એપશહેર

Photos: કેટલું સુંદર અને મોડર્ન છે બોલિવૂડ એક્ટ્રેસ મલાઈકા અરોરાનું ઘર

એક્ટ્રેસ મલાઈકા અરોરા (Malaika Arora) અર્જુન કપૂર (Arjun Kapoor) સાથે રિલેશનશિપમાં છે. બંને વચ્ચે ઉંમરનો તફાવત હોવાથી ઘણીવાર ટ્રોલ થાય છે. જો કે, તેની તેના પર અસર થતી નથી અને કોઈ ફરક પડતો નથી. આ ખુલાસો તેણે જ રિયાલિટી શો 'મૂવિંગ ઈન વિથ મલાઈકા'માં (Moving in with Malaika) કર્યો હતો.

Edited byનિલય ભાવસાર | I am Gujarat 26 Feb 2023, 11:48 pm
Malaika Arora's Modern Home: એક્ટ્રેસ મલાઈકા અરોરા બોલિવૂડની જાણીતી સેલેબ્રિટી છે અને દરેક લોકો તેની સુંદરતાની પ્રશંસા કરે છે. શૅર કરેલી તસવીરોમાં મલાઈકાનો લિવિંગ રૂમ, બેડરૂમ, કિચન તથા વૉક ઇન રૂમ જોવા મળે છે. મલાઈકાએ ઘરને બ્લૂ એન્ડ વ્હાઇટ કોમ્બિનેશન થીમ પર તૈયાર કર્યું છે. આ ઘર જોવામાં ઘણું જ ક્લાસિક તથા લક્ઝુરિયસ લાગે છે.
I am Gujarat Malaika Arora home
બોલિવૂડ એક્ટ્રેસ મલાઈકા અરોરાનું ઘર

મલાઈકા અરોરા (Malaika Arora) અને અર્જુન કપૂર (Arjun Kapoor) એક્ટિંગ ઈન્ડસ્ટ્રીમાં સૌથી વધારે ચર્ચામાં રહેતા લવબર્ડ્સમાંથી એક છે. બંને ચાર વર્ષ કરતાં વધુ સમયથી એકબીજાને ડેટ કરી રહ્યા છે. બંને વચ્ચે ઉંમરનો 12 વર્ષનો તફાવત છે. તેઓ સાથે વેકેશન માણવા માટે પણ જાય છે.
અર્જુન કપૂર સાથે લગ્ન કરવા વિશે મલાઈકાએ શું કહ્યું?

ફરાહ ખાને મલાઈકા અરોરાને ફ્યૂચર પ્લાન, અર્જુન કપૂર સાથે લગ્ન અને વધુ બાળકો લાવવા વિશે પૂછ્યું હતું. તેના પર તેણે કહ્યું હતું 'અમે આ વિશે વાત કરી છે. મને લાગે છે કે રિલેશનશિપમાં રહીને હું સારી વ્યક્તિ બની છું. મેં જે કંઈ નિર્ણય લીધા છે તે ખુશ રહેવા માટે લીધા છે. આજે જે વ્યક્તિ મારા જીવનમાં છે, તે મને ખુશ રાખે છે. લોકો મારા વિશે શું કહે છે અને શું વિચારે છે તેનાથી મને કોઈ ફરક પડતો નથી'.
વારંવાર ટ્રોલ થતી રહે છે મલાઈકા અરોરા

અર્જુન કપૂર સાથે અફેરના લીધે મલાઈકા અવારનવાર ટ્રોલ થતી રહે છે. તેના પર વાત કરતાં તેણે કહ્યું હતું 'આ મારા માટે સરળ નથી. હું રોજ કોઈને કોઈ વાતનો સામનો કરું છું. લોકો કહે છે કે, હું ઉંમરમાં મોટી છું. એક પુરુષ જ્યારે તેનાથી 20 કે 30 વર્ષ નાની છોકરીને ડેટ કરે તો તેના વખાણ કરવામાં આવે છે, જાણે તે દુનિયાનો રાજા છે.
લેખક વિશે
નિલય ભાવસાર
નિલય ભાવસાર છેલ્લા સાડા ચાર વર્ષથી ડિજિટલ પત્રકારત્વ ક્ષેત્રે જોડાયેલ છે. અગાઉ પ્રિન્ટ મીડિયમ અને ઈસરોમાં પણ કામ કર્યું છે. ગુજરાત યુનિવર્સિટીમાંથી માસ્ટર્સ ઈન ડેવલપમેન્ટ કમ્યુનિકેશનનો અભ્યાસ કર્યો છે. અનુવાદની પ્રક્રિયામાં વધારે રુચિ છે.... વધુ વાંચો

Read Next Story