમણે આ સૂચનનો વિરોધ કર્યો છે. તેમણે કહ્યું છે કે, માત્ર 25% દર્શકો સાથે થિએટર ચલાવવા કરતાં સારું છે કે તેને બંધ જ રાખવામાં આવે.

Read Next Story

Gujarati News - I am Gujarat: ગુજરાત, દેશ, વિદેશ, શિક્ષણ, બિઝનેસ, મૂવી, જ્યોતિષ, ધર્મ, સ્પોર્ટ્સના લેટેસ્ટ સમાચાર ઉપરાંત વાયરલ ન્યૂઝ મેળવવા માટે ડાઉનલોડ કરો IamGujaratની એપ
તમામ તાજી ખબરો માટે I am Gujarat ફેસબૂકપેજને લાઈક કરો