એપશહેર

કંગનાએ શેર કર્યો દુ:ખદ કિસ્સો, ‘એક મોટો ભાઈ હતો જે હવે દુનિયામાં નથી’

સિબલિંગ્સ ડે પર કંગનાએ કરી ઈમોશનલ પોસ્ટ, મોટી બહેન રંગોલીના જન્મ પહેલા થયો હતો ભાઈનો જન્મ.

TNN 11 Apr 2021, 1:46 pm

હાઈલાઈટ્સ:

  • કંગનાએ શેર કરી ઈમોશનલ પોસ્ટ.
  • ભાઈ-બહેનો સાથેની તસવીરો શેર કરી.
  • પોતાના ભાઈ વિષે ખુલાસો આપ્યો.
હાઈલાઈટ ટેક્સ્ટ
I am Gujarat kangana siblings
બોલિવૂડ સેલેબ્સ ઘણીવાર સોશિયલ મીડિયા પર ફેન્સ સાથે પોતાના બાળપણની યાદો શેર કરતા હોય છે. થોડા દિવસ પહેલા દીપિકા પાદુકોણે પોતાનો બાળપણનો એક ફોટો શેર કર્યો હતો. આજે કંગના રનૌતે પણ ભાઈ-બહેનો સાથેના ફોટો ટ્વિટ કર્યા છે. આ ફોટોની સાથે સાથે તેણે એક દુ:ખદ કિસ્સો પણ શેર કર્યો છે.

કંગનાએ મોટી પહેન રંગોલી અને ભાઈ અક્ષત સાથેના ફોટો શેર કરીને કેપ્શનમાં ઈમોશનલ મેસેજ લખ્યો છે. તેણે લખ્યું છે કે, શું આજે સિબલિંગ દિવસ છે. અમારા ત્રણ ભાઈ-બહેન પહેલા મારી માતાને એક બાળક હતું, પરંતુ કોઈ કારણોસર બાળપણમાં જ તેનું મૃત્યુ થયુ. મને લાગે છે કે અમારા ત્રણેયમાં તેના અમુક અંશ છે કારણકે અમારી અમુક બાબતો તેનાથી મળતી આવે છે.
કંગનાએ પોતાના ઓફિશિયલ ટ્વિટર હેન્ડલ પર આ ત્રણ ફોટો શેર કર્યા છે. એક ફોટોમાં તે પોતાની મોટી બહેન રંગોલી અને ભાઈ અક્ષત સાથે દેખાઈ રહી છે. કંગનાની આ પોસ્ટ પર ફેન્સના રિએક્શન જોવા મળી રહ્યા છે. ઉલ્લેખનીય છે કે 10મી એપ્રિલના રોજ સિબલિંગ ડે હોવાને કારણે બોલિવૂડના ઘણાં બધા એક્ટર્સે પોતાના ભાઈ-બહેનો સાથેના બાળપણના કિસ્સા શેર કર્યા હતા.

Read Next Story

Gujarati News - I am Gujarat: ગુજરાત, દેશ, વિદેશ, શિક્ષણ, બિઝનેસ, મૂવી, જ્યોતિષ, ધર્મ, સ્પોર્ટ્સના લેટેસ્ટ સમાચાર ઉપરાંત વાયરલ ન્યૂઝ મેળવવા માટે ડાઉનલોડ કરો IamGujaratની એપ
તમામ તાજી ખબરો માટે I am Gujarat ફેસબૂકપેજને લાઈક કરો