એપશહેર

જાન્હવી કપૂરે કર્યો એવો ગજબનો બેલી ડાન્સ કે શકીરાને પણ ભૂલી જશો! જુઓ VIDEO

જાન્હવી કપૂરે તેના સોશિયલ મીડિયા ઈન્સ્ટાગ્રામ પર એક ડાન્સ વિડીયો શેર કર્યો છે કે જેમાં તે બેલી ડાન્સ કરતી જોવા મળી રહી છે. તેણે જાણીતી બોલિવૂડ ફિલ્મ 'અશોકા'ના ગીત પર આ ડાન્સ કર્યો છે.

I am Gujarat 12 Jan 2021, 9:42 pm
એક્ટ્રેસ જાન્હવી કપૂર (Janhvi Kapoor) બોલિવૂડમાં લોન્ચ થઈ તે પહેલાથી જ ખૂબ ચર્ચામાં રહી છે. જાન્હવી કપૂરે બોલિવૂડમાં ડેબ્યુ કર્યા પછી તેના ફેન્સમાં ખૂબ વધારો થયો. હવે જાન્હવી કપૂર તેની સુંદરતાની સાથે-સાથે ડાન્સિંગ સ્કિલથી પણ લોકોને આકર્ષિત કરી રહી છે. એ વાત ખૂબ ઓછા લોકો જાણતા હશે કે જાન્હવી કપૂર ખૂબ સારી બેલી ડાન્સર (Belly dance) છે અને હવે તેણે શેર કરેલા આ વિડીયોથી આ વાત કન્ફર્મ થઈ ગઈ છે.
I am Gujarat q18


શ્રીદેવી અને બોની કપૂરની દીકરી જાન્હવી કપૂરે તેના સોશિયલ મીડિયા ઈન્સ્ટાગ્રામ પર એક ડાન્સ વિડીયો શેર કર્યો છે કે જેમાં તે બેલી ડાન્સ કરતી જોવા મળી રહી છે. તેણે જાણીતી બોલિવૂડ ફિલ્મ 'અશોકા'ના ગીત પર આ ડાન્સ કર્યો છે. આ વિડીયોમાં જાન્હવી કપૂરની લચકતી કમર અને તેનું ડાન્સિંગ ટેલેન્ટ જોઈને તમે પણ તેના ફેન થઈ જશો. જુઓ, વિડીયો:
View this post on Instagram A post shared by Janhvi Kapoor (@janhvikapoor)

જો જાન્હવી કપૂરના વર્કફ્રન્ટની વાત કરીએ તો તેણે ફિલ્મ 'ધડક'થી બોલિવૂડમાં ડેબ્યુ કર્યું હતું કે જેમાં તેની સાથે એક્ટર ઈશાન ખટ્ટર જોવા મળ્યો હતો. ગત વર્ષે જાન્હવી કપૂરની ફિલ્મ 'ગુંજન સક્સેના: ધ કારગિલ ગર્લ' પણ રિલીઝ થઈ હતી. હવે જાન્હવી કપૂરની આગામી ફિલ્મ 'રુહી અફ્સાના' છે કે જેમાં તેની સાથે એક્ટર રાજકુમાર રાવ જોવા મળશે. આ સિવાય જાન્હવી કપૂર, કરણ જોહરના પ્રોડક્શનની 'દોસ્તાના 2' અને 'તખ્ત' પર પણ કામ કરી રહી છે. હાલમાં જ જાન્હવી કપૂરની વધુ એક ફિલ્મ 'ગુડ લક જેરી'નો ફર્સ્ટ લૂક પણ રિલીઝ કરવામાં આવ્યો છે જે આનંદ એલ રાય બનાવી રહ્યા છે.

Read Next Story