એપશહેર

'મરજાવાં'ના બીજા ગીતનું ટીઝર રિલીઝ થયું, હોશ ઉડાવી દેશે નોરા ફતેહીના ડાન્સ

Shailesh Thakkar | I am Gujarat 8 Oct 2019, 5:08 pm
‘દિલબર’ અને ‘ઓ સાકી સાકી’ જેવા હિટ સૉંગ્સ આપ્યા બાદ એક્ટ્રેસ નોરા ફતેહી ફરી એકવાર લોકોને ઝૂમવા માટે મજબૂર કરી દેશે. હવે નોરા ‘મરાજાવા’ના બીજા ગીત ‘એક તો કમ જિંદગાની’ પર ડાન્સ કરતા જોવા મળશે. ફિલ્મ મેકર્સ ઉપરાંત એક્ટ્રેસે પણ સોશિયલ મીડિયા પર આ ગીતના ટીઝરને શેર કર્યું છે. ગીત 10 ઑક્ટોબરના રોજ રિલીઝ થશે. ગીતમાં નોરાના સિઝલિંગ અવતાર અને ડાન્સ સ્ટેપ્સને તમે ખૂબ એન્જૉય કરશો તે નક્કી છે. જણાવી દઈએ કે, મરજાવાંનું ગીત ‘એક તો કમ જિંદગાની’ રિલીઝ થયા બાદ આ વર્ષે રીમેક ગીતોના લિસ્ટમાં શામેલ થઈ જશે. આ ગીતને નેહા કક્કડ અને યશ નાર્વેકરે અવાજ આપ્યો છે અને તનિષ્ક બાગચીએ મ્યૂઝિક આપ્યું છે.
જણાવી દઈએ કે, ડિરેક્ટર મિલાપ ઝવેરીની ફિલ્મ ‘મરજાવાં’માં સિદ્ધાર્થ મલ્હોત્રા, તારા સુતરિયા, રિતેશ દેશમુખ અને રકુલપ્રીત સિંહ જોવા મળશે. ફિલ્મ 22 નવેમ્બરે રિલીઝ થશે. આ ફિલ્મમાં સિદ્ધાર્થ મલ્હોત્રા અને રિતેશ દેશમુખ ફરી એકવાર સાથે દેખાવાના છે. છેલ્લે બંને મોહિત સૂરીની ‘એક વિલન’માં જોવા મળ્યા હતા.

Read Next Story