એપશહેર

ધીરે-ધીરે વધુ નિકટ આવી રહ્યા છે Janhvi Kapoor અને Shikhar Pahariya, તિરુમાલા મંદિરમાં એકસાથે દર્શન કર્યા

જ્હાન્વી કપૂર અગાઉ શિખર પહારિયાને ડેટ કરી ચૂકી છે. બંનેનું બ્રેકઅપ થયા પછી થોડા દિવસો પહેલા જ બંને કેટલીક બોલિવુડ પાર્ટીઓમાં સાથે જોવા મળ્યા હતા. ત્યારથી ચર્ચા શરૂ થઈ છે કે જ્હાન્વી અને શિખર ફરી એકબીજાના પ્રેમમાં પડ્યા છે. તેઓ એક હેલોવીન પાર્ટીમાં પણ સાથે ગયા હતા અને ત્યાંથી પણ તેમની તસવીર સોશિયલ મીડિયા પર વાયરલ થઈ હતી.

Authored byશિવાની જોષી | I am Gujarat 4 Dec 2022, 10:26 am

હાઈલાઈટ્સ:

  • જ્હાન્વીએ શિખર સાથે તિરુમાલા મંદિરમાં દર્શન કર્યા.
  • જ્હાન્વી કપૂર અવારનવાર તિરુમાલા મંદિરમાં દર્શન માટે જાય છે.
  • જ્હાન્વી અને શિખર સાથે જોવા મળતાં ફરી રિલેશનશીપમાં હોવાની ચર્ચાએ જોર પકડ્યું.
હાઈલાઈટ ટેક્સ્ટ
બોલિવુડ એક્ટ્રેસ જ્હાન્વી કપૂર (Janhvi Kapoor) પોતાના બિઝી શિડ્યુલમાંથી સમય કાઢીને તિરુમાલા મંદિરમાં ભગવાન વેંકટેશ્વરના દર્શન કરવા ગઈ હતી. જ્હાન્વી કપૂર અવારનવાર આ પ્રસિદ્ધિ મંદિરની મુલાકાત લેતી રહે છે. ખાસ કરીને તેના સ્વર્ગસ્થ મમ્મી અને બોલિવુડ અભિનેત્રી શ્રીદેવીની જન્મતિથિ પર જ્હાન્વી તિરુમાલા મંદિરમાં જાય છે. તિરુમાલા મંદિરમાં દર્શન વખતે જ્હાન્વી પારંપારિક વસ્ત્રોમાં જોવા મળી હતી. નિયોન ગ્રીન રંગની સાડીમાં જ્હાન્વી ખૂબસૂરત લાગતી હતી. ન્યૂઝ એજન્સીના અહેવાલ પ્રમાણે, જ્હાન્વીએ મંદિરના VIP દર્શનના સમયગાળામાં શિશ ઝૂકાવ્યું હતું.

Shah Rukh Khanને બાજુમાં બેઠેલો જોઈને હોલિવુડ એક્ટ્રેસ Sharon Stoneને વિશ્વાસ ના થયો, તેના મજેદાર રિએક્શનનો વિડીયો વાયરલ

જ્હાન્વી કપૂર સાથે મંદિરમાં દેખાયો શિખર

રિપોર્ટમાં એવો પણ ઉલ્લેખ કરવામાં આવ્યો છે કે, જ્હાન્વી કપૂરને રંગનાયકા મંડપમાં વૈદિક આશીર્વાદ પણ મળ્યા હતા. સુરક્ષાકર્મીઓ સાથે જ્હાન્વી મંદિરમાં દર્શન કરવા માટે પહોંચી હતી. જ્હાન્વી સાથે એક યુવાન છોકરો દેખાઈ રહ્યો હતો. માનવામાં આવી રહ્યું છે કે, આ જ્હાન્વીનો એક્સ-બોયફ્રેન્ડ શિખર પહારિયા છે.

દક્ષિણ ભારતીય પરિધાનમાં જોવા મળ્યો શિખર

જ્હાન્વી મંદિરમાંથી દર્શન કરીને નીકળી તે સમયનો વિડીયો સામે આવ્યો છે. જેમાં તેની સાથે શિખર પહારિયા હોય તેમ લાગી રહ્યું છે. શિખર પહારિયા (Shikhar Pahariya) પણ દક્ષિણ ભારતીય પહેરવેશમાં જોવા મળ્યો હતો. જ્હાન્વી કાર સુધી પહોંચી ત્યાં સુધી તે તેની સાથે જ હતો. જ્હાન્વી કપૂરે મંદિરમાંથી નીકળ્યા બાદ નીચે બેસીને શિશ ઝૂકાવીને દર્શન કર્યા હતા. Freddy Movie Review: સાઈકો ડેન્ટિસ્ટના રોલમાં 'ફ્રેડી'માં જીવ રેડે છે કાર્તિક આર્યન, અલાયાની પણ દમદાર એક્ટિંગ
બ્રેકઅપ બાદ ફરી પ્રેમમાં પડ્યા!

જ્હાન્વી કપૂર અગાઉ શિખર પહારિયાને ડેટ કરી ચૂકી છે. બંનેનું બ્રેકઅપ થયા પછી થોડા દિવસો પહેલા જ બંને કેટલીક બોલિવુડ પાર્ટીઓમાં સાથે જોવા મળ્યા હતા. ત્યારથી ચર્ચા શરૂ થઈ છે કે જ્હાન્વી અને શિખર ફરી એકબીજાના પ્રેમમાં પડ્યા છે. તેઓ એક હેલોવીન પાર્ટીમાં પણ સાથે ગયા હતા અને ત્યાંથી પણ તેમની તસવીર સોશિયલ મીડિયા પર વાયરલ થઈ હતી.

આ ફિલ્મોમાં દેખાશે જ્હાન્વી

વર્કફ્રંટની વાત કરીએ તો, જ્હાન્વી કપૂર રાજ કુમાર રાવ સાથે ફિલ્મ 'મિસ્ટર અને મિસિસ માહી'માં જોવા મળશે. જ્યારે વરુણ ધવન સાથે ફિલ્મ 'બવાલ'માં દેખાશે.
લેખક વિશે
શિવાની જોષી
શિવાની જોષી છેલ્લા સાત વર્ષથી વધુ સમય કરતાં પત્રકારત્વના ક્ષેત્રમાં છે. કારકિર્દીની શરૂઆતથી જ તેઓ ન્યૂઝ એડિટિંગના કામનો અનુભવ ધરાવે છે. તેમણે ગુજરાત યુનિવર્સિટી સંલગ્ન કોલેજમાંથી ગ્રેજ્યુએશન (બીકોમ) કર્યું છે. ત્યારબાદ ગુજરાત યુનિવર્સિટીના જ માસ કમ્યુનિકેશન, જર્નાલિઝમ એન્ડ પબ્લિક રિલેશન ડિપાર્ટમેન્ટમાંથી પોસ્ટ ગ્રેજ્યુએશનની ડિગ્રી મેળવી અને પત્રકારત્વના ક્ષેત્રે જોડાયા. તેઓ વીટીવી ન્યૂઝ, એબીપી અસ્મિતા જેવી ન્યૂઝ ચેનલ સાથે કામ કરી ચૂક્યા છે.... વધુ વાંચો

Read Next Story