એપશહેર

#MeToo: બિપાશાએ ખોલી સાજિદ ખાનની પોલ, કહ્યું- સેટ પર આવું બધું કરતા

Yogesh Gajjar | I am Gujarat 13 Oct 2018, 8:27 pm
I am Gujarat metoo bipasa basu speaks against sajid khan
#MeToo: બિપાશાએ ખોલી સાજિદ ખાનની પોલ, કહ્યું- સેટ પર આવું બધું કરતા


સાજિદ ખાન વિશે બોલી બિપાશા

બોલિવૂડમાં ચાલી રહેલા #MeToo મૂવમેન્ટ બાદ ઘણા મોટા ફિલ્મકાર અને એક્ટર્સ પર આરોપ લાગી રહ્યા છે. સાજિદ ખાન પર તેમની એક્સ આસિસ્ટન્ટ ડિરેક્ટર સલોની ચોપડાએ ગંભીર આરોપ લગાવ્યો છે.

પહેલા એક્સ આસિસ્ટન્ટ ડિરેક્ટર લગાવી ચૂકી છે આરોપ

સલોનીએ એક વેબસાઈટ પર લાંબી પોસ્ટ લખીને પોતાની આપવીતી જણાવી. તેણે ટ્વીટ પણ કર્યું. સલોનીએ સાજિદ પર હેરેસમેન્ટ અને શારિરીક છેડતીનો આરોપ લગાવ્યો છે. તેણે જણાવ્યું કે સાજિદ તેની પાસેથી અશ્લીલ તસવીરો માગતા અને વલ્ગર વાતો કરતા.

સેટ પર સાજિદ યુવતીઓ સાથે કરતા આવું વર્તન

આ બાદ બિપાશા બાસુએ સાજિદ વિરુદ્ધ મોરચો ખોલી દીધો છે. તે ફિલ્મ હમશક્લ્સ (2014)માં તેની સાથે કામ કરી ચૂકી છે. બિપાશાએ ટ્વિટર પર એક જવાબ આપતા કહ્યું, હું ખુશ છું કે મહિલાઓએ આવા લોકો વિશે યૌન શોષણના અનુભવો શેર કર્યો. તેમણે મારી સાથે તો કંઈ નથી કર્યું પરંતુ મહિલાઓ પ્રત્યે અસભ્ય વ્યવહાર મને પરેશાન કરતો હતો, તેઓ સેટ પર કંઈ પણ વિચાર્યા વિના અશ્લીલ મજાક કરતા હતા. સાથે જ બધી યુવતીઓ સાથે ખરાબ વ્યવહાર કરતા હતા.

અન્ય એક એક્ટ્રેસ પણ સાજિદ વિરુદ્ધ બોલી

બિપાશાએ કહ્યું કે જો મારી સાથે કંઈ થયું હોત તો હું 2014માં જ બોલી ગઈ હોત. મારો અવાજ બુલંદ છે. ક્યારેય અપમાન સહન નહીં કરું. સલોની ચોપડા બાદ હવે એક અન્ય એક્ટ્રેસે સાજિદ ખાન પર ગંભીર આરોપ લગાવ્યો છે. વર્ષ 2014માં આવેલી ફિલ્મ ‘ઉંગલી’ની એક્ટ્રેસ રાચેલ વ્હાઈટે કહ્યું કે તેની પાસે સબૂત તરીકે સ્ક્રીનશોટ્સ તો નથી પણ તે રાહ જોઈ રહી હતી કે કોઈ આ વાતને આગળ લાવે, જેથી તે પોતાની વાત રાખી શકે. #MeTooના કવરેજ પર IamGujarat.comની પોલિસી

Read Next Story

Gujarati News - I am Gujarat: ગુજરાત, દેશ, વિદેશ, શિક્ષણ, બિઝનેસ, મૂવી, જ્યોતિષ, ધર્મ, સ્પોર્ટ્સના લેટેસ્ટ સમાચાર ઉપરાંત વાયરલ ન્યૂઝ મેળવવા માટે ડાઉનલોડ કરો IamGujaratની એપ
તમામ તાજી ખબરો માટે I am Gujarat ફેસબૂકપેજને લાઈક કરો