એપશહેર

Katrina Kaifના ડાયટનું પૂરતું ધ્યાન રાખે છે સાસુ Veena Kaushal, તેની હેલ્થ માટે રસોઈમાં કર્યો મોટો ફેરફાર

કેટરીના કૈફ (Katrina Kaif) વિકી કૌશલના (Vicky Kaushal) મમ્મી વીણા કૌશલની (Veena Kaushal) ફેવરિટ બની ગઈ છે. એક્ટ્રેસ ફિટનેસ ફ્રિક છે અને ડાયટનું ચુસ્ત પ્લાન કરે છે. તેથી, તેની ચિંતા કર્યા વગર કેટ આરામથી પરાઠા ખાઈ શકે તે માટે સાસુએ રસોઈમાં થોડો ફેરફાર કર્યો છે. આ વાતનો ખુલાસો એક્ટ્રેસે કર્યો હતો.

Edited byમિત્તલ ઘડિયા | I am Gujarat 1 Nov 2022, 10:01 am

હાઈલાઈટ્સ:

  • મારા સાસુ અવારનવાર મને તેમના હાથના પરાઠા ખાવા માટે વિનંતી કરતાં રહે છેઃ કેટરીના કૈફ
  • હું પરાઠા ખાઈ શકું તે માટે તેઓ બટાકાના બદલ શક્કરિયાંનો ઉપયોગ કરવા લાગ્યા છે: કેટરીના કૈફ
  • વિક્કી કૌશલના મમ્મી વીણા કૌશલ વહુ કેટરીના કૈફને પ્રેમથી 'કિટ્ટો' કહીને બોલાવે છે
હાઈલાઈટ ટેક્સ્ટ
I am Gujarat katrina kaif mother in law
સાસુ વીણા કૌશલ કેટરીના કૈફના ડાયટનું પૂરતું ધ્યાન રાખતા હોવાનો થયો ખુલાસો (તસવીર સૌજન્યઃ ઈન્સ્ટાગ્રામ પરથી સાભાર)
કેટરીના કૈફ (Katrina Kaif) હાલ અપકમિંગ ફિલ્મ 'ફોન ભૂત'ની (Film Phone Bhoot) રિલીઝ થવાની ભારે ઉત્સાહ સાથે રાહ જોઈ રહી છે. જેમાં તેની સાથે સિદ્ધાંત ચતુર્વેદી અને ઈશાન ખટ્ટર સ્ક્રિન શેર કરતાં જોવા મળશે. ફિલ્મ 4 નવેમ્બરે રિલીઝ થવાની છે અને આ પહેલા લીડ એક્ટર્સ પ્રમોશનમાં વ્યસ્ત જોવા મળી રહ્યા છે. આ જ સંદર્ભમાં બોલિવુડની આ બ્યૂટિફૂલ એક્ટ્રેસ કોમેડી કિંગ કપિલ શર્માના 'ધ કપિલ શર્મા શો' પર પહોંચી હતી. અહીંયા તેણે ફિલ્મ સિવાય કો-એક્ટર્સ વિશે મજેદાર ખુલાસા કર્યા હતા તેમજ સાસરિયાંઓ સાથેના તેના સંબંધો પર પણ ખુલીને વાત કરી હતી. ઉલ્લેખનીય છે કે, ગત ડિસેમ્બરમાં વિકી કૌશલ (Vicky Kaushal) સાથે લગ્ન કર્યા બાદ કેટરીનાની આ પહેલી ફિલ્મ છે.
પ્રેગ્નેન્સીના છેલ્લા દિવસોમાં બિપાશા બાસુને પડી રહી છે તકલીફ, આ રીતે મનને રાખી રહી છે શાંત

કેટરીના કૈફના ડાયટનું ધ્યાન રાખે છે સાસુ
કપિલ શર્મા સાથે વાતચીત કરતાં કેટરીના કૈફે સાસુ વીણા કૌશલ તેનું કેવી રીતે ધ્યાન રાખે છે તે અંગે જણાવ્યું હતું. તેણે ખુલાસો કર્યો હતો કે, સાસુ તેને 'કિટ્ટો' કહીને બોલાવે છે. પંજાબી લોકો ખાવા-પીવાના ખૂબ શોખીન હોય છે, ખાસ કરીને પરાઠા તેમના ફેવરિટ છે. તેણે કહ્યું હતું કે, તેના સાસુ ઘણીવાર તેને પોતાના હાથના પરાઠા ખાવા માટે વિનંતી કરતા હતા. પરંતુ એક્ટ્રેસ ચુસ્ત રીતે ડાયટનું પાલન કરતી હોવાથી પતિના પરાઠામાંથી એક ટુકડો ખાતી હતી. હવે, એક વર્ષ સાથે પસાર કર્યા બાદ કેટરીનાના ડાયટનું ધ્યાન રાખતાં સાસુ બટાકાના બદલે શક્કરિયામાંથી પરાઠા બનાવવા લાગ્યા છે, જે કેટના ડાય પ્લાન માટે હેલ્ધી ઓપ્શન છે.

ભાણેજ વાયુને હજી રમાડવા નથી ગઈ માસી જ્હાન્વી કપૂર, બહેન સોનમ કપૂરથી પણ જાળવ્યું અંતર!

ડિસેમ્બરમાં વેડિંગ એનિવર્સરી ઉજવશે કેટરીના-વિકી
વિકી કૌશલ અને કેટરીના કૈફ ફેમિલી પર્સન છે, તેઓ માત્ર તેમના પેરેન્ટ્સ સાથે જ નહીં ભાઈ-બહેન સાથે પણ ક્લોઝ બોન્ડ ધરાવે છે. ઘણા બધા કારણોમાંથી આ એક કારણ પણ છે, જેના લીધે બંનેને તેઓ એકબીજા માટે પર્ફેક્ટ હોવાનું લાગ્યું હતું. કપલના લગ્નને એક વર્ષ થવા આવ્યું છે અને અલગ-અલગ સંસ્કૃતિમાંથી આવતી હોવા છતાં તેઓ એકબીજાના પરિવાર સાથે ભળી ગયા છે. સાસુ-સસરા સાથે સારી રીતે સંવાદ કરી શકે તે માટે કેટરીના થોડું પંજાબી બોલતા પણ શીખી હોવાના રિપોર્ટ્સ હતા.

કેટરીના અને વિકીના અપકમિંગ પ્રોજેક્ટ
વર્ક ફ્રંટની વાત કરીએ તો, કેટરીના કૈફ શ્રીરામ રાઘવનની ફિલ્મ 'મેરી ક્રિસમસ'નું પણ શૂટિંગ કરી રહી છે, જેમાં તેની સાથે સાઉથ સ્ટાર વિજય સેથુપથી છે. આ સિવાય કબીર ખાનની ફિલ્મ 'ટાઈગર 3'માં તે સલમાન ખાન અને ઈમરાન હાશ્મી સાથે સ્ક્રીન શેર કરતી દેખાશે. બીજી તરફ વિકી કૌશલ પાસે મેઘના ગુલઝારની 'સેમ બહાદુર', 'ગોવિંદ નામ મેરા' અને લક્ષ્મણ ઉટેકરની અનટાઈટલ્ડ ફિલ્મ છે.

Read Latest Entertainment News And Gujarati News
લેખક વિશે
મિત્તલ ઘડિયા
મિતલ ગઢીયા છેલ્લા સાત વર્ષ કરતાં વધુ સમયથી પત્રકારત્વ ક્ષેત્ર સાથે જોડાયેલા છે. શરૂઆતથી જ તેઓ ન્યૂઝ એડિટર તરીકે કામ કરી રહ્યા છે. તેમણે ગુજરાત યુનિવર્સિટીમાંથી B.Com અને માસ્ટર ઈન માસ કોમ્યુનિકેશન એન્ડ જર્નાલિઝન ડિપાર્ટમેન્ટમાંથી પોસ્ટ ગ્રેજ્યુશનની ડિગ્રી મેળવી છે. તેઓ વીટીવી ન્યૂઝ, એબીપી અસ્મિતા અને ટીવી 9 જેવી ન્યૂઝ ચેનલ સાથે કામ કરી ચૂક્યા છે.... વધુ વાંચો

Read Next Story