એપશહેર

પ્રેગ્નેન્સીમાં પણ કરીના કપૂર કરી રહી છે કામ, બહેન કરિશ્મા સાથે શૂટિંગ કરતી જોવા મળી

પ્રેગ્નેન્ટ કરીના કપૂર ખાન આજે બહેન કરિશ્મા સાથે બાંદ્રામાં શૂટિંગ કરતી જોવા મળી હતી. ઘરની બાલકનીમાં કપૂર સિસ્ટર્સે શૂટિંગ કર્યું હતું.

I am Gujarat 27 Oct 2020, 3:31 pm
કરીના કપૂર ખાને બીજી વખત પ્રેગ્નેન્ટ છે અને આ દરમિયાન પણ તેણે કામ ચાલુ જ રાખ્યું છે. કરીના પહેલી વખત પ્રેગ્નેન્ટ હતી એ વખતે પણ તેણે કામ ચાલુ રાખીને નવો ચીલો ચીતર્યો હતો. ત્યારે હાલ પણ તે જરાય અટકવા નથી માગતી. આજે કરીના કપૂર ખાને બાંદ્રામાં પોતાની બહેન કરિશ્મા કપૂર સાથે શૂટિંગ કર્યું છે.
I am Gujarat bebo lolo shooting




'કપૂર સિસ્ટર્સ' આજે બાંદ્રામાં શૂટિંગ કરી રહી હતી. દરમિયાન તેમણે ગ્રે જેકેટ પહેર્યા હતા. બાલકનીમાં શૂટિંગ ચાલતું હતું એટલે બંને પાપારાઝીના કેમેરામાં કેદ થયા હતા. તસવીરોમાં લગભગ 6 મહિનાની ગર્ભવતી કરીના કપૂરનો બેબી બંપ જોઈ શકાય છે. તેના ચહેરા પર પ્રેગ્નેન્સીનો ગ્લો પણ દેખાતો હતો.



કેટલીક તસવીરોમાં કરીના અને કરિશ્મા સીન સમજતાં જોવા મળે છે. તો કેટલીકમાં કરિશ્માના હાથમાં જેકેટ છે તો અમુકમાં તેણે પહેરી રાખ્યું છે. કપૂર સિસ્ટર્સનું બોન્ડિંગ જોરદાર છે ત્યારે આ શૂટ કરવામાં તેમને મજા પડી હશે તે વાત ચોક્કસ છે. માહિતી પ્રમાણે, કરીના અને કરિશ્માએ તેમના ઘરે જ આ શૂટિંગ કર્યું છે.
View this post on Instagram Working with the sis always the best ❤️ #sistersquad 👭 #behindthescenes A post shared by KK (@therealkarismakapoor) on Oct 27, 2020 at 12:36am PDT


કરિશ્મા કપૂરે બહેન સાથે કરેલા શૂટિંગનો BTS (બિહાઈન્ડ ધ સીન) વિડીયો પણ શેર કર્યો છે. કરિશ્માએ ઈન્સ્ટાગ્રામ પર શેર કરેલા બૂમરેંગ વિડીયોમાં કરીના શૂટ માટે તૈયાર થતી જોવા મળે છે. સાથે જ તે કેમેરા સામે જોઈને પાઉટ કરે છે. વિડીયો શેર કરતાં કરિશ્માએ લખ્યું, "બહેન જોડે કામ કરવું હંમેશા મજેદાર હોય છે."



વર્કફ્રંટની વાત કરીએ તો, કરીના કપૂરે હાલમાં જ ફિલ્મ 'લાલ સિંહ ચઢ્ઢા'નું શૂટિંગ પૂરું કર્યું છે. આ ફિલ્મમાં કરીના કપૂરની સાથે આમીર ખાન લીડ રોલમાં જોવા મળશે. આ ફિલ્મનું શૂટિંગ દિલ્હીમાં થયું હતું ત્યારે કરીના પતિ સૈફ અલી ખાન અને દીકરા તૈમૂર સાથે ત્યાં ગઈ હતી. સૈફ-કરીના અને તૈમૂરે લગભગ એક મહિના જેટલો સમય પટૌડી પેલેસમાં વિતાવ્યો હતો. તેઓ ગત અઠવાડિયે જ મુંબઈ પરત ફર્યા છે. 'લાલ સિંહ ચઢ્ઢા'નું શૂટિંગ પૂરું થયા બાદ કરીના કપૂરે એક પોસ્ટ મૂકીને આમીર ખાન અને આખી ટીમનો આભાર માન્યો હતો.


જણાવી દઈએ કે, ઓગસ્ટ મહિનામાં સૈફ અલી ખાન અને કરીના કપૂર ખાને બીજી પ્રેગ્નેન્સીની જાહેરાત કરી હતી. એક ઓફિશિયલ સ્ટેટમેન્ટ બહાર પાડીને કપલે જણાવ્યું હતું, "અમને જણાવતાં આનંદ થાય છે કે અમારો પરિવાર મોટો થઈ રહ્યો છે. તમારા સૌના પ્રેમ અને સપોર્ટ માટે આભાર." કરીના અને સૈફ અલી ખાને 2012માં લગ્ન કર્યા હતા. 2016માં તેમના પ્રથમ સંતાનનો જન્મ થયો હતો. 20 ડિસેમ્બર 2016ના રોજ સૈફ-કરીનાના દીકરા તૈમૂર અલી ખાન પટૌડીનો જન્મ થયો હતો.

Read Next Story

Gujarati News - I am Gujarat: ગુજરાત, દેશ, વિદેશ, શિક્ષણ, બિઝનેસ, મૂવી, જ્યોતિષ, ધર્મ, સ્પોર્ટ્સના લેટેસ્ટ સમાચાર ઉપરાંત વાયરલ ન્યૂઝ મેળવવા માટે ડાઉનલોડ કરો IamGujaratની એપ
તમામ તાજી ખબરો માટે I am Gujarat ફેસબૂકપેજને લાઈક કરો