એપશહેર

નવા વર્ષ પર ઈરફાન ખાનને યાદ કરીને ભાવુક થયો દીકરો, પત્નીએ લખી ઈમોશનલ પોસ્ટ

ગત વર્ષે થયું હતું ઈરફાન ખાનનું અવસાન, પત્ની અને દીકરાએ નવા વર્ષ પર આ રીતે કર્યા યાદ

I am Gujarat 1 Jan 2021, 8:37 pm
બોલિવૂડ સેલેબ્સે નવી આશાઓ, ખુશીઓ અને તક સાથે વર્ષ 2021નું સ્વાગત કર્યું છે. વર્ષ 2020માં ઈરફાન ખાન સહિત અનેક દિગ્ગજ કલાકારોએ દુનિયાને અલવિદા કહ્યું. જેથી તેમના નજીકના લોકો અને ફેન્સને આઘાત લાગ્યો છે. વર્ષની શરુઆતમાં જ ઈરફાન ખાનના મોટા દીકરા બાબિલે પિતાને યાદ કર્યા છે. બાબિલે પોતાના ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર બે પોસ્ટ શેર કરી છે. એક પોસ્ટમાં તેઓ પિતા સાથે જોવા મળે છે. આ સાથે જ તેણે લખ્યું છે કે, 'આવતું વર્ષ તમારા વગર પરંતુ અનેક સારપ સાથે, પબ્લિકને હેપ્પી ન્યૂ યર' બીજી પોસ્ટમાં તે પોતાની માતા સાથે જોવા મળે છે. જેની સાથે લખ્યું છે કે,'વર્ષ 2021 તમારા માર્ગદર્શનમાં'
I am Gujarat irrfan khan son babil and wife sutapa sikdar misses him on new year and shares emotional post
નવા વર્ષ પર ઈરફાન ખાનને યાદ કરીને ભાવુક થયો દીકરો, પત્નીએ લખી ઈમોશનલ પોસ્ટ


View this post on Instagram A post shared by Babil (@babil.i.k)

શૅર કરી ઈમોશનલ પોસ્ટ
તો, ઈરફાન ખાનની પત્ની સુતાપા સિકદરે ઈમોશનલ ફેસબુક પોસ્ટ કરી છે. 'મારા માટે 2020 સૌથી ખરાબ વર્ષ રહ્યું તેવું કહેવું મુશ્કેલ છે કારણકે તમે મારી સાથે હતાં. ગત વર્ષે આ દિવસે તમે મારી સાથે બાજુમાં બેસીને ગાર્ડનિંગ કરી રહ્યા હતાં. મને નથી ખબર ઈરફાન કે હું વર્ષ 2020ને કેવી રીતે અલવિદા કહું અને 2021નું સ્વાગત કરું'

View this post on Instagram A post shared by Babil (@babil.i.k)

કેન્સર સામે ઝઝૂમતા હતા ઈરફાન ખાન
53 વર્ષના એક્ટર ઈરફાન ખાનનું ગત 29 એપ્રિલના રોજ મુંબઈના કોકિલાબેન હોસ્પિટલમાં નિધન થઈ ગયું હતું. તેઓ એક દિવસ પહેલા જ કોલોન ઈન્ફ્લેક્શનથી લઈને હોસ્પિટલમાં સારવાર હેઠળ ખસેડાયા હતાં. નોંધનીય છે કે ઈરફાન ખાન બે વર્ષથી કેન્સર જેવી ગંભીર બીમારી સામે ઝઝૂમી રહ્યા હતાં. તેમના પરિવારમાં બે પત્ની અને બે દીકરા છે.

Read Next Story