એપશહેર

કંગના રનૌત અને બહેન રંગોલીને મુંબઈ પોલીસે મોકલ્યું સમન્સ, નોંધાઈ હતી FIR

26 અને 27 ઓક્ટોબરના રોજ ઈન્વેસ્ટિગેશન અધિકારી સમક્ષ હાજર થવા મુંબઈ પોલીસનું ફરમાન

I am Gujarat 21 Oct 2020, 9:45 pm
મુંબઈઃ પોતાના નિવેદનોથી સતત ચર્ચામાં રહેતી બોલિવૂડ એક્ટ્રેસ કંગના રનૌતની મુશ્કેલી વધી શકે છે. મુંબઈ પોલીસે કંગના રનૌત અને તેની બહેન રંગોલી ચંદેલને સમન્સ મોકલ્યું છે. પોલીસે તેને આવતા સોમવાર અને મંગળવારે એટલે કે 26 અને 27 ઓક્ટોબરના રોજ ઈન્વેસ્ટિગેશન અધિકારી સમક્ષ હાજર થવા જણાવ્યું છે. આ જોતા એવું લાગી રહ્યું છે કે નવેમ્બરમાં ભાઈના લગ્ન પહેલા કંગના રનૌતની મુશ્કેલીઓ વધી શકે છે.
I am Gujarat mumbai police summons kangana ranaut and her sister rangoli chandel
કંગના રનૌત અને બહેન રંગોલીને મુંબઈ પોલીસે મોકલ્યું સમન્સ, નોંધાઈ હતી FIR


આ પણ વાંચોઃ નવેમ્બરમાં પરણશે કંગના રનૌતનો ભાઈ, રિવાજ પ્રમાણે મોસાળમાં યોજાઈ 'બધાઈ રસમ'


કંગના અને તેની બહેન વિરુધ્ધ નોંધાઈ છે ફરિયાદ
આ બંને વિરુદ્ધ મુંબઈના બાંદ્રા પોલીસ સ્ટેશનમાં 124 A (રાજદ્રોહ), 295A અને 153A હેઠળ એફઆઈઆર નોંધવામાં આવી હતી. નોંધનીય છે કે, કાસ્ટિંગ ડિરેક્ટર સાહિલ અશરફ અશેદ સૈયદની ફરિયાદ બાદ બાંદ્રા કોર્ટે કંગના અને તેની બહેન વિરુદ્ધ એફઆઈઆર નોંધવાનો આદેશ આપ્યો હતો.

આ પણ વાંચોઃ કંગના સામે FIR, કહ્યું- મહારાષ્ટ્રમાં પપ્પુ સેનાને મારા સિવાય કંઈ દેખાતું જ નથી

ઉમેરાઈ બીનજામીનપાત્ર કલમો
સાહિલના વકીલ રવિશ જમિંદરે કહ્યું હતું કે આ તમામ કલમો બિનજામીનપાત્ર છે. કોર્ટનો હુકમ મળ્યા બાદ ફરિયાદી અને તેના વકીલ કોર્ટના હુકમની નકલ લઈને બાંદ્રા પોલીસ સ્ટેશને પહોંચ્યા હતા.

બોલિવૂડને બદનામ કરવાની કોશિશનો આરોપ
એફઆઈઆર મુજબ કંગના અને તેની બહેન રંગોલીએ તેમના ટ્વીટ્સ દ્વારા સાંપ્રદાયિક સૌહાર્દ બગાડવાની અને મહારાષ્ટ્ર સરકારને બદનામ કરવાનું કામ કર્યું છે. આ સાથે જ કોર્ટમાં કરેલી અરજીમાં કહેવામાં આવ્યું છે કે કંગના સતત બોલિવૂડને બદનામ કરવાનો પ્રયાસ કરી રહી છે. સોશિયલ મીડિયા પ્લેટફોર્મથી માંડીને ટીવી સુધી દરેક જગ્યાએ તે બોલિવૂડ વિરુદ્ધમાં બોલતી હોય છે.

ધાર્મિક ભાવનાઓ ભડકાવવાનો આરોપ
આટલું જ નહીં અરજીમાં એવો આરોપ પણ લગાવવામાં આવ્યો હતો કે કંગનાએ બોલિવૂડમાં હિંદુ-મુસ્લિમ કલાકાર વચ્ચે અણબનાવ ઉભો કરવાનો પ્રયાસ કર્યો છે અને તે સતત વાંધાજનક ટ્વીટ્સ કરી રહી છે જે ધાર્મિક ભાવનાઓને તો નુકસાન પહોંચાડે જ છે ઉપરાંત ફિલ્મ ઉદ્યોગના ઘણા લોકોને દુઃખ પહોંચ્યું છે.

કંગનાના વકીલે શું કહ્યું હતું?
તો આ સમગ્ર મામલે, કંગનાના વકીલ રિઝવાન સિદ્દીકીએ કહ્યું હતું કે, 'મારે કોર્ટમાં જે ટ્વીટ્સનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે તેની તપાસ કરવી પડશે. જે ટ્વીટ્સ વિશે વાત કરવામાં આવી છે તેનું ખોટું અર્થઘટન કરવામાં આવ્યું હશે. એવું કંઈ નથી જેથી એવું લાગે કે, કંગના સાંપ્રદાયિક સૌહાર્દને બગાડીને નફરત ફેલાવી રહી છે.

Read Next Story