એપશહેર

'બજરંગી ભાઈજાન', 'એક થા ટાઈગર' ફિલ્મોથી મોંઘી વેબ સીરઝ બનાવશે કબીર ખાન?

Shailesh Thakkar | I am Gujarat 29 Mar 2017, 5:48 pm
કબીર ખાને તાજેતરમાં જ ફિલ્મ ‘ટ્યૂબલાઈટ’નું શૂટિંગ પૂરું કર્યું છે. હવે તે વેબ સિરીઝ દ્વારા ડિજિટલ ફોર્મેટમાં ડેબ્યૂ કરવાની તૈયારી કરી રહ્યો છે. રિપોર્ટ્સનું માનીએ તો કબીર ટૂંક સમયમાં જ ડિજિટલ વર્લ્ડમાં ઈન્ટરનેશનલ વેહ સિરીઝ દ્વારા એન્ટ્રી કરવાનો છે, જે નેતાજી સુભાષચંદ્ર બોઝની ઈન્ડિયન નેશનલ આર્મી પર આધારિત હશે. આ ફિલ્મને કબીર પોતે જ ડિરેક્ટ અને પ્રોડ્યૂસ કરશે. એક સૂત્રે લીડિંગ ટેબ્લોયડને જણાવ્યું કે – આ એક યુદ્ધ આધારિત એપિક હશે. આ વેબ સીરીઝ 2001માં આવેલી અમેરિકન ડ્રામા સીરીઝ ઈન્ડિયન બેન્ડ ઑફ બ્રધર્સ પર આધારિત હશે, જેમાં અનેક પ્રકારની વાર્તાઓના પાસાઓ પર ફોકસ કરવામાં આવશે. તેમાં ઈન્ડિયન નેશનલ આર્મીના યોગદાનને પણ દેખાડવામાં આવશે. ઈન્ડિયન બેન્ડ ઑફ બ્રધર્સ ટોમ હેંક્સે લખી હતી, જેમાં હોમલેન્ડ સ્ટાર ડેમિયન લેવિસ દેખાયા હતા. કબીર આ સબજેક્ટ પર ઘણા સમયથી કામ કરી રહ્યો છે અને છેક હવે જઈને તેનો સ્ક્રીનપ્લે તૈયાર થયો છે. જોકે, તે ટ્યૂબલાઈટની રિલીઝ બાદ લેખકો સાથે આ વાર્તા પર કામ કરશે. તેની અત્યાર સુધી રિલીઝ થયેલી બધી ફિલ્મો કરતા આ વેબ સીરીઝનું બજેટ વધારે રાખવામાં આવ્યું છે. 9-10 એપિસોડની આ વેબ સિરીઝનો મોટાભાગનો હિસ્સો વિદેશમાં શૂટ કરવામાં આવશે. જણાવી દઈએ કે, બોલિવૂડમાં એન્ટ્રી કર્યા પહેલા કબીરે ગૌતમ ઘોષની ડૉક્યૂમેન્ટ્રી ‘બિયોન્ડ ધ હિમાલયાઝ’માં સિનેમેટોગ્રાફર તરીકે કામ કર્યું હતું. ત્યારબાદ તેણે ‘ફોરગોટન આર્મી’ પર કામ કર્યું. તેણે ‘કાબુલ એક્સપ્રેસ’ દ્વારા બોલિવૂડમાં ડેબ્ચૂ કર્યું હતું.

Read Next Story

Gujarati News - I am Gujarat: ગુજરાત, દેશ, વિદેશ, શિક્ષણ, બિઝનેસ, મૂવી, જ્યોતિષ, ધર્મ, સ્પોર્ટ્સના લેટેસ્ટ સમાચાર ઉપરાંત વાયરલ ન્યૂઝ મેળવવા માટે ડાઉનલોડ કરો IamGujaratની એપ
તમામ તાજી ખબરો માટે I am Gujarat ફેસબૂકપેજને લાઈક કરો