એપશહેર

મનજિંદર સિંહનો દાવો-કરણ જોહરને જલદી સમન મોકલશે NCB,'ડ્રગ પાર્ટીને લઈને થશે પૂછપરછ'

2019માં થયેલી ડ્રગ્સ પાર્ટી મામલે કરણ જોહરની થઈ શકે છે તપાસ, અકાલી દળના નેતા મનજિંદર સિંહ સિરસાનો દાવો

I am Gujarat 25 Sep 2020, 11:33 pm
અકાલી દળના નેતા મનજિંદર સિંહ સિરસાએ દાવો કર્યો છે કે નાર્કોટિક્સ કંટ્રોલ બ્યૂરો (NCB) ફિલ્મમેકર કરણ જોહરને ડ્રગ કેસમાં ટૂંક સમયમાં જ સમન મોકલવાની તૈયારીમાં છે. સિરસાએ કરણ જોહરની આ પાર્ટીની ફરિયાદ એનસીબી ચીફ રાકેશ અસ્થાનાને કરી હતી. આ પાર્ટીમાં દીપિકા પાદુકોણ, મલાઈકા અરોરા, અર્જુન કપૂર, શાહિદ કપૂર, વરુણ ધવન, વિક્કી કૌશલ, રણબીર કપૂર, શાહિદ કપૂર સહિત અનેક સેલેબ્સ હાજર હતાં.
I am Gujarat manjinder singh sirsa said that ncb to summon karan johar soon for 2019 drug party
મનજિંદર સિંહનો દાવો-કરણ જોહરને જલદી સમન મોકલશે NCB,'ડ્રગ પાર્ટીને લઈને થશે પૂછપરછ'


સિરસાનું ટ્વીટ
મનજિંદર સિંહ સિરસાએ પોતાના ટ્વિટર હેન્ડલ પર લખ્યું કે,'સૂત્રોના માધ્યમથી ખબર મળી છે કે, ટૂંક સમયમાં જ એનસીબી કરણ જોહરને પણ સમન મોકલશે. કરણ જોહર વિશે 2019વાળી ડ્રગ પાર્ટીના વિડીયો વિશે પૂછપરછ થશે.'


રકુલે સ્વીકારી ડ્રગ ચેટની વાત
એનસીબીએ એક્ટ્રેસ રકુલપ્રીત સિંહની પણ ચાર કલાકથી વધુ સમય સુધી પૂછપરછ કરી હતી. રકુલપ્રીત સિંહની પ્રથમ દિવસની પૂછપરછમાં રિયા ચક્રવર્તી સાથે ડ્રગ ચેટની કબૂલાત કરી હતી. પરંતુ સાથે જ તેણે એ પણ કહ્યું હતું કે ડ્રગ્સ સાથે તેમને કાંઈ જ લેવાદેવા નથી. રકુલપ્રીતે એનસીબી તપાસ દરમિયાન ધર્મા પ્રોડક્શનના આસિસ્ટન્ટ ડિરેક્ટર ક્ષિતિજ પ્રસાદનું નામ લીધું છે. એવું કહેવામાં આવે છે કે રકુલપ્રીતે 4 સેલેબ્સનું નામ લીધું છે, જેને ક્ષિતિજ પ્રસાદ કથિત રીતે ડ્રગ્સ સપ્લાય કરતો હતો.

ક્ષિતિજ અને કરિશ્માની પૂછપરછ
એનસીબીએ ક્ષિતિજ પ્રસાદ અને દીપિકા પાદુકોણના મેનેજર કરિશ્મા પ્રકાશની કલાકો સુધી પૂછપરછ કરી. ક્ષિતિજ પ્રસાદે તેના મિત્ર અને આસિસ્ટન્ટ ડિરેક્ટર અનુભવ ચોપરાનું નામ લીધું હતું જે ધર્મ પ્રોડક્શન સાથે સંકળાયેલો છે. એનસીબીએ અનુભવ ચોપરાની પણ પૂછપરછ કરી હતી. એનસીબીએ શુક્રવારે ક્ષિતિજ પ્રસાદના ઘરે દરોડો પાડ્યો હતો અને ડ્રગ્સ પકડી પાડ્યું છે. રિપોર્ટ અનુસાર ક્ષિતિજ અને અનુભવને કરણ જોહરની પાર્ટી વિશે પૂછવામાં આવ્યું છે.

Read Next Story

Gujarati News - I am Gujarat: ગુજરાત, દેશ, વિદેશ, શિક્ષણ, બિઝનેસ, મૂવી, જ્યોતિષ, ધર્મ, સ્પોર્ટ્સના લેટેસ્ટ સમાચાર ઉપરાંત વાયરલ ન્યૂઝ મેળવવા માટે ડાઉનલોડ કરો IamGujaratની એપ
તમામ તાજી ખબરો માટે I am Gujarat ફેસબૂકપેજને લાઈક કરો