એપશહેર

કંગનાએ આદિત્ય ઠાકરેના બહાને ઉદ્ધવને ઘેર્યા, કહ્યું- 'જોઈએ, કોણ કોને ફિક્સ કરે છે'

કંગના રનૌત સોમવારે પોતાના ગૃહ રાજ્ય હિમાચલ પ્રદેશ જવા નીકળી ગઈ. તેણે મહારાષ્ટ્રના સીએમ અને તેમના પુત્ર આદિત્ય ઠાકરે સામે નિશાન સાધ્યું.

I am Gujarat 14 Sep 2020, 8:38 pm
બોલિવુડ એક્ટ્રેસ કંગના રનૌત મુંબઈથી 6 દિવસ બાદ પોતાના ઘરે મનાલી પાછી ગઈ છે. પરંતુ, મહારાષ્ટ્ર સરકાર અને તેની વચ્ચે શાબ્દિક જંગ ચાલુ જ છે. હવે, કંગના રનોતે મહારાષ્ટ્રના સીએમ ઉદ્ધવ ઠાકરે અને તેમના પુત્ર આદિત્ય ઠાકરે પર નિશાન સાધ્યું છે.
I am Gujarat Kangana Ranaut
કંગના રનૌત મુંબઈથી પોતાના ગૃહ રાજ્ય હિમાચલ પ્રદેશ જવા નીકળી છે.


કંગના રનોતે સોમવારે પોતાના ટ્વીટર હેન્ડલ પર લખ્યું કે, 'મહારાષ્ટ્રના સીએમની મૂળ સમસ્યા એ છે કે, મેં ફિલ્મ માફિયા, સુશાંત સિંહ રાજપૂતના હત્યારાઓ અને તેમના ડ્રગ રેકેટનો પર્દાફાશ કર્યો, જે તેમના લાડલા દીકરા આદિત્ય ઠાકરેની સાથે છે. આ મારો મોટો ગુનો છે, એટલે હવે તે મને ફિક્સ કરવા ઈચ્છે છે, ઠીક છે, જોઈએ કે કોણ કોને ફિક્સ કરે છે.'

કંગના રનૌતની ટ્વીટ.


આ પહેલા સોમવારે કંગના રનોત પોતાન ગૃહ રાજ્ય હિમાચલ પ્રદેશ જવા માટે નીકળી. એ સમયે તેણે અમારા સહયોગી નવભારતટાઈમ્સના અહેવાલને શેર કરતા ટ્વીટ કરી કે, 'ભારે મનથી મુબંઈથી નીકળી રહી છું. આટલી દિવસોમાં જે રીતે મને ડરાવાઈ-ધમકાવાઈ, મારી ઓફિસ તોડ્યા બાદ મારા ઘરને પણ નિશાન બનાવાયું, જે રીતે મારી આજુબાજુ સશસ્ત્ર સિક્યોરિટી તૈનાત કરાઈ, મારે કહેવું જ પડશે કે PoK સાથે સરખામણી કરતા મારા નિવેદનમાં કંઈ ખોટું નથી.'

કંગનાએ મહારાષ્ટ્રના ગવર્નર સાથે કરી હતી મુલાકાત
કંગના રનૌતે રવિવારે મહારાષ્ટ્રના ગવર્નર સાથે ભગત સિંહ કોશ્યારી સાથે મુલાકાત કરી હતી. કંગના રનૌતએ કહ્યું હતું કે, 'મેં મહારાષ્ટ્રના ગવર્નર ભગતસિંહ કોશ્યારી સાથે મુલાકાત કરી. મારી સાથે જે પણ અન્યાય થયો છે, મેં તે અંગે વાત કરી. તે અહીં અમારા બધાના રક્ષક છે. જે રીતે મારી સાથે જે વર્તન થયું છે, તેના અંગે વાત થઈ છે. હું આશા રાખું છું કે મને ન્યાય મળશે, જેથી યુવતીઓ સહિત બધા નાગરિકોને વિશ્વાસ સિસ્ટમમાં જળવાઈ રહે. હું નસીબદાર છું કે રાજ્યપાલે મારી વાત એક દીકરીની જેમ સાંભળી.'

કંગનાને મળી Y કેટેગરીની સુરક્ષાકંગના રનૌતએ મુંબઈ પોલીસ વિરુદ્ધ સ્ટેટમેન્ટ આપ્યું હતું અને તે પછી તેને મુંબઈમાં એન્ટ્રીને લઈને ધમકીઓ મળવા લાગી હતી. તે પછી શિવાસેના સાથે કંગનાનું શાબ્દિક યુદ્ધ વધતું ગયું. કંગનાની સામે શિવસેનાના નિવેદનો અને ઉગ્ર વલણને જોતા કંગનાના પિતાએ દીકરી માટે હિમાચલ પ્રદેશ સરકાર સમક્ષ પોલીસ સુરક્ષા માગી હતી., તે પછી તેને Y કેટેગરીની સુરક્ષા આપવામાં આવી.

Read Next Story

Gujarati News - I am Gujarat: ગુજરાત, દેશ, વિદેશ, શિક્ષણ, બિઝનેસ, મૂવી, જ્યોતિષ, ધર્મ, સ્પોર્ટ્સના લેટેસ્ટ સમાચાર ઉપરાંત વાયરલ ન્યૂઝ મેળવવા માટે ડાઉનલોડ કરો IamGujaratની એપ
તમામ તાજી ખબરો માટે I am Gujarat ફેસબૂકપેજને લાઈક કરો