એપશહેર

Karan Joharની પાર્ટીમાં બનીઠની જતાં લોકોએ કહી હતી 'ઘરડી', Kareena Kapoorએ હવે આપ્યો મસ્ત જવાબ

કરણ જોહરના બર્થ ડે પર યોજાયેલી પાર્ટીમાં (Karan Johar birthday party) કરીના કપૂર (Kareena Kapoor), મલાઈકા અરોરા (Malaika Arora) અને અમૃતા અરોરા (Amrita Arora) સાથે બનીઠનીને પહોંચી હતી. એક યૂઝરે ત્રણેયને 'ડોસી' કહી હતી, આ અંગે કરીના કપૂરે પ્રતિક્રિયા આપતાં કહ્યું કે, 'હું 42ની છું તે હકીકત સામે વાંધો નથી'

Edited byમિત્તલ ઘડિયા | I am Gujarat 30 Jul 2022, 12:15 pm

હાઈલાઈટ્સ:

  • આપણે ઘરડા થઈએ છીએ તે કુદરતી વાત છે અને તે ઠીક છેઃ કરીના કપૂર
  • કરીના કપૂરે કહ્યું 'મને સારા દેખાવા અને સફળતા મેળવવાનું દબાણ નથી જોઈતું'
  • અગાઉ યૂઝરને જવાબ આપતાં અમૃતા અરોરાએ કહ્યું હતું 'હા, અમે ઘરડા અને સમજદાર છીએ'
હાઈલાઈટ ટેક્સ્ટ
I am Gujarat kareena kapoor
કરણ જોહરની પાર્ટીમાં હાજરી આપ્યા બાદ ટ્રોલ થવા અંગે કરીના કપૂરે આપી પ્રતિક્રિયા
મે મહિનાના અંતમાં બોલિવુડ ફિલ્મમેકર કરણ જોહરના 50મા બર્થ ડે પર યોજાયેલી ગ્રાન્ડ પાર્ટીની (Karan Johar birthday party) ચર્ચા ખૂબ જ થઈ હતી. આ પાર્ટીમાં ઈન્ડસ્ટ્રીના મોટાભાગના એક્ટર્સે હાજરી આપી હતી અને તેમના આઉટફિટ એકબીજાને ટક્કર આપે તેવા હતા. પાર્ટીમાં કેટલાક એક્સ-કપલનો ભેટો થયો હતો તો કેટલાક મિત્રોનું ઘણા સમય બાદ રિયુનિયન થયું હતું. જો કે, આ દરમિયાન ત્રણ એક્ટ્રેસ તેવી હતી, જે સોશિયલ મીડિયા યૂઝર્સના નિશાને આવી હતી અને તે હતી કરીના કપૂર (Kareena Kapoor), મલાઈકા અરોરા (Malaika Arora) તેમજ અમૃતા અરોરા (Amrita Arora). પાર્ટીમાં જતા પહેલા અરોરા સિસ્ટર્સ BFF કરીનાના ઘરે ગઈ હતી અને ત્રણેયે તસવીરો ક્લિક કરાવી હતી. તેમાંથી જ એક તસવીર અમૃતાએ તેના ઈન્સ્ટાગ્રામ પર શેર કરી હતી, યૂઝરે તેના પર કોમેન્ટ કરતાં ત્રણેયને 'ડોસી' કહી હતી. તે સમયે અમૃતાએ બરાબરનો જવાબ આપ્યો હતો અને હવે કરીના કપૂરનું રિએક્શન સામે આવ્યું છે.
'કોઈ પણ ભગવાન નથી' ચાર વર્ષ બાદ કમબેક કરવા જઈ રહેલી કરીના કપૂરે કેમ આવું કહ્યું?

ટ્રોર્લ્સને કરીના કપૂરને આપ્યો જવાબ
View this post on Instagram A post shared by Kareena Kapoor Khan (@kareenakapoorkhan)

ઈન્ડિયન એક્સપ્રેસને આપેલા ઈન્ટરવ્યૂમાં કરીના કપૂરને માત્ર સોશિયલ મીડિયા પર લૂક અને ઉંમર અંગે થતી ટીકા પર તે કેવી રીતે રિએક્ટ કરે છે તેવો સવાલ કરવામાં આવ્યો હતો. તેના જવાબમાં તેણે કહ્યું હતું 'આપણા સમાજમાં, આપણે હજી પણ તે એટિટ્યૂડ સામે લડી રહ્યા છીએ. આપણે ઘરડા થઈએ છીએ તે કુદરતી વાત છે અને તે ઠીક છે. તમે જેમ ઘરડા થશો તેમ તેવા દેખાશો અને અમે સારા લાગીએ છીએ. અમારી ઉંમર 40થી ઉપર છે. હકીકત એ છે કે, તસવીર એટલા માટે વાયરલ થઈ કારણ કે, લોકોએ તેને સૌથી વધારે અટેન્શન આપ્યું હતું અને તેના વિશે વાત કરી હતી. પરંતુ હું તે હકીકતથી ક્યારેય ભાગતી નથી કે, હું 42ની છું. ક્યારેક હું 20 વર્ષના યુવાનોને જોઉ છું ત્યારે થાય છે કે, હું તે સમયમાં જવા માગતી નથી. મને સારા દેખાવા અને સફળતા મેળવવાનું દબાણ નથી જોઈતું. તમે જે કરો છો તેનાથી ખુશ છો તે સૌથી વધારે મહત્વનું છે'.

કેતકી દવે પર તૂટ્યો દુઃખનો પહાડ, કિડની ફેઈલ થતાં પતિનું નિધન

અમૃતા અરોરાની તસવીર પર કરી હતી કોમેન્ટ
View this post on Instagram A post shared by Amrita Arora (@amuaroraofficial)

જે સમયે ત્રણેય એક્ટ્રેસ ટ્રોલ થઈ હતી ત્યારે અમૃતા અરોરાએ ઈન્સ્ટાગ્રામ સ્ટોરીમાં સ્ક્રીનશોટ શેર કરીને લખ્યું હતું 'હું કોમેન્ટ્સ જોતી રહી છું! જ્યારે મને જરૂર લાગે ત્યારે નહીં તો જે ટોપમાં હોય તે જ વાંચું છું! તેથી...ઘરડીનો અર્થ અપમાન થાય છે?? કારણ કે મારા માટે તો આ માત્ર શબ્દ છે...આ શબ્દનો અર્થ ઘરડી થાય છે?! હા, અમે ઘરડા...અને સમજુ છીએ...પરંતુ તું નામ વગરનો, ચહેરા વગરનો અને ઉંમર વગરનો છે?'

કરીના કપૂરના અપકમિંગ પ્રોજેક્ટવર્ક ફ્રંટની વાત કરીએ તો, કરીના કપૂર અને આમિર ખાનની ઘણા સમયથી રાહ જોવાઈ રહેલી ફિલ્મ 'લાલ સિંહ ચઢ્ઢા' સપ્ટેમ્બર, 2022માં થિયેટરમાં રિલીઝ થવાની છે, જે હોલિવુડની 'ફોરેન્ટ ગમ્પ'ની હિંદી રિમેક છે. આ સિવાય તે ઓટીટી પ્લેટફોર્મ પર રિલીઝ થનારી સુજોય ઘોષની ફિલ્મ 'ડીવોશન ઓફ સસ્પેક્શન X'માં પણ લીડ રોલમાં છે.
લેખક વિશે
મિત્તલ ઘડિયા
મિતલ ગઢીયા છેલ્લા સાત વર્ષ કરતાં વધુ સમયથી પત્રકારત્વ ક્ષેત્ર સાથે જોડાયેલા છે. શરૂઆતથી જ તેઓ ન્યૂઝ એડિટર તરીકે કામ કરી રહ્યા છે. તેમણે ગુજરાત યુનિવર્સિટીમાંથી B.Com અને માસ્ટર ઈન માસ કોમ્યુનિકેશન એન્ડ જર્નાલિઝન ડિપાર્ટમેન્ટમાંથી પોસ્ટ ગ્રેજ્યુશનની ડિગ્રી મેળવી છે. તેઓ વીટીવી ન્યૂઝ, એબીપી અસ્મિતા અને ટીવી 9 જેવી ન્યૂઝ ચેનલ સાથે કામ કરી ચૂક્યા છે.... વધુ વાંચો

Read Next Story