એપશહેર

2021માં કરીના કપૂર માટે શું હતું સૌથી સારું? સુંદર તસવીર શેર કરીને એક્ટ્રેસે ખુલાસો કર્યો

કરીના કપૂર ખાન છેલ્લા થોડા દિવસથી કોરોના સંક્રમિત થતાં ચર્ચામાં હતી. કોરોના મુક્ત થયા બાદ કરીના પતિ સૈફ અને દીકરાઓ સાથે સુખદ સમય વિતાવી રહી છે.

I am Gujarat 31 Dec 2021, 1:42 pm

હાઈલાઈટ્સ:

  • કરીના કપૂરે દીકરા જેહની તસવીર શેર કરી બતાવી 2021ની સૌથી સારી બાબત.
  • કરીના કપૂર-સૈફના દીકરા જેહનો જન્મ ફેબ્રુઆરી 2021માં થયો હતો.
  • કરીના અને સૈફના બે દીકરાઓ છે, મોટો દીકરો તૈમૂર પાંચ વર્ષનો છે.
હાઈલાઈટ ટેક્સ્ટ
I am Gujarat bebo jeh n1
2021ના વર્ષનો આજે છેલ્લો દિવસ છે. આ વર્ષમાં શું ગુમાવ્યું, શું મેળવ્યું, સૌથી સારું સંભારણું કયું છે ને કઈ યાદ પીડાયુક્ત છે...આ વિચારવા બેસીએ તો ઘણું આંખ સામે સરી જાય. 2021 પૂરું થવા ગણતરીના કલાકો બાકી છે ત્યારે સેલિબ્રિટીઝ પોતાના આ વર્ષની સૌથી સારી બાબતને ફેન્સ સમક્ષ મૂકી રહ્યા છે. સોશિયલ મીડિયા પર એક્ટિવ રહેતી બોલિવુડ એક્ટ્રેસ કરીના કપૂરે પણ 2021નો સૌથી સારો ભાગ કયો હતો તે જણાવ્યું છે.
લગ્નમાં પણ દીકરી નિયતિએ સફેદ વાળ રાખતાં કેવું હતું પરિવારનું રિએક્શન? 'જેઠાલાલે' જણાવ્યું

2021માં કરીના કપૂર ખાન બીજીવાર મમ્મી બની હતી. કરીના અને સૈફના બીજા દીકરા જેહનો જન્મ ફેબ્રુઆરી 2021માં થયો હતો. 2021ના છેલ્લા દિવસે કરીના કપૂરે 10 મહિનાના દીકરા જેહની તસવીર ઈન્સ્ટાગ્રામ પર શેર કરી છે. તસવીરમાં જેહ ઘરમાં રમતો જોવા મળે છે. જેહનું મોં ખુલ્લું છે અને તેના નાનકડા બે દાંત દેખાઈ રહ્યા છે. કરીનાએ આ ક્યૂટ ફોટો શેર કરતાં લખ્યું, "તેના બે દાંત....2021નો બેસ્ટ પાર્ટ❤️❤️❤️. 31 ડિસેમ્બર...મારો દીકરો...સૌનું નવું વર્ષ સારું જાય તેવી શુભેચ્છા."
View this post on Instagram A post shared by Kareena Kapoor Khan (@kareenakapoorkhan)


કરીનાએ શેર કરેલી જેહની તસવીરને ફેન્સ ખૂબ પસંદ કરી રહ્યા છે. આ સિવાય કરીનાની નણંદ સબા, મનીષ મલ્હોત્રા વગેરેએ પણ કોમેન્ટ કરીને નાનકડા જેહ પર પ્રેમ વરસાવ્યો છે.

જણાવી દઈએ કે, ડિસેમ્બર મહિનાના મધ્યમાં કરીના કોરોના સંક્રમિત થઈ હતી. આ દરમિયાન કરીનાને પોતાના દીકરાઓથી દૂર રહેવું પડ્યું હતું, જેના કારણે દુઃખી હતી. જોકે, ક્રિસમસના એક દિવસ પહેલા કરીનાનો કોરોના રિપોર્ટ નેગેટિવ આવ્યો હતો. જે બાદ તે બંને દીકરાઓ અને પતિ સૈફ સાથે કપૂર પરિવારના એન્યુઅલ ક્રિસમસ લંચમાં સામેલ થઈ હતી.

સવાર-સવારમાં કરીના કપૂરે કર્યું કંઈક એવું કે નારાજ થયો પતિ સૈફ, આપ્યો ઠપકો!

કોરોના રિપોર્ટ નેગેટિવ આવતાં કરીનાએ સોશિયલ મીડિયા પર થેન્ક્યૂ નોટ શેર કરી હતી. તેણે લખ્યું હતું, "મારો કોરોના રિપોર્ટ નેગેટિવ આવ્યો છે. આ ખરાબ સ્વપ્ન સમાન સ્થિતિમાં અમારા પરિવારનું ધ્યાન રાખવા માટે થેન્ક્યૂ મારી બહેન કરિશ્મા. મારી બેસ્ટફ્રેન્ડ અમૃતા, આપણે કરી બતાવ્યું. મારા મિત્રો, પરિવાર, પૂની, નૈના અને સૌનો પ્રાર્થના કરવા માટે આભાર. મેસેજ કરવા માટે ફેન્સનો આભાર. ત્વરિત કાર્યવાહી માટે બીએમસીનો આભાર. છેલ્લે એક હોટેલ રૂમમાં પરિવારથી દૂર રહેવા માટે મારા વહાલા પતિનો આભાર. સૌને ક્રિસમસની શુભકામના. સુરક્ષિત રહેજો. ઓકે બાય, હવે મારા દીકરાઓને કિસ કરવા જઉં છું."

વર્કફ્રંટની વાત કરીએ તો, કરીના કપૂર હવે આમિર ખાન સાથે ફિલ્મ 'લાલ સિંહ ચઢ્ઢા'માં જોવા મળશે. એપ્રિલ 2022માં રિલીઝ થનારી આ ફિલ્મ હોલિવુડ મૂવી 'ફોરેસ્ટ ગમ્પ'ની હિન્દી રિમેક છે. આ સિવાય કરીના હંસલ મહેતાની આગામી ફિલ્મ અને કરણ જોહરની મલ્ટી સ્ટારર ફિલ્મ 'તખ્ત 'માં જોવા મળશે.

Read Next Story