એપશહેર

કંગના રનૌતની બહેન પર આ કારણોસર થયો હતો એસિડ એટેક, જણાવી વ્યથા

Hitesh Mori | I am Gujarat 4 Oct 2019, 7:03 pm
કંગના રનૌતની બહેન રંગોલી ચંદેલ સોશિયલ મીડિયા પર ખૂબ એક્ટિવ રહે છે. તે અનેક વખત પોતાની બહેન કંગના માટે સેલિબ્રિટિઝ સાથે વિવાદમાં ઉતરી ચૂકી છે. આ વખતે રંગોલીએ સોશિયલ મીડિયા પર પોતાના પર થયેલા એસિડ અટેકનું દુઃખ વ્યક્ત કર્યું છે. હવે ટેલિગ્રામ પર મેળવો દરેક મહત્વના સમાચાર, અમારી ચેનલ સબસ્ક્રાઈબ કરવા અહીં ક્લિક કરો
રંગોલીએ સૌથી પહેલા પોતાની કોલેજના એન્યુઅલ ફંક્શનનો ફોટો શેર કર્યો અને સાથે લખ્યું’આ ફોટોને ક્લિક કર્યાના થોડા સમય બાદ તે વ્યક્તિએ મારા પર એક લિટર એસિડ ફેંક્યું જેના પ્રપોઝલને મેં ના પાડી હતી. આ દરમિયાન મારે 54 સર્જરીમાંથી પસાર થવું પડ્યું અને મારી નાની બહેન પર શારીરિક હુમલો કરવામાં આવ્યો’
બીજા ટ્વિટમાં રંગોલી લખે છે કે, ‘આ બધુ એટલા માટે થયું કારણ કે અમારા માતા-પિતાએ સુંદર, ઈંટેલિજેન્ટ અને આત્મવિશ્વાસી છોકરીઓને જન્મ આપ્યો. દુનિયા બાળકીઓ પ્રતિ દયાળું નથી, દરેક પ્રકારના સામાજિક દૂષણો સામે લડવાનો સમય છે જેથી આપણા બાળકો સુરક્ષિત રહે.’
રંગોલીએ એક ફોટો શેર કર્યો જેમાં તેનો કાન નથી. આ ફોટો શેર કરતા તેણે લખ્યું છે કે, ‘ઘણા લોકો આ વાત પર દુઃખ વ્યક્ત કરે છે કે મેં મારી સુંદરતા ગુમાવી દીધી. સાચી વાત કહું તો જ્યારે તમારા શરીરના અંગ તમારી આંખો સામે પિઘળવા લાગે ત્યારે સુંદરતા ગૌણ બની જાય છે. 5 વર્ષમાં 54 સર્જરી પછી પણ ડોક્ટર મારા સરખા કરી શક્યા નથી.’
આ એસિડ એટેકમાં રંગોલીએ કાન જ નહીં સાથે એક આંખ પણ ગુમાવી દીધી હતી. જેની રેટિના ટ્રાંસપ્લાંટ કરી સરખી કરવામાં આવી. એટલું જ નહીં તેને પોતાના પુત્ર પૃથ્વીને બ્રેસ્ટફીડિંગ કરાવવામાં પણ મુશ્કેલી થાય છે. રંગોલીને આટલી બધી સર્જરીનો સામનો કરવો પડ્યો જ્યારે આરોપીઓ થોડા અઠવાડિયામાં જામીન પર બહાર આવી ગયા.
રંગોલીએ જણાવ્યું કે, તેણે કેસને ફોલો કરવાનું બંધ કરી દીધું. તેમના માટે મોતની સજા શા માટે નહી? સુંદરતા એક એવી વસ્તુ હતી જેની મેં સંભાળ રાખી હતી. હું યૂનિવર્સિટી ટોપર હતી, પરંતુ મારી યુવાનીના સૌથી સારા વર્ષ ઓપરેશન થિયેરમાં વીતી ગયા.

Read Next Story

Gujarati News - I am Gujarat: ગુજરાત, દેશ, વિદેશ, શિક્ષણ, બિઝનેસ, મૂવી, જ્યોતિષ, ધર્મ, સ્પોર્ટ્સના લેટેસ્ટ સમાચાર ઉપરાંત વાયરલ ન્યૂઝ મેળવવા માટે ડાઉનલોડ કરો IamGujaratની એપ
તમામ તાજી ખબરો માટે I am Gujarat ફેસબૂકપેજને લાઈક કરો