એપશહેર

સંજૂ બાબાના બર્થ-ડે પર KGF ચેપ્ટર 2નું પોસ્ટર રિલીઝ, આવો હશે વિલન તરીકે લૂક

Yogesh Gajjar | I am Gujarat 29 Jul 2019, 1:59 pm
સાઉથ સુપરસ્ટાર યશની પાછલા વર્ષે આવેલી ફિલ્મ ‘KGF’ સફળ થઈ હતી. આ ફિલ્મને ફેન્સે ખૂબ સારો રિસ્પોન્સ આપ્યો હતો અને આ કારણે જ ફિલ્મ 250 કરોડનો બિઝનેસ કરવામાં સફળ રહી હતી. આ કન્નડ સિનેમાની સૌથી હિટ ફિલ્મોમાંથી એક સાબિત થઈ હતી. હવે એક મેસેજ મોકલી Whatsapp પર મેળવો ન્યૂઝ, શરુ કરવા માટે અહીં ક્લિક કરો મેકર્સે હવે ‘KGF: ચેપ્ટર 2’ના ફર્સ્ટ લૂક પોસ્ટર ફેન્સ સાથે શેર કર્યું છે જેમાં વિલન એટલે કે અધિરાના પાત્રમાં સંજય દત્ત એકદમ અલગ અવતારમાં જોવા મળી રહ્યો છે. ખાસ વાત એ છે કે સંજય દત્તના બર્થડે પર આ પોસ્ટર શેર કર્યું છે. સંજય દત્તે પોતે ટ્વીટર પર લખ્યું છે, થેંક્યુ અને કેજીએફનો ભાગ બનીને ખૂબ જ ખુશ અને ઉત્સાહિત છું.
થોડા દિવસો પહેલા ‘KGF 2’ના મેકર્સે એક ટીઝર પોસ્ટર રિલીઝ કર્યું હતું જેમાં અધીરાની એક ઝલક જોવા મળી હતી પરંતુ તેનાથી આ સ્પષ્ટ નહોતું થઈ શક્યું કે આ પાત્ર કોણ ભજવી રહ્યું છે.
ઉલ્લેખનીય છે કે પહેલા ભાગ બાદથી જ ફેન્સ તેના બીજા ભાગની રાહ જોઈ રહ્યા હતા. પાછલા વર્ષે ફિલ્મ રિલીઝ થઈ ત્યારથી જ તેના બીજા ભાગનું શૂટિંગ શરૂ થઈ ગયું હતું. ‘કેજીએફ 2’ આગામી વર્ષે એટલે કે 2020માં રિલીઝ થશે. ફિલ્મમાં શ્રીનિધિ શેટ્ટી ફીમેલ લીડ રોલમાં જોવા મળશે.

Read Next Story

Gujarati News - I am Gujarat: ગુજરાત, દેશ, વિદેશ, શિક્ષણ, બિઝનેસ, મૂવી, જ્યોતિષ, ધર્મ, સ્પોર્ટ્સના લેટેસ્ટ સમાચાર ઉપરાંત વાયરલ ન્યૂઝ મેળવવા માટે ડાઉનલોડ કરો IamGujaratની એપ
તમામ તાજી ખબરો માટે I am Gujarat ફેસબૂકપેજને લાઈક કરો