એપશહેર

તબાહ થયેલી ઑફિસથી જ કરીશ કામ, બધા જોશે દુનિયામાં સ્ત્રીના અવાજ ઉઠાવવાનું પરિણામ: કંગના

BMC દ્વારા ઑફિસ તોડી પાડવામાં આવ્યા બાદ કંગનાએ કહ્યું કે, તેની પાસે ઑફિસ રિનોવેટ કરાવવાના પૈસા નથી અને દુનિયા જુએ કે, સ્ત્રીના અવાજ ઉઠાવવાનું પરિણામ શું હોય છે

I am Gujarat 10 Sep 2020, 11:02 pm
પોતાના બેબાક નિવેદનો માટે જાણીતી બોલિવૂડ એક્ટ્રેસ કંગના રનોટની ઑફિસમાં BMCએ ખૂબ તોડફોડ કરી હતી. બીજી તરફ કંગના પણ એ જ દિવસે મુંબઈ પહોંચી હતી અને ગુરુવારે તેણે પોતાની ઑફિસની મુલાકાત લીધી હતી. ઑફિસ વિઝિટ દરમિયાન એક્ટ્રેસના ચહેરા પર નારાજગી સ્પષ્ટ દેખાઈ રહી હતી. બીજી તરફ BMCની કાર્યવાહી બાદ લોકો કંગનાના સમર્થનમાં આવી ગયા છે અને તે બધાનો આભાર વ્યક્ત કરી રહી છે. પોતાની ઑફિસથી પરત ફર્યા બાદ એક્ટ્રેસે પોતાના મનની વાત કહી છે.
I am Gujarat kangana ranaut said that i will work from her ruins office after demolition by bmc
તબાહ થયેલી ઑફિસથી જ કરીશ કામ, બધા જોશે દુનિયામાં સ્ત્રીના અવાજ ઉઠાવવાનું પરિણામ: કંગના


કંગનાએ કહ્યું - રિનોવેટ કરવાના પૈસા નથી

કંગના રનોટે ટ્વીટ કરતા લખ્યું કે - મારી ઑફિસ 15 જાન્યુઆરીના રોજ ખુલવાની હતી. ત્યારબાદ કોરોનાએ અમને બધાને ટાર્ગેટ બનાવ્યા, જેના કારણે અમારામાંથી મોટાભાગના લોકોએ કામ કર્યું નહીં. આને રિનોવેટ કરાવવા માટે પૈસા નથી. હું તે તૂટેલી ઑફિસથી જ કામ કરીશ. આ તબાહ ઑફિસ એક પ્રતીક છે કે, એક મહિલા જે આ દુનિયામાં અવાજ ઉઠાવવાનું સાહસ કરે છે તેની સાથે શું થાય છે.'

ઑફિસના કાટમાળને એકીટશે જોતી રહી કંગના

આના પહેલા કંગના રનોટ પોતાની ગાડી પોતાની ઑફિસ પહોંચી હતી અને થોડી મિનિટો સુધી ગાડીની અંદરથી બહાર ફેલાયેલા કાટમાળને એકીટશે જોતી રહી. ત્યારબાદ તે ગાડીમાંથી ઉતરી ઑફિસમાં ગઈ અને વારાફરતી ગ્રાઉન્ડ ફ્લોર, ફર્સ્ટ ફ્લોર, સેકન્ડ ફ્લોર પર ગઈ. આ દરમિયાન ઑફિસના કાટમાળને જોઈને તેની આંખોમાં નિરાશા દેખાઈ રહી હતી. આશરે 15-20 મિનિટ સુધી ત્યાં રોકાયા બાદ કંઈ બોલ્યા વિના કંગના પોતાના ઘર માટે રવાના થઈ ગઈ.


તૂટેલી ઑફિસથી કામ કરશે કંગના


સુનવણી 22 સપ્ટેમ્બર સુધી સ્થગિત

જણાવી દઈએ કે, કંગના રનોટના ઘરે BMC દ્વારા ગેરકાયદેસ ગણાવી તોડવાના કેસમાં ગુરુવારે બૉમ્બે હાઈકોર્ટમાં સુનવણી થઈ. અહીં બંને પક્ષોએ સમય ફાળવવાની માગણી કરી જેના પર કોર્ટે કેસની સુનવણીને 22 સપ્ટેમ્બર સુધી સ્થગિત કરી દીધી છે.

22 સપ્ટેમ્બર સુધી ઑફિસમાં કંઈ તોડી કે જોડી શકાશે નહીં: કોર્ટ

બૉમ્બે હાઈકોર્ટે કહ્યું કે, આના પર 22 તારીખ બાદ સુનવણી થશે. કોર્ટે એમ પણ કહ્યું કે, 22 સપ્ટેમ્બર સુધી ઑફિસમાં કશું તોડી કે જોડી શકાશે નહીં. ઑફિસમાં પાણીની પાઈપલાઈન અને વીજળીની લાઈન કપાયેલી છે તેને પણ પાછી કનેક્ટ કરવા પર રોક લગાવી દેવાઈ છે

Read Next Story

Gujarati News - I am Gujarat: ગુજરાત, દેશ, વિદેશ, શિક્ષણ, બિઝનેસ, મૂવી, જ્યોતિષ, ધર્મ, સ્પોર્ટ્સના લેટેસ્ટ સમાચાર ઉપરાંત વાયરલ ન્યૂઝ મેળવવા માટે ડાઉનલોડ કરો IamGujaratની એપ
તમામ તાજી ખબરો માટે I am Gujarat ફેસબૂકપેજને લાઈક કરો