એપશહેર

‘બન્ને તોફાની થઈ ગયા છો’, કરણ જોહરે ધમકાવ્યા તો બાળકોએ આપ્યો મજાનો જવાબ

ડેડીએ હોમવર્ક કરવા જવાનુ કહ્યું તો યશ અને રુહીએ એવો જવાબ આપ્યો કે કરણ જોહર પણ ચોંકી ગયો, વીડિયો શેર કરીને કહ્યું- મારા પોતાના બાળકો મને આવો જવાબ આપે છે.

I am Gujarat 15 Dec 2021, 2:34 pm

હાઈલાઈટ્સ:

  • કરણ જોહરે બાળકો યશ અને રુહીનો વીડિયો શેર કર્યો.
  • કરણ જોહરે ધમકાવ્યા તો બાળકોએ આપ્યો મજાનો જવાબ.
  • કભી ખુશી કભી ગમના 20 વર્ષની ઉજવણી કરી રહ્યા છે લોકો.
હાઈલાઈટ ટેક્સ્ટ
I am Gujarat pablo - 2021-12-15T133336.549
ફિલ્મમેકર કરણ જોહર ઘણીવાર ઈન્સ્ટાગ્રામ પર પોતાના બાળકોના ફોટો અને વીડિયો શેર કરતો હોય છે. તાજેતરમાં તેણે પોતાના બાળકો યશ અને રુહીનો એક મજાનો વીડિયો શેર કર્યો છે, જેમાં જોઈ શકાય છે કે તે બન્નેને ધમકાવી રહ્યો છે. પરંતુ બાળકો કરણ જોહરને જે વળતો જવાબ આપે છે તે સાંભળીને કરણ પણ ચોંકી જાય છે.
અનિલ અને ટીના અંબાણીના દીકરા અનમોલે કરી સગાઈ, માત્ર પરિવારના સભ્યો રહ્યા હાજર
કરણ જોહરે આ વીડિયો ઈન્સ્ટાગ્રામ પર શેર કર્યો છે. વીડિયોમાં જોઈ શકાય છે કે કરણ જોહર દીકરા યશ અને દીકરી રુહીને ધમકાવી રહ્યો છે. તે બાળકોને કહી રહ્યો છે કે, તમે બન્ને ઘણાં તોફાની બની ગયા છો, જાઓ જઈને હોમવર્ક કરો. આ સાંભળીને બન્ને બાળકો એકસાથે કહે છે- ડેડી, ટેક એ ચિલ પિલ. બાળકોના મોઢે આ વાત સાંબળીને કરણ જોહર પણ આશ્ચર્યચકિત થઈ જાય છે.

View this post on Instagram A post shared by Karan Johar (@karanjohar)

કરણ જોહર અને તેના બાળકોના આ વીડિયો પર ઈન્ડસ્ટ્રીના મિત્રો ખૂબ કમેન્ટ કરી રહ્યા છે અને બાળકો પર પ્રેમ વરસાવી રહ્યા છે. રણવી સિંહ, ભૂમિ પેડનેકર સહિત અનેક સેલેબ્સે કમેન્ટ કરી છે. ઉલ્લેખનીય છે કે, ટેક અ ચિલ પિલ એ કરણ જોહરની ફિલ્મ કભી ખુશી કભી ગમનો ડાયલોગ છે. અત્યારે કભી કુશી કભી ગમના 20 વર્ષ પૂરા થયા હોવાને કારણે તમામ લોકો ફિલ્મને યાદ કરી રહ્યા છે.

કેટરીના કૈફ-વિકી કૌશલના લગ્નની તે ઘડી જ્યારે ભરાઈ ગઈ હતી બધાની આંખો
માત્ર ફિલ્મ સાથે જોડાયેલા લોકો જ નહીં, અન્ય લોકો પણ ફિલ્મના સીન્સ રિક્રિએટ કરી રહ્યા છે. આલિયા ભટ્ટ અને જાહ્નવી કપૂરે પણ ફિલ્મમાં કરીના કપૂરના પાત્રના સીન્સ રિક્રિએટ કર્યા છે. આ દરમિયાન કરણના બાળકો પર પણ ફિલ્મનો જાદુ છવાયેલો જોવા મળ્યો. કરણે આ વીડિયો પોસ્ટ કરીને લખ્યું છે કે, કહેવામાં આવે છે કે તમે જે કરો તે વળીને તમારી પાસે જ પાછું આવે છે. અને જુઓ મારા બાળકો મને ચિલ પિલ લેવાનું કહી રહ્યા છે.
કરણ જોહરે કભી ખુશી કભી ગમના 20 વર્ષ સમાપ્ત થવા પર એક બીટીએસ વીડિયો પણ શેર કર્યો છે. આ વીડિયોમાં ફિલ્મના શાનદાર સીન સિવાય સેટ પર એક્ટર્સની મજાની ક્ષણો પણ દર્શાવવામાં આવી છે.

Read Next Story

Gujarati News - I am Gujarat: ગુજરાત, દેશ, વિદેશ, શિક્ષણ, બિઝનેસ, મૂવી, જ્યોતિષ, ધર્મ, સ્પોર્ટ્સના લેટેસ્ટ સમાચાર ઉપરાંત વાયરલ ન્યૂઝ મેળવવા માટે ડાઉનલોડ કરો IamGujaratની એપ
તમામ તાજી ખબરો માટે I am Gujarat ફેસબૂકપેજને લાઈક કરો