એપશહેર

કરીના કપૂરને આવી ફેવરિટ હોલિડે ડેસ્ટિનેશનની યાદ, દર વર્ષે ન્યૂયર પર લે છે મુલાકાત

ફેમિલી સાથે ક્રિસમસ સેલિબ્રેટ કર્યા બાદ કરીના કપૂર ખાન પોતાના ન્યૂયર હોલિડેને યાદ કરી રહી છે.

I am Gujarat 26 Dec 2020, 4:42 pm
બોલિવુડ ડિવા કરીના કપૂર ખાને જ્યારથી ઈન્સ્ટાગ્રામ પર ડેબ્યૂ કર્યું છે ત્યારથી તે ખૂબ એક્ટિવ રહે છે. કરીના કપૂર ખાન આજકાલ પોતાની પ્રેગ્નેન્સીના કારણે ચર્ચામાં છે. બેબી બંપ ફ્લોન્ટ કરતી કરીનાની તસવીર રોજ સોશિયલ મીડિયા પર વાયરલ થતી રહી છે. ત્યારે હાલમાં જ કરીનાએ વેકેશનની જૂની તસવીરો ઈન્સ્ટાગ્રામ અકાઉન્ટ પર શેર કરી છે. આ તસવીરોમાં કરીના ઉપરાંત પતિ સૈફ અને દીકરો તૈમૂર પણ છે.
I am Gujarat bebo gstaad


કરીના કપૂરે ઈન્સ્ટાગ્રામ પર શેર કરેલી આ તસવીરો સ્વિટ્ઝરલેન્ડના જાણીતા ડેસ્ટિનેશન ગસ્ટાડ (Gstaad)ની છે. જ્યાં કરીના અને સૈફ લગભગ દર વર્ષે હોલિડે પર જાય છે. સૈફ અને કરીના દર વખતે ન્યૂયર સેલિબ્રેટ કરવા માટે સ્વિટ્સઝરલેન્ડ પહોંચી જાય છે. પરંતુ આ વર્ષે કોરોના મહામારીના કારણે બોલિવુડના રોયલ કપલે વેકેશન રદ્દ કર્યું છે. પરિણામે બેબોએ ગસ્ટાડ વેકેશનની ગયા વર્ષની તસવીરો ઈન્સ્ટાગ્રામ પર શેર કરી છે. કરીનાએ તસવીરો શેર કરતાં લખ્યું, "આ વર્ષે અમે તને ખૂબ મિસ કરીશું, વહાલા ગસ્ટાડ."
View this post on Instagram A post shared by Kareena Kapoor Khan (@kareenakapoorkhan)


રસપ્રદ વાત તો એ છે કે, કરીનાએ સૈફ પાસેથી વચન લીધું હતું કે, દર વર્ષે તે તેને ગસ્ટાડમાં વેકેશન માટે લઈને આવશે. 2012માં સૈફ-કરીનાના લગ્ન થયા ત્યારે તેમણે પરણ્યા પછીની પહેલી ક્રિસમસ અને ન્યૂયર ગસ્ટાડમાં સેલિબ્રેટ કરી હતી. ત્યારથી જ તેમણે દર વર્ષે ક્રિસમસ અને ન્યૂયર પર અહીં આવવાની પરંપરા બનાવી દીધી હતી. સ્વિસ આલ્પ્સ વિશેના પોતાના પ્રેમ વિશે વાત કરતાં કરીનાએ અગાઉ મુંબઈ મિરરને આપેલા ઈન્ટરવ્યૂમાં જણાવ્યું હતું કે, "જો તમે મારા કપાળ પર બંદૂક તાકો અને મારી આખરી ઈચ્છા પૂછશો તો બું કહીશ કે છેલ્લીવાર ગસ્ટાડમાં હોલિડે પર જવા માગુ છું. આ સ્થળ દુનિયામાં સૌથી સુંદર અને રોમાન્ટિક છે."

વાંચો, ક્રિસમસ લંચ માટે એક છત નીચે આવ્યો કપૂર પરિવાર, ખાવાપીવાના શોખીન ઋષિજીને કર્યા યાદ

View this post on Instagram A post shared by Kareena Kapoor Khan (@kareenakapoorkhan)


જો કે, હાલ તો કોરોના મહામારીના કારણે સૈફ-કરીના અને તૈમૂરે મુંબઈમાં જ ક્રિસમસની ઉજવણી કરી હતી. ક્રિસમસની આગલી રાત્રે કરીનાએ પરિવારના નજીકના સભ્યો અને મિત્રો માટે પોતાના ઘરે ડિનરનું આયોજન કર્યું હતું. તો કપૂર પરિવારની પરંપરા મુજબ ક્રિસમસ લંચ શશિ કપૂરના ઘરે લીધું હતું. કપૂર પરિવાર દર વર્ષે ક્રિસમસ લંચનું આયોજન કરે છે. કરીના ગ્રીન એથનિક વેરમાં ક્રિસમસ લંચ માટે પહોંચી હતી. ઉલ્લેખનીય છે કે, સૈફ અને કરીના બીજીવાર પેરેન્ટ્સ બનવાના છે. તેમના બીજા સંતાનનો જન્મ 2021માં થશે.

Read Next Story

Gujarati News - I am Gujarat: ગુજરાત, દેશ, વિદેશ, શિક્ષણ, બિઝનેસ, મૂવી, જ્યોતિષ, ધર્મ, સ્પોર્ટ્સના લેટેસ્ટ સમાચાર ઉપરાંત વાયરલ ન્યૂઝ મેળવવા માટે ડાઉનલોડ કરો IamGujaratની એપ
તમામ તાજી ખબરો માટે I am Gujarat ફેસબૂકપેજને લાઈક કરો