એપશહેર

કંગનાએ રંગોલીના જન્મદિવસ પર એક ખાસ ભેટ આપી, નામ રાખ્યું - ગપ્પુ ચંદેલ

કંગનાની ગિફ્ટ જોઈને ખુબ જ ખુશ થઈ ગઈ બહેન રંગોલી સાથે લખ્યો ખાસ મેસેજ

I am Gujarat 2 Dec 2020, 5:49 pm
મુંબઈઃ બોલિવૂડ એક્ટ્રેસ કંગના રાનૌતે તેની બહેનને જન્મદિવસની એક ખાસ ગિફ્ટ આપી છે, જેની તસવીરો તેણે પોતાના સોશિયલ મીડિયા એકાઉન્ટ પર પણ શેર કરી છે. રંગોલી ચંદેલના જન્મદિવસ પર કંગનાએ તેની બહેનને ગુલાબી રંગની રિબિનથી સજ્જ સુંદર બકેટમાં સુંદર પપ્પી ગિફ્ટમાં આપ્યું છે.
I am Gujarat kangana ranaut gift new guest in rangoli chandel family gappu chandel
કંગનાએ રંગોલીના જન્મદિવસ પર એક ખાસ ભેટ આપી, નામ રાખ્યું - ગપ્પુ ચંદેલ


કંગનાએ બુધવારે તેના પ્રશંસકો સાથે આ સુંદર તસવીરો શેર કરીને કરી હતી. પપ્પી સાથે તસવીરો લેતી વખતે કંગના એકદમ ખુશ જોવા મળી રહી છે, ત્યારે રંગોલીના ચહેરો પણ અલગ રોનક દેખાઈ રહી છે. કંગનાએ આ તસવીરો તેના ટ્વિટર હેન્ડલ પર શેર કરી છે અને રંગોલીને અભિનંદન આપતા લખ્યું છે કે, "મારી એકલી બહેનને જન્મદિવસની શુભકામનાઓ".

કંગનાએ વધુમાં લખ્યું કે, "જોકે રંગોલી હંમેશાં ખુશ રહે છે પણ હું જાણું છું કે તેની અંદર એક માતા છે. અમારા પરિવારમાં વધુ એક મહેમાન આવી ગયો છે. મિત્રો, મળો ગપ્પુ ચંદેલને." ઇન્સ્ટાગ્રામ પર આ તસવીરો શેર કરતી વખતે રંગોલી ચંદેલે લખ્યું કે, "હું હંમેશાં પપ્પી ઇચ્છતી હતો પરંતુ ફક્ત તમારા તરફથી, કારણ કે મારા જીવનમાં જે સુંદર વસ્તુઓ બની છે તે તમારા દ્વારા જ આવી છે."

રંગોલીએ બહેન કંગનાનો માન્યો આભાર


રંગોલીએ લખ્યું, "મને આનંદ છે કે તને વર્ષોથી જે સંકેત આપવામાં આવી રહ્યો હતો તે મળી ગયો. હાહાહા .. જન્મદિવસની આટલી સુંદર ભેટ બદલ આભાર."

Read Next Story

Gujarati News - I am Gujarat: ગુજરાત, દેશ, વિદેશ, શિક્ષણ, બિઝનેસ, મૂવી, જ્યોતિષ, ધર્મ, સ્પોર્ટ્સના લેટેસ્ટ સમાચાર ઉપરાંત વાયરલ ન્યૂઝ મેળવવા માટે ડાઉનલોડ કરો IamGujaratની એપ
તમામ તાજી ખબરો માટે I am Gujarat ફેસબૂકપેજને લાઈક કરો