મલાઈકા અરોરા (Malaika Arora) અને અર્જુન કપૂર (Arjun Kapoor) છેલ્લા થોડા વર્ષોથી રિલેશનશીપમાં છે. મલાઈકા અને અર્જુને જ્યારથી પોતાનો સંબંધ ખુલીને સ્વીકાર્યો છે ત્યારથી તેમને લગ્ન અંગે સવાલ કરવામાં આવી રહ્યા છે. જોકે, બંનેએ કહ્યું હતું કે, તેઓ હાલ રિલેશનશીપના આ તબક્કાને માણી રહ્યા છે. જોકે, હવે લાગી રહ્યું છે કે, બોની કપૂરના ઘરે જલ્દી જ શરણાઈ વાગવાની છે કારણકે અર્જુન અને મલાઈકા બંને લગ્ન માટે તૈયાર છે. હાલમાં જ આપેલા એક ઈન્ટરવ્યૂમાં મલાઈકા અરોરાએ જણાવ્યું કે, બીજા લગ્નને લઈને તેના મનમાં હવે કોઈ શંકાઓ નથી. મલાઈકાનું માનીએ તો તે અને અર્જુન બંને તેમના સંબંધને નેક્સ્ટ લેવલ પર લઈ જવા માટે તૈયાર છે.
બીજા લગ્ન વિશે શું બોલી મલાઈકા?
મલાઈકા અરોરાએ એક ઈન્ટરવ્યૂમાં લગ્ન વિશે વાત કરતાં કહ્યું, "હા, મેં આ વિશે પાકા પાયે વિચારી લીધું છે. લોકોને લાગતું હશે કે બીજા લગ્નને લઈને મારા મનમાં શંકાઓ હશે પરંતુ એવું નથી. હું લગ્નસંસ્થા, પ્રેમ અને સંગાથમાં વિશ્વાસ રાખું છું. હું ફરી લગ્ન ક્યારે કરીશ તેની ચોક્કસ સમય મર્યાદા તો નહીં આપી શકું કારણકે મને બહુ પ્લાનિંગ કરીને જિંદગી જીવવી ગમતી નથી. પ્લાનિંગ કરવાથી જિંદગી જીવવાની મજા મરી જાય છે."
ઉંમરના તફાવત અંગે વાત કરી
અર્જુન કપૂર અને મલાઈકા અરોરા વચ્ચે 12 વર્ષનો ઉંમરનો તફાવત છે. આ વિશે વાત કરતાં એક્ટ્રેસે કહ્યું કે, ઉંમર તેમની વચ્ચે ક્યારેય બાધારૂપ બની નથી. જણાવી દઈએ કે, અર્જુન અને મલાઈકાએ થોડા વર્ષો પહેલા ડેટિંગ શરૂ કર્યું હતું. કપલે 2019માં તેમનો સંબંધ જાહેરમાં સ્વીકાર્યો હતો.
અર્જુનના કર્યા વખાણ
બોયફ્રેન્ડ અર્જુન વિશે વાત કરતાં મલાઈકાએ કહ્યું, "મને લાગે છે કે અર્જુન તેની ઉંમર કરતાં વધારે પરિપક્વ અને બુદ્ધિશાળી છે. તે ખૂબ જ કાળજી રાખનારો અને સ્વતંત્રતા આપનારો વ્યક્તિ છે. મને નથી લાગતું કે તેના જેવા વધુ પુરુષો આ દુનિયામાં હશે. હું તેના ગુણગાન ગાતાં નહીં થાકું. હું ખૂબ કામ કરવા માગુ છું, નવા બિઝનેસ કરવા માગુ છું, દુનિયા ફરવા માગુ છું અને અર્જુન સાથે ઘર વસાવીને અમારા સંબંધને નેક્સ્ટ લેવલ પર લઈ જવા માગુ છું. મને લાગે છે કે, અમે બંને સંબંધને આગળ વધારવા માટે તૈયાર છીએ."