એપશહેર

બર્થડે સ્પેશિયલ: 'મિર્ઝાપુર'ના બાઉજી કુલભૂષણ ખરબંદાએ 'મહારાણી' સાથે કર્યા છે લગ્ન

મિર્ઝાપુર વેબસિરીઝની સિઝન 1 અને 2માં એક્ટર કુલભૂષણ ખરબંદાએ સત્યાનંદ ત્રિપાઠી એટલે કે બાબુજીનો રોલ કર્યો છે. જો કુલભૂષણ ખરબંદાની જાણીતી બોલિવૂડ ફિલ્મોની વાત કરીએ તો તેમાં મંથન, ભૂમિકા, શક્તિ, ઘાયલ, જો જીતા વોહી સિકંદર, ગુપ્ત, બોર્ડર, યસ બોસ, રેફ્યુજી, અર્થ, મોહરા, વીરાના વગેરે છે. કુલભૂષણ ખરબંદાને ફિલ્મ ગુલામી અને લગાન માટે એવોર્ડ માટે નોમિનેટ કરાયા હતા.

Edited byનિલય ભાવસાર | Navbharat Times 21 Oct 2022, 4:45 pm

હાઈલાઈટ્સ:

  • વર્ષ 1960ના દાયકામાં એક્ટર કુલભૂષણ ખરબંદા દિલ્હીમાં નાટકો કરતા હતા.
  • ત્યારબાદ તેમણે બોલિવૂડમાં એક્ટિંગ કરિયરમાં ઝંપલાવ્યું.
  • તેઓ બોલિવૂડમાં આવ્યા તે પહેલા જ લગ્ન કરી લીધા હતા.
હાઈલાઈટ ટેક્સ્ટ
I am Gujarat kulbhushan kharbanda
'મિર્ઝાપુર'ના બાઉજી કુલભૂષણ ખરબંદા
બોલિવૂડ એક્ટર કુલભૂષણ ખરબંદા (Kulbhushan Kharbanda) ઘણી હિટ ફિલ્મો અને 'મિર્ઝાપુર' નામની સુપરહિટ વેબસિરીઝમાં જોવા મળ્યા છે. આજે તારીખ 21 ઓક્ટોબરના દિવસે તેઓ પોતાનો 78મો જન્મદિવસ ઉજવી રહ્યા છે. તારીખ 21 ઓક્ટોબર, 1944ના દિવસે પંજાબમાં જન્મેલા એક્ટર કુલભૂષણ ખરબંદાએ ફિલ્મ 'શાન'માં 'શાકાલ' નામનો વિલનનો રોલ કર્યો હતો જે ખૂબ પોપ્યુલર થયો હતો. તો ચાલો જાણીએ એક્ટર કુલભૂષણ ખરબંદાના જીવન વિશેની કેટલીક રસપ્રદ વાતો.

વર્ષ 1960ના દાયકામાં એક્ટર કુલભૂષણ ખરબંદા દિલ્હીમાં નાટકો કરતા હતા. ત્યારબાદ તેમણે બોલિવૂડમાં એક્ટિંગ કરિયરમાં ઝંપલાવ્યું. તેઓ બોલિવૂડમાં આવ્યા તે પહેલા જ લગ્ન કરી લીધા હતા. કુલભૂષણ ખરબંદાએ માહેશ્વરી (Maheshwari) નામની મહિલા સાથે લગ્ન કર્યા જે રાજા-મહારાજાઓના પરિવારમાંથી આવે છે. માહેશ્વરીએ અગાઉ રાજસ્થાનના મહારાજા સાથે લગ્ન કર્યા હતા. એટલે કે કુલભૂષણ ખરબંદા સાથે તેઓના બીજા લગ્ન હતા. કુલભૂષણ ખરબંદાની દીકરી છે જેનું નામ શ્રુતિ ખરબંદા છે. કુલભૂષણ ખરબંદાની દીકરી શ્રુતિએ વર્ષ 2018માં જોધપુરના ઉમ્મેદ ભવનમાં રોહિત નવલે સાથે રૉયલરીતે લગ્ન કર્યા હતા.
વેબસિરીઝ 'મિર્ઝાપુર'થી વધુ પોપ્યુલર થયા કુલભૂષણ ખરબંદા

મિર્ઝાપુર વેબસિરીઝની સિઝન 1 અને 2માં એક્ટર કુલભૂષણ ખરબંદાએ સત્યાનંદ ત્રિપાઠી એટલે કે બાબુજીનો રોલ કર્યો છે. જો કુલભૂષણ ખરબંદાની જાણીતી બોલિવૂડ ફિલ્મોની વાત કરીએ તો તેમાં મંથન, ભૂમિકા, શક્તિ, ઘાયલ, જો જીતા વોહી સિકંદર, ગુપ્ત, બોર્ડર, યસ બોસ, રેફ્યુજી, અર્થ, મોહરા, વીરાના વગેરે છે. કુલભૂષણ ખરબંદાને ફિલ્મ ગુલામી અને લગાન માટે એવોર્ડ માટે નોમિનેટ કરાયા હતા. આ સિવાય કુલભૂષણ ખરબંદાએ ઈન્ટરનેશનલ લેવલે જાણીતી ફિલ્મો ફાયર, અર્થ અને વૉટરમાં પણ યાદગાર એક્ટિંગ કરી છે.

કરિયરની શરૂઆતમાં કુલભૂષણ ખરબંદાએ મિત્રો સાથે મળીને એક થિયેટર ગ્રુપની શરૂઆત કરી હતી કે જેનું નામ અભિયાન હતું. ત્યારબાદ તેમણે યાત્રિક નામનું ગ્રુપ જોઈન કર્યું. પછી તેઓ કોલકાતાના એક થિયેટર ગ્રુપ સાથે જોડાયા. પછી ફિલ્મોમાં કામ કરવા માટે મુંબઈ આવ્યા. જ્યાં શરૂઆતમાં તેમણે સમાંતર સિનેમા એટલે કે આર્ટ ફિલ્મોમાં કામ કર્યું જેમાં શ્યામ બેનેગલની ઘણી ફિલ્મોમાં નાનકડી ભૂમિકા કરી હતી.
લેખક વિશે
નિલય ભાવસાર
નિલય ભાવસાર છેલ્લા સાડા ચાર વર્ષથી ડિજિટલ પત્રકારત્વ ક્ષેત્રે જોડાયેલ છે. અગાઉ પ્રિન્ટ મીડિયમ અને ઈસરોમાં પણ કામ કર્યું છે. ગુજરાત યુનિવર્સિટીમાંથી માસ્ટર્સ ઈન ડેવલપમેન્ટ કમ્યુનિકેશનનો અભ્યાસ કર્યો છે. અનુવાદની પ્રક્રિયામાં વધારે રુચિ છે.... વધુ વાંચો

Read Next Story