એપશહેર

મીરા રાજપૂતે આંબાના ઝાડ પર લટકીને કર્યું વર્કઆઉટ, શેર કર્યો વીડિયો

પોતાની ફિટનેસનું ખૂબ ધ્યાન રાખે છે શાહિદ કપૂરની વાઈફ મીરા, ઘરના ગાર્ડનને જીમમાં ફેરવી કાઢ્યું...

TNN 22 May 2021, 9:50 am

હાઈલાઈટ્સ:

  • મીરા રાજપૂતે શેર કર્યો વર્કઆઉટનો વીડિયો.
  • એક્ટિંગથી દૂર હોવા છતાં મીરાના ઘણાં ફેન્સ છે.
  • સોશિયલ મીડિયા પર એક્ટિવ છે શાહિદની પત્ની.
હાઈલાઈટ ટેક્સ્ટ
I am Gujarat mira rajput
બોલિવૂડ એક્ટર શાહિદ કપૂરની પત્ની મીરા રાજપૂત ભલે ફિલ્મી દુનિયામાં એક્ટિવ નથી, પરંતુ સોશિયલ મીડિયા પર તેનું ફેન ફોલોવિંગ ઘણું છે. તે સોશિયલ મીડિયા પર એક્ટિવ છે અને પોતાની લાઈફને લગતી ઘણી વસ્તુઓ શેર કરતી રહે છે. મીરા રાજપૂતે પોતાનો એક વીડિયો શેર કર્યો છે જેને તેના ફેન્સ ઘણો પસંદ કરી રહ્યા છે.
મીરા રાજપૂતે શુક્રવારના રોજ પોતાના ઈન્સ્ટાગ્રામ અકાઉન્ટ પર એક વીડિયો શેર કર્યો છે. વીડિયોમાં તમે જોઈ શકો છો કે તે આંબા પર લટકી રહી છે અને કસરત કરી રહી છે. મીરા રાજપૂતે વીડિયો સાથે કેપ્શનમાં લખ્યું છે કે, કંઈક નવું ટ્રાય કર્યું છે. નો એક્સક્યુઝ.
આલિયા ભટ્ટ ઇન્ટરવ્યૂ આપી રહી હતી ત્યારે જ જોવા મળ્યો શર્ટલેસ રણબીર કપૂર! Video વાયરલ

મીરા રાજપૂતના વર્કઆઉટ વીડિયો પર ફેન્સ પણ જાતજાતની કમેન્ટ કરી રહ્યા છે. બે બાળકોની માતા હોવા છતાં આટલી ફિટનેસ જાળવી રાખી હોવાને કારણે લોકો મીરાના વખાણ કરી રહ્યા છે. ઉલ્લેખનીય છે કે મીરા રાજપૂતે શાહિદ કપૂર સાથે 2015માં લગ્ન કર્યા હતા. મીરા અને શાહિદની ચાર વર્ષની દીકરી મિશા અને બે વર્ષનો દીકરો ઝૈન છે. મીરા રાજપૂત પોતાના બાળકો સાથેની તસવીરો પણ સોશિયલ મીડિયા પર શેર કરતી રહે છે.

View this post on Instagram A post shared by Mira Rajput Kapoor (@mira.kapoor)

મીરા રાજપૂતને નાના અથવા મોટા પડદા પર જોવા મળશે તેવી અટકળો ચાલી રહી હતી પરંતુ મીરા એક્ટિંગની દુનિયાથી દૂર રહી છે. જો કે મીરાની ફેશન સેન્સને ફેન્સ દ્વારા વખાણવામાં આવે છે.

Read Next Story