એપશહેર

ઝાંસીની રાણી લક્ષ્મીબાઈ સાથે કરી પોતાની સરખામણી, કંગના પર વિફર્યા યૂઝર્સ

રાણી લક્ષ્મીબાઈ સાથેની સરખામણીથી ભડક્યા યૂઝર્સ, કહ્યું સ્વાતંત્ર્ય સેનાનીઓનું અપમાન છે

I am Gujarat 23 Oct 2020, 7:12 pm
મુંબઈઃ કંગના રનૌત અને વિવાદ જાણે કે એકબીજાના પર્યાય બની ગયા છે. જ્યારથી સુશાંત સિંહ રાજપૂતનું અવસાન થયું છે ત્યારથી જ કંગના રનૌત ચર્ચામાં છે. જે પછીથી ઉદ્ધવ ઠાકરે સાથે વિવાદ અને હવે કંગના પર ફરિયાદ પણ કરવામાં આવી છે. જોકે, હવે પોતાની એક ટ્વીટથી કંગના ફરી વિવાદમાં આવી છે. જેમાં તેણે પોતાની સરખામણી રાણી લક્ષ્મીબાઈ અને વીર સાવરકર સાથે કરી છે.
I am Gujarat kangana ranaut compares herself with rani lakshmi bai
ઝાંસીની રાણી લક્ષ્મીબાઈ સાથે કરી પોતાની સરખામણી, કંગના પર વિફર્યા યૂઝર્સ


શું કહ્યું હતું કંગનાએ?
કંગના રનૌતે એવી ટ્વીટ કરી જેના કારણે તે યૂઝર્સના નિશાને આવી છે અને યૂઝર્સ તેની ભરપૂર ટીકા કરી રહ્યાં છે. કંગના રનૌતે ટ્વીટ કરીને કહ્યું કે તેને જેલ મોકલવાની કોશિશ થઈ રહી છે. તેણે એક ટ્વીટ કરી હતી. જેમાં તેણે બોલિવૂડ એક્ટર આમિર ખાનને પણ ટેગ કર્યો હતો. કંગના રનૌતે લખ્યું કે,'જેવી રીતે રાણી લક્ષ્મીબાઈનો કિલ્લો તોડ્યો હતો. મારુ ઘર તોડી નાખ્યું, જેમ સાવરકરજીને વિદ્રોહ માટે જેલમાં મોકલાયા હતા તે રીતે મને પણ જેલમાં મોકલવાની પૂરી કોશિશ કરવામાં આવી છે. અસહિષ્ણુતા ગેંગને જઈને કોઈ પૂછો કે કેટલી તકલીફો વેઠી છે, તેમણે આ ઈન્ટોલરન્સ દેશમાં?'


ગુસ્સે ભરાયા યૂઝર્સ
ટ્વીટમાં પોતાની સરખામણી રાણી લક્ષ્મીબાઈ અને વીર સાવરકર સાથે કરતાં જ કંગના યૂઝર્સના નિશાને આવી હતી. #ChupKarKangana ટ્રેન્ડ થયું હતું. જેમાં લોકો તેની ભરપૂર ટીકા કરી રહ્યાં છે. એક યૂઝરે લખ્યું હતું કે,'તું પોતાની સરખામણી રાણી લક્ષ્મીબાઈ સાથે કેમ કરી રહી છે? તેમણે ક્યારેય વિક્ટીમ કાર્ડ નથી રમ્યું જેવી રીતે તું રમે છે.' તો વળી અન્ય એક યૂઝરે લખ્યું કે, 'આ આપણા સ્વતંત્રતા સેનાનીઓનું અપમાન છે.'

યૂઝર્સના નિશાને આવી કંગના


યૂઝર્સ કરી રહ્યાં છે ટીકા

રાણી લક્ષ્મીબાઈ સાથેની સરખામણીથી નારાજ

Read Next Story

Gujarati News - I am Gujarat: ગુજરાત, દેશ, વિદેશ, શિક્ષણ, બિઝનેસ, મૂવી, જ્યોતિષ, ધર્મ, સ્પોર્ટ્સના લેટેસ્ટ સમાચાર ઉપરાંત વાયરલ ન્યૂઝ મેળવવા માટે ડાઉનલોડ કરો IamGujaratની એપ
તમામ તાજી ખબરો માટે I am Gujarat ફેસબૂકપેજને લાઈક કરો